Share Market: શેરબજાર 316 પોઇન્ટ રિકવર પણ અંડરકરંટ નરમ

Share Market Today News Highlight : શુક્રવારે સેન્સેક્સ 316 પોઇન્ટ અને નિફ્ટી 117 પોઇન્ટ વધીને બંધ થયા હતા. આઈટી અને મીડિયા સિવાયના તમામ ઇન્ડેક્સ વધીને બંધ થયા હતા. જો કે માર્કેટનો અંડરકરંટ નરમ હતો.

Share Market Today News Highlight : શુક્રવારે સેન્સેક્સ 316 પોઇન્ટ અને નિફ્ટી 117 પોઇન્ટ વધીને બંધ થયા હતા. આઈટી અને મીડિયા સિવાયના તમામ ઇન્ડેક્સ વધીને બંધ થયા હતા. જો કે માર્કેટનો અંડરકરંટ નરમ હતો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market | Sensex | BSE Building

India Share Market : ભારતીય શેરબજાર Photograph: (Indian Express Photo)

Share Market Today News Highlight : શેરબજારમાં શુક્રવારે સાંકડી વધઘટે સેન્સેક્સ નિફ્ટી સાધારણ સુધારે બંધ થયા હતા. સેન્સેક્સ 316 પોઇન્ટ સુધરી 82814 અને નિફ્ટી 117 પોઇન્ટ વધી 25571 બંધ થયો હતો. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 83000 લેવલ કુદાવી  83,132 ટોચ સુધી પહોંચ્યો હતો. આઈટી અને મીડિયા સિવાયના તમામ ઇન્ડેક્સ વધીને બંધ થયા હતા. જો કે માર્કેટનો અંડરકરંટ નરમ હતો.

Advertisment

શેરબજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટના દબાણથી સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેકસ 225 પોઇન્ટ ઘટી 82,272 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 48 પોઇન્ટના ઘટાડે 25,406 ખુલ્યો હતો. એફઆઈઆઈની ભારતીય બજારમાં જંગી વેચવાલીથી ગુરુવારે 1200 પોઇન્ટથી મોટો કડાકો નોંધાયો હતો. ગુરુવારે યુએસ માર્કેટ પણ 3 ટકાથી વધુ ઘટ્યા હતા. શુક્રવારે એશિયન બજારો પણ નરમ હતા.  

FII એ ગુરુવારે ₹ 881 કરોડના શેર વેચ્યા

એફઆઈઆઈ એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારતીય બજારમાં સતત વેચવાલી કરવામાં આવી રહી છે. 19 ફેબ્રુઆરીના રોજ એફઆઈઆઈ એ ભારતીય શેરબજારમાં 881 કરોડ રૂપિયાની મૂલ્યના શેર વેચ્યા છે. શેરબજારના પ્રોવિઝનલ આંકડા મુજબ, ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026ના રોજ FII એ  8615 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા અને 9495 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આમ FIIએ કુલ 881 કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી કરી હતી. નોંધનિય છે કે, વર્ષ 2026માં અત્યાર સુધી FII એ ભારતીય બજારમાંથી 41,720 કરોડ રૂપિયાનું રોકાણ પાછું ખેંચ્યું છે. 

  • Feb 20, 2026 15:51 IST

    IT શેરમાં વેચવાલી, બેંક શેર સુધર્યા

    આઈટી શેરમાં સતત બીજા દિવસે વેચવાલીથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 315 પોઇન્ટ ઘટ્યો હતો. તો બેંક શેરમાં સુધારાથી બેંક નિફ્ટી ઇન્ડેક્સ 432 પોઇન્ટ વધ્યો હતો. આઈટી અને મીડિયા ઇન્ડેક્સ સિવાયના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ અડધો ટકો વધ્યો હતો. જો કે શેરબજારમાં વેચવાલીનું દબાણ રહેતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. બીએસઇ પર 1918 શેર વધીને જ્યારે 2264 શેર ઘટીને બંધ થયા હતા. બીએસઇની માર્કેટકેપ 466.87 લાખ કરોડ રૂપિયા થઇ હતી.

  • Feb 20, 2026 15:46 IST

    સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર

    સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 22 શેર વધીને બંધ થયા હતા. ટોપ 5 ગેઇનર શેરમાં એનટીપીસી 2.7 ટકા, લાર્સન 2.4 ટકા, એચયુએલ 1.6 ટકા, ટાટા સ્ટીલ 1.4 ટકા અને પાવરગ્રીડ 1.3 ટકા વધ્યા હતા. તો સૌથી વધુ ઘટેલા 5 શેરમાં ટેક મહિન્દ્રા 1.7 ટકા, ઇન્ફોસિસ સવા ટકા, ઇટરનલ 1.1 ટકા, એચસીએલ ટેક અને ભારતી એરટેલ 1 ટકા જેટલા ઘટ્યા હતા.

  • Advertisment
  • Feb 20, 2026 15:45 IST

    સેન્સેક્સ 316 પોઇન્ટ રિકવર, નિફ્ટી 117 પોઇન્ટ મજબૂત

    શેરબજારમાં શુક્રવારે સાંકડી વધઘટે સેન્સેક્સ નિફ્ટી સાધારણ સુધારે બંધ થયા હતા. સેન્સેક્સ 316 પોઇન્ટ સુધરી 82814 અને નિફ્ટી 117 પોઇન્ટ વધી 25571 બંધ થયો હતો. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 83000 લેવલ કુદાવી  83,132 ટોચ સુધી પહોંચ્યો હતો. 

  • Feb 20, 2026 13:32 IST

    શેરબજાર રેન્જ બાઉન્ડ, સેન્સેક્સ 300 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 25500 ઉપર

    શેરબજારમાં આજે ભારે વધઘટ જોવા મળી છે. આજે બપોરે 1 વાગે આસપાસ સેન્સેક્સ 350 પોઇન્ટ વધી 82850 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 110 પોઇન્ટ સુધરી 25550 લેવલ આસપાસ છે. સેન્સેક્સના બ્લુચીપ આઈટી શેર ઘટ્યા છે. તો એનટીપીસી, એચયુએલ, લાર્સન શેર બે ટકા જેટલા સુધર્યા છે.

  • Feb 20, 2026 09:44 IST

    FII એ ગુરુવારે ₹ 881 કરોડના શેર વેચ્યા

    એફઆઈઆઈ એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારતીય બજારમાં સતત વેચવાલી કરવામાં આવી રહી છે. 19 ફેબ્રુઆરીના રોજ એફઆઈઆઈ એ ભારતીય શેરબજારમાં 881 કરોડ રૂપિયાની મૂલ્યના શેર વેચ્યા છે. શેરબજારના પ્રોવિઝનલ આંકડા મુજબ, ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026ના રોજ FII એ  8615 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા અને 9495 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આમ FIIએ કુલ 881 કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી કરી હતી. નોંધનિય છે કે, વર્ષ 2026માં અત્યાર સુધી FII એ ભારતીય બજારમાંથી 41,720 કરોડ રૂપિયાનું રોકાણ પાછું ખેંચ્યું છે. 

બિઝનેસ શેર બજાર