Share Market Today News Live Update : શેરબજાર માટે શુક્રવાર ફરી બ્લેડ ફ્રાઈડે બન્યો હતો. વૈશ્વિક શેરબજારની મંદી વચ્ચે સેન્સેક્સ નિફ્ટી પણ તૂટ્યા હતા. સેન્સેક્સ 400 પોઇન્ટ ઘટી 85231 બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી 124 પોઇન્ટ ઘટી 26,068 બંધ થયો હતો. આજે ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 85,187 અને નિફ્ટી 26,052 નીચી સપાટીને સ્પર્શ્યો હતો.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે ઘટાડે ખુલ્યા હતા. અમેરિકાના AI શેરમાં કડાકાથી સમગ્ર દુનિયાના શેરબજારોમાં હાહાકાર મળ્યો છે. આજે તમામ એશિયન બજારો પણ નોંધપાત્ર ઘટ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 85,632ની સામે 185 પોઇન્ટના ઘટાડે શુક્રવારે 85,347 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 87 પોઇન્ટ ઘટી 26,109 ખુલ્યો હતો. આઈટી અને બેંક શેર નરમ હતા.
USમાં AI ક્રેશની ચિંતા યથાવત્, નાસ્ડેક બે મહિનાને તળિયે
અમેરિકામાં AI ક્રેશને લઇ ચિંતા યથાવત છે, જેના કારણે ડાઓ જોન્સ ઉંચા લેવલથી 1000 પોઇન્ટ ઘટ્યો અને નાસ્ડેક પણ 2 ટકાથી વધુ તૂટી બે મહિનાની નીચી સપાટી પર બંધ થયા છે. NVIDIA ટોચથી 8 ટકા ઘટ્યો છે. યુએસના જોબ ડેટા નબળાં આવ્યો છે, જેના કારણે ડિસેમ્બરમાં ફેડ રેટ ઘટવાની અપેક્ષા ઘટી છે.
Groww શેર 5 ટકા રિકવર, અગાઉ 2 દિવસમાં 18 ટકા તૂટ્યો હતો
ટ્રેડિંગ પ્લેટફોર્મ Growwની પેરન્ટ કંપની Billionbrains Garage Ventures Ltdનો શેર સતત બે દિવસ બાદ શુક્રવારે રિકવર થયો છે. શુક્રવારે ગ્રો કંપનીનો શેર 5 ટકા સુધરીને 164.79 રૂપિયા થયો હતો. નોંધનિય છે કે, બુધવારે Groww શેર 10 ટકા અને ગુરુવારે 8 ટકા તૂટ્યો હતો. મંગળવારે Growwનો શેર 193 રૂપિયાની ટોચથી 18 ટકા સુધી ઘટ્યો છે. મંગળવારે Groww કંપનીના 30 લાખથી વધુ શેર NSE ઓપ્શન વિન્ડોમાં જતા રહ્યા હતા, કારણ કે જે ટ્રેડર્સને પોસ્ટ લિસ્ટિંગ ઘટાડાની અપેક્ષામાં શેર શોર્ટ કર્યા હતા, તે ડિલિવરી માટે શેર અરેન્જ કરી શક્યા નથી.





