/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Share-Market-Up-1.jpg)
Share Market : શેરબજાર વધ્યું છે.
Share Market Today News Highlight : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી તેજી સાથે બંધ થયા છે. સેન્સેક્સ 450 પોઇન્ટ વધી 85267 પોઇન્ટ અને નિફ્ટી 148 પોઇન્ટ વધી 26046 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 85,320 થી 84,956 હતો. યુએસ પ્રમુક ટ્રમ્પ અને ભારતના પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીત અને મિડકેક સ્મોલકેપ શેરમાં ખરીદીથી માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. શેરબજારમાં સાર્વત્રિક તેજીથી એફએમસીજીને બાદ કરતા તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ વધ્યા છે.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે નોંધપાતર સુધારે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 84,818 લેવલથી આજે 235 પોઇન્ટ વધીને 85,051 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 450 પોઇન્ટ ઉછળીને 85280 લેવલ ઉપર ટ્રેડિંગ કર રહ્યો છે. એનએસઇ નિફ્ટી 85 પોઇન્ટ વધી 25,971 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 140 પોઇન્ટ વધી 26000 લેવલ ઉપર ટ્રેડિં કરી રહ્યો છે.
એશિયન શેરબજારમાં તેજી, ક્રૂડ ઓઇલ નરમ
યુએસ ફેડ રેટ કટ બાદ એશિયા અમેરિકાના શેરબજારમાં તેજીનો માહોલ છે. ભારતનો ગીફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 110 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યો છે. જાપાનનો નિક્કેઇ 225 ઇન્ડેક્સ 425 પોઇન્ટ, સિંગાપોર શેરબજાર 52 પોઇન્ટ, હોંગકોંગ 360 પોઇન્ટ, તાઇવાન 55 પોઇન્ટ, ઈન્ડોનેશિયાના શેરબજાર 40 પોઇન્ટ વધ્યા છે. યુએસ શેરબજાર S&P રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યો છે. તો નાસ્ડેક નોંધપાત્ર રિકવર થયો હતો. આ દરમિયાન OPEC+ સમૂહ દ્વારા ઉત્પાદન વધવાના સંકેતથી ક્રૂડ ઓઇલમાં નરમાઇ જોવા મળી છે.
ડોલર સામે રૂપિયો 90.56 નવા તળિયે
ડોલર સામે રૂપિયો સતત ઘટીને નવા રેકોર્ડ લો લેવલ પહોંચ્યો છે. આજે 12 ડિસેમ્બરે 1 ડોલરનો એક્સચેન્જ રેટ 90.56 રૂપિયા બોલાયો છે, જે ઐતિહાસિક નીચો ભાવ છે. ગુરુવારે ડોલર સામે રૂપિયો 90.46 બંધ થયો હતો. શુક્રવારે ડોલર સામે રૂપિયો 90.43 ખુલ્યો હતો અને ઓપનિંગ સેશનમાં જ 24 પૈસા ઘટીને 90.56 રેકોર્ડ લો થયો હતો. શેરબજારમાં એફઆઈઆઈની વેચવાલીથી માર્કેટ પણ દબાણ આવ્યું છે.
- Dec 12, 2025 16:24 IST
શેરબજારના રોકાણકારોને 3.65 લાખ કરોડની કમાણી
બીએસઇ પર 2593 શેર વધીને અને 1593 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ થઇ હતી. આજે બીએસઇની માર્કેટકેપ 470.29 લાખ કરોડ રૂપિયા થઇ છે, જે ગઇકાલે 466.64 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ શુક્રવારે શેરબજારના રોકાણકારોને 3.65 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.
- Dec 12, 2025 16:20 IST
મેટલ, મિડકેપ અને સ્મોલકેપ ઉછળ્યા
ચલણી શેરમાં લેવલાથી મિડકેપ 526 પોઇન્ટ અને સ્મોલકેપ 327 પોઇન્ટ ઉછળીને બંધ થયા છે. શેરબજારમાં સાર્વત્રિક તેજીથી એફએમસીજીને બાદ કરતા તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ વધ્યા છે. જેમા મેટલ ઇન્ડેક્સ 878 પોઇન્ટ મજબૂત થયો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 571 પોઇન્ટ, કેપિટલ ગુડ્સ 508 પોઇન્ટ, ઓઇલ ગેસ 335 પોઇન્ટ, ઓટો 305 પોઇન્ટ વધ્યા છે.
- Dec 12, 2025 16:17 IST
સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર
સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 23 સ્ટોક વધીને બંધ થયા હતા. જેમા ટાટા સ્ટીલ 3.4 ટકા, ઇટરનલ 2.4 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.3 ટકા, લાર્સન 1.7 ટકા અને મારૂતિ સુઝુકી દોઢ ટકા વધીને બંધ થયા છે. તો ટોપ 5 લુઝર શેરમાં પાવર ગ્રીડ, એશિયન પેઇન્ટ, આઈટીસી, સન ફાર્મા અને એચયુએલ અડધા થી 2 ટકા આસપાસ નરમ હતા.
- Dec 12, 2025 16:15 IST
સેન્સેક્સ 450 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 26000 ઉપર બંધ
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી તેજી સાથે બંધ થયા છે. સેન્સેક્સ 450 પોઇન્ટ વધી 85267 પોઇન્ટ અને નિફ્ટી 148 પોઇન્ટ વધી 26046 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 85,320 થી 84,956 હતો. યુએસ પ્રમુક ટ્રમ્પ અને ભારતના પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીત અને મિડકેક સ્મોલકેપ શેરમાં ખરીદીથી માર્કેટનું સેન્ટિમેન્ટ સુધર્યું છે.
- Dec 12, 2025 10:46 IST
ડોલર સામે રૂપિયો 90.56 નવા તળિયે
ડોલર સામે રૂપિયો સતત ઘટીને નવા રેકોર્ડ લો લેવલ પહોંચ્યો છે. આજે 12 ડિસેમ્બરે 1 ડોલરનો એક્સચેન્જ રેટ 90.56 રૂપિયા બોલાયો છે, જે ઐતિહાસિક નીચો ભાવ છે. ગુરુવારે ડોલર સામે રૂપિયો 90.46 બંધ થયો હતો. શુક્રવારે ડોલર સામે રૂપિયો 90.43 ખુલ્યો હતો અને ઓપનિંગ સેશનમાં જ 24 પૈસા ઘટીને 90.56 રેકોર્ડ લો થયો હતો. શેરબજારમાં એફઆઈઆઈની વેચવાલીથી માર્કેટ પણ દબાણ આવ્યું છે.
- Dec 12, 2025 10:42 IST
Silver Record High : ચાંદીનો ભાવ ₹ 2 લાખ નજીક પહોંચ્યો, સોના કરતા બમણું રિટર્ન
Gold Silver Rate Today : સોના કરતા ચાંદીના ભાવ ઝડપથી વધીને 2 લાખ રૂપિયાની નજીક પહોંચ્યા છે. વર્ષ 2025માં ચાંદી 117 ટકા ઉછળી છે અને આગામી સમયમાં તેજી યથાવત રહેવાની ધારણા છે. ...સંપૂર્ણ માહિતી
- Dec 12, 2025 09:46 IST
એશિયન શેરબજારમાં તેજી, ક્રૂડ ઓઇલ નરમ
યુએસ ફેડ રેટ કટ બાદ એશિયા અમેરિકાના શેરબજારમાં તેજીનો માહોલ છે. ભારતનો ગીફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 110 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યો છે. જાપાનનો નિક્કેઇ 225 ઇન્ડેક્સ 425 પોઇન્ટ, સિંગાપોર શેરબજાર 52 પોઇન્ટ, હોંગકોંગ 360 પોઇન્ટ, તાઇવાન 55 પોઇન્ટ, ઈન્ડોનેશિયાના શેરબજાર 40 પોઇન્ટ વધ્યા છે. યુએસ શેરબજાર S&P રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યો છે. તો નાસ્ડેક નોંધપાત્ર રિકવર થયો હતો. આ દરમિયાન OPEC+ સમૂહ દ્વારા ઉત્પાદન વધવાના સંકેતથી ક્રૂડ ઓઇલમાં નરમાઇ જોવા મળી છે.
- Dec 12, 2025 09:44 IST
સેન્સેક્સ 450 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 26000 પાર
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે નોંધપાતર સુધારે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 84,818 લેવલથી આજે 235 પોઇન્ટ વધીને 85,051 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 450 પોઇન્ટ ઉછળીને 85280 લેવલ ઉપર ટ્રેડિંગ કર રહ્યો છે. એનએસઇ નિફ્ટી 85 પોઇન્ટ વધી 25,971 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 140 પોઇન્ટ વધી 26000 લેવલ ઉપર ટ્રેડિં કરી રહ્યો છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us