Share Market News: સેન્સેક્સ 890 પોઇન્ટ ઉછાળે ખુલ્યા બાદ રસાકસીના અંતે 150 પોઇન્ટ વધી બંધ

Share Market Today News Highlight : જીએસટી ઘટવાથી સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે મોટા ઉછાળે ખુલ્યા હતા. જો કે ઉંચા મથાળે ચલણી શેરમાં વેચવાલીથી આરંભિક ઉછાળો ધોવાઇ જતા રસાકસીા અંતે સેન્સેક્સ નિફ્ટી સાધારણ સુધારે બંધ થયા હતા.

Written by Ajay Saroya
Updated : September 04, 2025 16:53 IST
Share Market News: સેન્સેક્સ 890 પોઇન્ટ ઉછાળે ખુલ્યા બાદ રસાકસીના અંતે 150 પોઇન્ટ વધી બંધ
Share Market BSE Sensex : બીએસઇ સેન્સેક્સ ભારતીય શેરબજારનો સૂચકાંક છે. (Photo: Freepik)

Share Market Today News Highlight : સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે મોટા ઉછાળે ખુલ્યા હતા, જો કે બપોર બાદ આરંભિક ઉછાળો ધોવાઇ જતા શેરબજાર સાધારણ સુધારે સાથે બંધ થયું હતું. ગુરુવારે સેન્સેક્સ 150 પઇન્ટ વધી 80718 અને નિફ્ટી 19 પોઇન્ટ સુધરી 24734 બંધ થયા હતા. ગુરુવારે સેન્સેક્સ 890 પોઇન્ટના ઉછાળે 81,456 ખુલ્યો હતો, જે ઇન્ટ્રા- ડે હાઇ લેવલ છે. ત્યાર બાદ શેરમાં વેચવાલીથી સેન્સેક્સ ઘટીને 80608 થયો હતો.

શેરબજારમાં ગુરુવારે સેન્સેક્સ નિફ્ટી મોટા ઉછાળે ખુલ્યા હતા. જીએસટી કાઉન્સિલમાં કાર, વીમા પ્રીમિયમ અને રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ પર જીએસટી ઘટાડવામાં આવતા માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. સેન્સેક્સ પાછલા બંધ 80567 થી 890 પોઇન્ટ જેટલો ઉછળી ગુરુવારે 81456 ખુલ્યો હતો. હાલ સેન્સેક્સ 670 પોઇન્ટની મજૂતીમાં 81250 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,715 લેવલથી ઉંચા ગેપમાં ગુરુવારે 24,980 ખુલ્યો હતો.

કાર બાઇક પર GST ઘટ્યો, ઓટો શેર ટોપ ગિયરમાં દોડ્યા

કાર બાઇક પર જીએસટી ઘટાડતા ઓટો શેર ટોપ ગિયરમાં દોડ્યા છે. ઓટો ઇન્ડેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો હતો. મહિન્દ્રા સવા 6 ટકા, આઇશર મોટર્સ 2.2 ટકા, ટીવીએસ મોટર 1.3 ટકા, હીરો મોટોકોર્પ 1 ટકા, ટાટા મોટર્સ, બજાજ ઓટો, ભારત ફોર્જના શેર 1 ટકા આસપાસ વધીને ટ્રેડ કરી રહ્યા છે. સરકારે જીએસટી ઘટાડતા કાર અને મોટરસાઇકલ બાઇક ખરીદવી સસ્તી થઇ છે. નાની કાર અને 350 સીસી સુધીની મોટરસાઈકલ પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા થયો છે. તો મનોરંજન માટે વપરાતી યોટ્સ અને જહાજ પર 40 ટકા જીએસટી લાગુશે.

Live Updates

માર્કેટ બ્રેડ્થ નેગેટિવ, રોકાણકારોને 1.5 લાખ કરોડનું નુકસાન

ગુરુવારે બીએસઇ પર 1809 શેર વધીને જ્યારે 2325 શેર ઘટીને બંધ થયા હતા, જેના કારણે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ હતી. બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 451.28 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે બુધવારે 452.76 લાખ કરોડ રૂપિયા હતી. આમ બુધવારે શેરબજારના રોકાણકારોને 1.50 લાખ કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું છે.

મિડકેપ અને સ્મોલકેપ ઘટ્યો, આઈટી શેર નરમ

ચલણી શેરમાં વેચવાલીથી મિડકેપ 276 પોઇન્ટ અને સ્મોલકેપ 318 પોઇન્ટ ઘટ્યા હતા. બેંક નિફ્ટ બંધ થયો હતો. તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 334 પોઇન્ટ ડાઉન હતો.

સેન્સેક્સ 150 પોઇન્ટ મજબૂત, નિફ્ટી 19 પોઇન્ટ સુધર્યો

સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે મોટા ઉછાળે ખુલ્યા હતા, જો કે બપોર બાદ આરંભિક ઉછાળો ધોવાઇ જતા શેરબજાર સાધારણ સુધારે સાથે બંધ થયું હતું. ગુરુવારે સેન્સેક્સ 150 પઇન્ટ વધી 80718 અને નિફ્ટી 19 પોઇન્ટ સુધરી 24734 બંધ થયા હતા. ગુરુવારે સેન્સેક્સ 890 પોઇન્ટના ઉછાળે 81,456 ખુલ્યો હતો, જે ઇન્ટ્રા- ડે હાઇ લેવલ છે. ત્યાર બાદ શેરમાં વેચવાલીથી સેન્સેક્સ ઘટીને 80608 થયો હતો.

સેન્સેક્સ 380 પોઇન્ટ મજબૂત, ઓટો અને FMCG શેર વધ્યા

જીએસટી દર ઘટવાથી સેન્સેક્સ નિફ્ટી મજબૂત ટ્રેડિગં કરી રહ્યા છે. બપોરે બાદ સેન્સેક્સ 380 પોઇન્ટની મજબૂતી સાથે 909300 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 100 પોઇન્ટ વધી 24800 લેવલ ઉપર છે. આજે ઓટો, એફએમસીજી શેર વધ્યા છે.

GST On Auto: જીએસટી ઘટતા કાર બાઇક ટ્રેક્ટર સસ્તા થયા; જાણો કિંમત કેટલી ઘટશે?

GST Cut On Car Bike Auto Sector : સરકારે જીએસટી ઘટાડતા કાર, બાઇક કિંમત ઘટશે. ખેડૂતોને રાહત આપતા ટ્રેક્ટર પરનો જીએસટી ઘટાડ્યો છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજી સંચાલિત વાહનો કેટલા સસ્તા થયા? ચાલો જાણીયે વિગતવાર …બધું જ વાંચો

કાર બાઇક પર GST ઘટ્યો, ઓટો શેર ટોપ ગિયરમાં દોડ્યા

કાર બાઇક પર જીએસટી ઘટાડતા ઓટો શેર ટોપ ગિયરમાં દોડ્યા છે. ઓટો ઇન્ડેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો હતો. મહિન્દ્રા સવા 6 ટકા, આઇશર મોટર્સ 2.2 ટકા, ટીવીએસ મોટર 1.3 ટકા, હીરો મોટોકોર્પ 1 ટકા, ટાટા મોટર્સ, બજાજ ઓટો, ભારત ફોર્જના શેર 1 ટકા આસપાસ વધીને ટ્રેડ કરી રહ્યા છે. સરકારે જીએસટી ઘટાડતા કાર અને મોટરસાઇકલ બાઇક ખરીદવી સસ્તી થઇ છે. નાની કાર અને 350 સીસી સુધીની મોટરસાઈકલ પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા થયો છે. તો મનોરંજન માટે વપરાતી યોટ્સ અને જહાજ પર 40 ટકા જીએસટી લાગુશે.

સરકારે GST દર ઘટાડ્યો, જાણો શું સસ્તું અને શું મોંઘ થયું?

જીએસટી સુધારણા દ્વારા મોદી સરકારે સામાન્ય લોકોને દિવાળી ભેટ આપી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી. સરકારે 12 ટકા અને 28 ટકા ટેક્સ સ્લેબ ખતમ કરી દીધા છે. હવે માત્ર બે જીએસટી સ્લેબ – 5 ટકા અને 18 ટકા લાગુ થશે. જીએસટી કાઉન્સિલના આ તમામ નિર્ણયો 22 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. જાણો જીએસટી રિફોર્મ્સ બાદ કઇ કઇ ચીજો સસ્તી અને મોંઘી થઇ છે. વધુ વાંચા અહીં ક્લિક કરો

GSTના જોશથી સેન્સેક્સ 890 પોઇન્ટ ઉછાળે ખુલ્યો

શેરબજારમાં ગુરુવારે સેન્સેક્સ નિફ્ટી મોટા ઉછાળે ખુલ્યા હતા. જીએસટી કાઉન્સિલમાં કાર, વીમા પ્રીમિયમ અને રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ પર જીએસટી ઘટાડવામાં આવતા માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. સેન્સેક્સ પાછલા બંધ 80567 થી 890 પોઇન્ટ જેટલો ઉછળી ગુરુવારે 81456 ખુલ્યો હતો. હાલ સેન્સેક્સ 670 પોઇન્ટની મજૂતીમાં 81250 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,715 લેવલથી ઉંચા ગેપમાં ગુરુવારે 24,980 ખુલ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ