Share Market Today News Live Update: ટ્રમ્પ ટેરિફના ટેન્શનથી ભારત સહિત દુનિયાભરના શેરબજારો તૂટ્યા છે. શુક્રવાકે સેન્સેક્સ 586 પોઇન્ટ ઘટી 80600 બંધ થયો છે. તો નિફ્ટી 203 પોઇન્ટ ઘટી 24565 બંધ થયો છે. શેરબજારમાં વેચવાલીનું દબાણ રહેતા સેશન દરમિયાન સેન્સેક્સ 80495 અને નિફ્ટી 24535 નીચી સપાટીને સ્પર્શ્યા હતા. શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી એફએમજીસીને બાદ કરતા તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઘટ્યા હતા. સ્મોલકેપ ઇન્ડેક્સ 850 પોઇન્ટ તૂટ્યો હતો. માર્કેટ બ્રેડ્થ પણ ગંભીર રીતે નેગેટિવ થઇ હતી.
શેરબજાર માટે ઓગસ્ટ સિરિઝની શરૂઆત નેગેટિવ ટ્રેન્ડ સાથે થતા સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81186 થી 110 પોઇન્ટના ઘટાડે શુક્રવારે 81,074 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં દબાણ વધતા 200 પોઇન્ટથી વધુ ઘટીને સેન્સેક્સ 81000 લેવલની નીચે 81960 સુધી પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,768 સામે આજે 24734 ખુલ્યો હતો. મંદીના ટ્રેન્ડ વચ્ચે નિફ્ટી 70 પોઇન્ટ ઘટી 24760 લેવલ નીચે ટ્રેડ કરી રહ્યો છે.
ટ્રમ્પ ટેરિફ ટેન્શનથી શેરબજારો ડામાડોળ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત વિવિધ દેશો પર ભારે ભરખમ ટેરિફ લાદવાની શરૂઆત કરી છે, જેની અસરથી ગ્લોબલ માર્કેટનું સેન્ટિમેન્ટન નબળું પડ્યું છે. મેક્સિકો સિવાય અન્ય તમા દેશો પર આજથી ટ્રમ્પ ટેરિફ લાગુ થઇ છે. અમેરિકાએ ભારત પર 25 ટેરિફ લાદી છે, જે 1 ઓગસ્ટથી લાગુ થઇ છે. ટ્રમ્પ ટેરિફના ટેન્શનમાં ભારત સહિત એશિયન બજારો પણ ઘટ્યા છે. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 90 પોઇન્ટ જેટલો ઘટ્યો છે.