Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર

Share Market News: સેન્સેક્સ 307 પોઇન્ટ ઘટ્યો, બુધવારની RBI મોનેટરી પોલિસી પર નજર

Share Market Today News Highlight: શેરબજારમાં ટ્રમ્પ ટેરિફનું ટેન્શન યથાવત્ રહેતા સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા છે. હવે બજારની નજર બુધવારે જાહેર થનાર આરબીઆઈની ધિરાણનીતિ પર છે. આવતીકાલે બીએસઇ પર NSDLનો શેર લિસ્ટિંગ થવાનો છે.

Written byAjay Saroya

author-image
Ajay Saroya
05 Aug 2025 09:27 IST
પર અપડેટ કર્યું 05 Aug 2025 16:25 IST

Follow Us

New Update
Share Market Trading | Share Market News | stock Market | share Market Live Update

Share Market : શેરબજાર (Photo: Freepik)

Share Market Today News Live Update: શેરબજારમાં ટ્રમ્પ ટેરિફનું ટેન્શન યથાવત્ રહેતા સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 308 પોઇન્ટ ઘટી 80710 અને નિફ્ટી 73 પોઇન્ટ ઘટી 24649 બંધ થયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 500 પોઇન્ટ જેટલો ઘટી 80554 ઇન્ટ્રા ડે તળિયે ગયો હતો. આજે ઓઇલ ગેસ, ફાર્મા, એફએમસીજ અને આઈટી ઇન્ડેક્સ પણ દબાણ હતું. હવે બજારની નજર બુધવારે જાહેર થનાર રિઝર્વ બેંક ધિરાણનીતિ પર છે.

Advertisment

સેન્સેક્સ નિફ્ટી મંગળવારે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81018 સામે આજે 80946 ખુલ્યો હતો. ખુલતાની સાથે જ સેન્સેક્સ 150 પોઇન્ટ તૂટી 80864 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 24720 ફ્લેટ ખુલ્યો હતો. ટ્રમ્પ ટેરિફના ટેન્શનમાં ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.

એશિયન શેરબજાર મજબૂત, ગિફ્ટ નિફ્ટી નરમ

એશિય બજારમાં એકંદરે મજબૂત ટ્રેડિંગ વચ્ચે ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ નરમ છે. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 50 પોઇન્ટ આસપાસ ડાઉન છે. તો નિક્કેઇ 225 બેન્ચમાર્ક 297 પોઇન્ટ, તાઇવાન 200 પોઇન્ટ, સ્ટ્રેઇટ્સ ટાઇમ્સ, શાંઘાઇ, જકાર્તા, સેટ કોમ્પોઝિટ ઇન્ડેક્સ સાધારણ સુધારે ટ્રેડિંગ કરી રહ્યા છે.

  • Aug 05, 2025 16:20 IST

    બુધવારે RBI ધિરાણનીતિ જાહેર કરશે

    બુધવારે રિઝર્વ બેંક ધિરાણનીતિ જાહેર કરવાની છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠખ 4 ઓગસ્ટે શરૂ થઇ હતી, જેના સમીક્ષા પરિણામ 6 ઓગસ્ટે સવારે જાહેર થવાના છે. આ વખતે પણ આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ઘટાડો થવાની વ્યાપક અપેક્ષા રાખવામાં આવી છે. જો રેપો રેટ ઘટશે તો લોકો માટે બેંક હોમ વધુ સસ્તી થશે. નોંધનિય છે કે, અગાઉ સુધી RBI એ 3 તબક્કામાં 1.5 ટકા વ્યાજદર ઘટાડ્યો છે.

  • Aug 05, 2025 16:16 IST

    માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ

    શેરબજારનું સેન્ટિમેન્ટ નબળું પહેતા માર્કેટ બ્રેડ્થ નરમ રહી હતી. મંગળવારે બીએસઇ પર 1743 શેર વધીને જ્યારે 2299 શેર ઘટીને બંધ થયા હતા. આજે બીએસઇ માર્કેટકેપ 447.97 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે સોમવારે 448.82 લાખ કરોડ રૂપિયા હતી.

  • Advertisment
  • Aug 05, 2025 16:14 IST

    અદાણી પોર્ટ્સ અને રિલાયન્સ ટોપ લુઝર

    આજે સેન્સેક્સના 30 માંથી 13 શેર ડાઉન હતા. જેમા અદાણી પોર્ટ્સ 2.4 ટકા, રિલાયન્સ 1.4 ટકા અને ઇન્ફોસિસ 1.4 ટકા ઘટી સેન્સેક્સના ટોપ 3 લુઝર શેર બન્યા હતા. તો ટોપ 5 ગેઇનરમાં ટાયટન, મારૂતિ, ટ્રેન્ટ, એરટેલ અને બજાજ ફાઈનાન્સ પોણા થી સવા બે ટકા જેટલા વધ્યા હતા.

  • Aug 05, 2025 16:12 IST

    સેન્સેક્સ 307 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 73 પોઇન્ટ નરમ

    શેરબજારમાં ટ્રમ્પ ટેરિફનું ટેન્શન યથાવત્ રહેતા સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 308 પોઇન્ટ ઘટી 80710 અને નિફ્ટી 73 પોઇન્ટ ઘટી 24649 બંધ થયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 500 પોઇન્ટ જેટલો ઘટી 80554 ઇન્ટ્રા ડે તળિયે ગયો હતો. આજે ઓઇલ ગેસ, ફાર્મા, એફએમસીજ અને આઈટી ઇન્ડેક્સ પણ દબાણ હતું.

  • Aug 05, 2025 13:56 IST

    Tata Capital IPO: ટાટા ગ્રૂપની આ કંપની લાવશે IPO, રોકાણકારો માટે કમાણીનો મોકો, જાણો બધી જ વિગત

    Tata Capital IPO: ટાટા કેપિટલ આઈપીઓ આ વર્ષનો સૌથી વધુ રાહ જોવાતો IPO છે. ટાટા કેપિટલને આઈપીઓ લાવવા સેબી તરફથી મંજૂરી મળી ગઇ છે. આઈપીઓ હેઠળ ટાટા કેપિટલની પેરેન્ટ કંપની ટાટા સન્સ 23 કરોડ શેર વેચશે, ...સંપૂર્ણ વાંચો

  • Aug 05, 2025 11:34 IST

    Doller Rupee Rate: ડોલર સામે રૂપિયો 29 પૈસા ઘટી 6 મહિનાને તળિયે, ટ્રમ્પ ટેરિફનું ટેન્શન

    Rupee Hits 6 Month Low Against Dollar : ડોલર સામે રૂપિયો મંગળવારે 29 પૈસા ઘટી 97.95 ખુલ્યો હતો, જે મહિનાની સૌથી નીચી સપાટી છે. ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારત પર વધુ ટેરિફ લાદવાની ચેતવણી આપતા રૂપિયા પર દબાણ આવ્યું છે. ...બધું જ વાંચો

  • Aug 05, 2025 09:28 IST

    એશિયન શેરબજાર મજબૂત, ગિફ્ટ નિફ્ટી તૂટ્યો

    એશિય બજારમાં એકંદરે મજબૂત ટ્રેડિંગ વચ્ચે ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ નરમ છે. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 50 પોઇન્ટ આસપાસ ડાઉન છે. તો નિક્કેઇ 225 બેન્ચમાર્ક 297 પોઇન્ટ, તાઇવાન 200 પોઇન્ટ, સ્ટ્રેઇટ્સ ટાઇમ્સ, શાંઘાઇ, જકાર્તા, સેટ કોમ્પોઝિટ ઇન્ડેક્સ સાધારણ સુધારે ટ્રેડિંગ કરી રહ્યા છે.

  • Aug 05, 2025 09:28 IST

    સેન્સેક્સ નિફ્ટી નરમ

    સેન્સેક્સ નિફ્ટી મંગળવારે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81018 સામે આજે 80946 ખુલ્યો હતો. ખુલતાની સાથે જ સેન્સેક્સ 150 પોઇન્ટ તૂટી 80864 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 24720 ફ્લેટ ખુલ્યો હતો. ટ્રમ્પ ટેરિફના ટેન્શનમાં ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.

બિઝનેસ શેર બજાર
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by

Subscribe to our Newsletter!

Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!