/indian-express-gujarati/media/media_files/2025/12/24/share-market-bse-sensex-2025-12-24-09-35-28.jpg)
Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))
Share Market Today News Live Update In Gujarati : શેરબજારમાં રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સાથે સેન્સેક્સ નિફ્ટી સાધારણ સુધારે બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 174 પોઇન્ટ વધી 83450 અને નિફ્ટી 43 પોઇન્ટ સુધરી 25725 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 83,598 થી 82,987 હતી. વિકલી એક્સપાયરી હોવાથી માર્કેટ વોલેટાઇલ હતું. બેંક શેરમાં ઉછાળાથી બેંક નિફ્ટી નીચી સપાટીથી 600 પોઇન્ટ જેટલો વધીને બંધ થયો છે. મિડકેપ, સ્મોલકેપ ઇન્ડેક્સ તૂટ્યા હતા.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મંગળવારે સાધારણ ઘટાડે ખુલ્યા છે. આજે સેન્સેક્સ 80 પોઇન્ટ ઘટી 83197 ખુલ્યો હતો. ઝોમેટો, રિલાયન્સ, ટાટા સ્ટીલ અને ICICI બેંક જેવા બ્લુચીપ શેરમાં નરમાઇથી શેરબજાર અંડરપ્રેશર હતું. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 300 પોઇન્ટ જેટલો ઘટી 83000 લેવલ નીચે ઉતરી ગયો હતો. હાલ સેન્સેક્સ 83000 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 45 પોઇન્ટ ઘટી 25637 ખુલ્યો હતો.
KWIL Share Price : ક્વોલિટી વોલ્સ શેરમાં સતત બીજા દિવસે કડાકો
ક્વોલિટી વોલ્સ શેરમાં સતત બીજા દિવસે કડાકો બોલાયો છે. મંગળવારે ક્વોલિટી વોલ્સનો શેર ઓપનિંગ સેશનમાં સવા ચાર ટકા જેટલો ગટી 28.25 રૂપિયો બોલાતો હતો. સોમવારે આ શેર 29.51 રૂપિયા બંધ થયો હતો. નોંધનિય છે કે, એચયુએલ કંપનીના આઇસ્ક્રીમ બિઝનેસનું ડિમર્જર થયું છે.
જે અંતર્ગત હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)થી ડિમર્જ થયા બાદ ક્વોલિટી વોલ્સનો શેર 16 ફેબ્રુઆરીના રોજ બીએસઇ એનએસઇ પર 26 ટકાના ડિસ્કાઉન્ટ ભાવે 29.80 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો હતો, જ્યારે તેનો ઇન્ડિકેટિવ ભાવ 40.20 રૂપિયા છે. ક્વોલિટી વોલ્સ કોર્નેટો અને મેગ્નમ જેવી પ્રખ્યાત બ્રાન્ડની માલિકી ધરાવે છે. એચયુએલના કુલ વાર્ષિત ટર્નઓવરમાં તેના આઇસ્ક્રીમ બિઝનેસનો હિસ્સો લગભગ 3 ટકા આસપાસ છે અને કુલ આવકમાં લગભગ 1800 કરોડનું યોગદાન આપે છે.
- Feb 17, 2026 16:42 IST
સ્મોલકેપ અને મિડકેપમાં કડાકો
ચલણી શેરમાં નફાવસૂલીથી બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં 1050 પોઇન્ટ અને મિડકેપમાં 699 પોઇન્ટનો કડાકો બોલાયો છે. બેંક નિફ્ટી 225 પોઇન્ટ, નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 337 પોઇન્ટ વધ્યા હતા. આજે બીએસઇની માર્કેટકેપ 470.11 લાખ કરોડ રૂપિયા થઇ હતી. બીએસઇ પર 2247 શેર વધીને જ્યારે 1756 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ હતી.
- Feb 17, 2026 16:40 IST
KWIL, રિલાયન્સ, ટાટા સ્ટીલ અને ઝોમેટો તૂટ્યા
સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 13 સ્ટોક ઘટ્યા હતા. જેમા ક્વોલિટી વોલ્સ 5 ટકા ઘટી ટોપ લૂઝર શેર બન્યો હતા. હિન્દુસ્તાન યુનિલિવર માંથી ડીમર્જર થયા બાદ ક્વોલિટી વોલ્સનો શેર સતત બીજા દિવસે તૂટ્યો છે. તો ઝોમેટો 1.6 ટકા , ટાટા સ્ટીલ અને ટ્રેન્ટ 1.3 ટકા, રિલાયન્સ 1 ટકા તૂટ્યો છે. એફએમસીજી શેરમાં તેજીથી આઈટીસી 2.3 ટકા, બીઇએલ 2 ટકા, લાર્સન 1.9 ટકા, ઇન્ફોસિસ 1.9 ટકા અને એશિયન પેઇન્ટ્સ 1.6 ટકા વધ્યા હતા.
- Feb 17, 2026 16:27 IST
સેન્સેક્સ 174 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 25700 ઉપર બંધ
શેરબજારમાં રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ સાથે સેન્સેક્સ નિફ્ટી સાધારણ સુધારે બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 174 પોઇન્ટ વધી 83450 અને નિફ્ટી 43 પોઇન્ટ સુધરી 25725 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 83,598 થી 82,987 હતી. વિકલી એક્સપાયરી હોવાથી માર્કેટ વોલેટાઇલ હતું. બેંક શેરમાં ઉછાળાથી બેંક નિફ્ટી નીચી સપાટીથી 600 પોઇન્ટ જેટલો વધીને બંધ થયો છે. મિડકેપ, સ્મોલકેપ તૂટ્યા હતા.
- Feb 17, 2026 09:47 IST
KWIL Share Price : ક્વોલિટી વોલ્સ શેરમાં સતત બીજા દિવસે કડાકો
ક્વોલિટી વોલ્સ શેરમાં સતત બીજા દિવસે કડાકો બોલાયો છે. મંગળવારે ક્વોલિટી વોલ્સનો શેર ઓપનિંગ સેશનમાં સવા ચાર ટકા જેટલો ગટી 28.25 રૂપિયો બોલાતો હતો. સોમવારે આ શેર 29.51 રૂપિયા બંધ થયો હતો. નોંધનિય છે કે, એચયુએલ કંપનીના આઇસ્ક્રીમ બિઝનેસનું ડિમર્જર થયું છે. જે અંતર્ગત હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)થી ડિમર્જ થયા બાદ ક્વોલિટી વોલ્સનો શેર 16 ફેબ્રુઆરીના રોજ બીએસઇ એનએસઇ પર 26 ટકાના ડિસ્કાઉન્ટ ભાવે 29.80 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો હતો, જ્યારે તેનો ઇન્ડિકેટિવ ભાવ 40.20 રૂપિયા છે. ક્વોલિટી વોલ્સ કોર્નેટો અને મેગ્નમ જેવી પ્રખ્યાત બ્રાન્ડની માલિકી ધરાવે છે. એચયુએલના કુલ વાર્ષિત ટર્નઓવરમાં તેના આઇસ્ક્રીમ બિઝનેસનો હિસ્સો લગભગ 3 ટકા આસપાસ છે અને કુલ આવકમાં લગભગ 1800 કરોડનું યોગદાન આપે છે.
- Feb 17, 2026 09:37 IST
સેન્સેક્સ 200 પોઇન્ટ નરમ; ઝોમેટો 2 ટકાથી વધુ તૂટ્યો
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મંગળવારે સાધારણ ઘટાડે ખુલ્યા છે. આજે સેન્સેક્સ 80 પોઇન્ટ ઘટી 83197 ખુલ્યો હતો. ઝોમેટો, રિલાયન્સ, ટાટા સ્ટીલ અને ICICI બેંક જેવા બ્લુચીપ શેરમાં નરમાઇથી શેરબજાર અંડરપ્રેશર હતું. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 300 પોઇન્ટ જેટલો ઘટી 83000 લેવલ નીચે ઉતરી ગયો હતો. હાલ સેન્સેક્સ 83000 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 45 પોઇન્ટ ઘટી 25637 ખુલ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us