Share Market Today News Highlight :શેરબજાર રિકવરી મોડમાં શુક્રવારે સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 447 પોઇન્ટ વધી 84929 અને નિફ્ટી 151 પોઇન્ટ સુધરી 25966 બંધ થયા છે. સેન્સેક્સે ઇન્ટ્રા ડે 85,067 ટોચ બનાવી હતી. આઈટી અને પસંદગીના શેરમાં તેજીથી માર્કેટ વધ્યું છે. શેરબજારમાં સાર્વત્રિક સુધારાથી તમામ ઇન્ડેક્સ વધીને બંધ થયા છે.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે મોટા સુધારે ખુલ્યા છે. ગ્લોબલ માર્કેટમાં તેજીનો માહોલ છે. સેન્સેક્સ પાછલા બંધ 84,481 સામે આજે 245 પોઇન્ટ જેટલો વધી 84,756 ખુલ્યો હતો. આઈટી અને ઓટો શેરમાં મજબૂતીથી સેન્સેક્સ 500 પોઇન્ટ જેટલો ધી 85000 લેવલને સ્પર્શ્યો હતો. એનએસઇ નિફ્ટી 95 પોઇન્ટ વધી 25,911 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 150 પોઇન્ટના સુધારે 25960 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.
ICICI પ્રુડેન્શિયલ AMC શેર લિસ્ટિંગ ધમાકેદાર, 20 ટકા રિટર્ન મળ્યું
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી આઈપીઓ શેર લિસ્ટિંગ 20 ટકાથી વધુ પ્રીમિયમ થયું છે. આજે બીએસઇ પર ICICI પ્રુડેન્શિયલ AMC શેર લિસ્ટિંગ 2606 રૂપિયાના ભાવે થયો છે. જે આઈપીઓ શેરની અપર ઇશ્યૂ પ્રાઇસ 2165 રૂપિયાથી 20 ટકાથી વધુ રિટર્ન દર્શાવે છે. તો એનએસઇ પર આ શેર 2,600 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો





