Share Market News: GST રિફોર્મ્સથી શેરબજાર જોશમાં, સેન્સેક્સ 676 પોઇન્ટ ઉછળ્યો, રોકાણકારો 6 લાખ કરોડ કમાયા

Share Market Today News Hgihlight : જીએસટી રેટ ઘટવાની અપેક્ષાએ સોમવારે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 676 પોઇન્ટ અને નિફ્ટી 245 પોઇન્ટ વધ્યા છે. મારૂતિ સુઝુકી 9 ટકા સહિત ઓટો શેરમાં તેજી જોવા મળી છે.

Written by Ajay Saroya
Updated : August 18, 2025 16:54 IST
Share Market News: GST રિફોર્મ્સથી શેરબજાર જોશમાં, સેન્સેક્સ 676 પોઇન્ટ ઉછળ્યો, રોકાણકારો 6 લાખ કરોડ કમાયા
Share Market BSE Sensex : બીએસઇ સેન્સેક્સ ભારતીય શેરબજારનો સૂચકાંક છે. (Photo: Freepik)

Share Market Today News Highlight : શેરબજારમાં સોમવારે મોટા ઉછાળે ખુલવાની સાથે સેન્સેક્સ નિફ્ટી પોઝિટિવ ઝોનમાં બંધ થયા હતા. સોમવારે સેન્સેક્સ 676 પોઇન્ટ વધી 81,273 બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 1100 પોઇન્ટથી વધુ ઉછળી 81765 ટોચે પહોંચ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 245 પોઇન્ટ વધી 24877 બંધ થયો છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જીએસટી રિફોર્મ્સના ઘોષણા બાદ શેરબજારમાં તેજી આવી છે. ઓટો, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર નોંધપાત્ર વધ્યા છે.

શેરબજારમાં નવા સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ નિફ્ટી મોટા ઉછાળે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 80597 સામે સોમવારે 718 પોઇન્ટ ઉછળી 81315 ખુલ્યો હતો. ઓટો અને ફાઈનાન્સ શેરમાં તેજીથી સેન્સેક્સ ઓપનિંગ સેશનમાં જ 100 પોઇન્ટથી વધુ ઉછળી 81619 ટોચે પહોંચ્યો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24631 સામે મોટા ઉછાળે સોમવારે 24938 ખુલ્યો હતો.

ઓટો ઇન્ડેક્સ 2000 પોઇન્ટ ઉછળ્યો, મારૂતિ, હીરો મોટો 7 ટકા વધ્યા

આજે શેરબજારમાં ઉછાળા પાછળ ઓટો શેરમાં તેજી જવાબદાર છે. બીએસઇ ઓટો ઇન્ડેક્સ પાછલા બંધ 53937 લેવલથી મોટા ઉછાળે સોમવારે 55117 ખુલ્યો હતો. ઓટો શેરમાં તેજીથી ઓટો ઇન્ડેક્સ 2000 પોઇન્ટ જેટલો ઉછળી 56000 લેવલ કુદાવી ગયો હતો. ઓટો ઇન્ડેક્સ તમામ 20 શેર વધ્યા હતા. શેરબજારના શરૂઆતના સેશનમાં હીરો મોટો 7.5 ટકા, હ્યુન્ડાઇ 7 ટકા, મારૂતિ 7 ટકા, અશોક લેલેન્ડ 6.5 ટકા, ટીવીએસ મોટર્સ 6.2 ટકા, બજાજ ઓટો 4.5 ટકા, મહિન્દ્રા મહિન્દ્રા 4 ટકા વધ્યા હતા.

કન્ઝ્યુર ડ્યુરબેલ્સ ઇન્ડેક્સ 1350 પોઇન્ટ ઉછળ્યો

બીએસઇ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ 1350 પોઇન્ટ ઉછળ્યી 60,531 લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. કલ્યાણ જ્વેલર્સને બાદ કરતા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સના તમામ 12 શેર વધ્યા હતા. જેમાં બ્લુસ્ટાર 7.5 ટકા, પીજીઇએલ 7.2 ટકા, વોલ્ટાસ 6.2 ટકા, વ્હર્લપુલ, હેવેલ્સ, ડિક્સન, બાટા ઈન્ડિયા, ક્રોપ્ટન, બર્ગર પેઇન્ટ, એશિયન પેઇન્ટના શેર 5 થી અડધા ટકા સુધી વધ્યા હતા.

Live Updates

શેરબજારના રોકાણકારોને 6 લાખ કરોડની કમાણી

શેરબજારમાં તેજીથી રોકાણકારોને 6 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. સોમવારે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 450.96 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે અગાઉ 444.78 લાખ કરોડ રૂપિયા થઇ હતી. બીએસઇ 2562 શેર વધીને જ્યારે 1627 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ થઇ હતી.

મારૂતિ સુઝુકી 9 ટકા વધ્યો, ઓટો શેર તેજીમાં

જીએસટી ઘટવાની અપેક્ષાએ ઓટો કંપનીઓના શેર વધ્યા હતા. સેન્સેક્સના 30 માંથી 20 બ્લુચીપ શેર વધ્યા હતા. જેમા મારૂતિ 9 ટકા, બજાજ ફાઈના 5 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 3.7 ટકા, બજાજા ફિનસર્વ 3.8 ટકા અને મહિન્દ્રા 3.5 ટકા વધી સેન્સેક્સના ટોપ 5 ગેઇનર શેર બન્યા હતા. એનએસઇ નિફ્ટી 50 ઇન્ડેક્સના 38 શેર વધીને બંધ થયા હતા.

સેન્સેક્સ 676 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 245 પોઇન્ટ વધ્યો

શેરબજારમાં સોમવારે મોટા ઉછાળે ખુલવાની સાથે સેન્સેક્સ નિફ્ટી પોઝિટિવ ઝોનમાં બંધ થયા હતા. સોમવારે સેન્સેક્સ 676 પોઇન્ટ વધી 81,273 બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 1100 પોઇન્ટથી વધુ ઉછળી 81765 ટોચે પહોંચ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 245 પોઇન્ટ વધી 24877 બંધ થયો છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જીએસટી રિફોર્મ્સના ઘોષણા બાદ શેરબજારમાં તેજી આવી છે. ઓટો, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર નોંધપાત્ર વધ્યા છે.

ANB મેટલ કાસ્ટ શેર લિસ્ટિંગ ધમાકેદાર, રોકાણકારોને 11 ટકા વળતર

એએનબી મેટલ કાસ્ટ કંપનીનું શેર લિસ્ટિંગ ધમાકેદાર થયું છે. એએનબી મેટલ કાસ્ટ કંપનીનો શેર 156 રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ સામે આજે NSE SME પર 164 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો છે. એટલે કે શેર 5.13 ટકા પ્રીમિયમે લિસ્ટેડ થયો છે. લિસ્ટિંગ બાદ શેર તેજીની સર્કિટમાં ઉછળીને 172 રૂપિયા સુધી પહોંચ્યો હતો. આમ રોકાણકારોને શેર લિસ્ટિંગના પ્રથમ દિવસે જ 10.38 ટક રિટર્ન મળ્યું છે.

GST On Car Bike : દિવાળી પહેલા કાર, બાઇક સસ્તી થશે! સરકાર લેશે આ મહત્વપૂર્ણ નિર્ણય

Car Bike May Cheaper Before Diwali : દિવાળી પહેલા બાઇક, કાર જેવા પેસેન્જર વ્હીકલ સસ્તા થઇ શકે છે. હાલ આ વાહનો પર 28 ટકા જીએસટી અને સેસ વસૂલવામાં આવે છે. ટુંક સમયમાં સરકાર જીએસટી દરમાં સંશોધન કરી ઓટો સેક્ટરને બુસ્ટર ડોઝ આપી શકે છે. …વધુ માહિતી

IPO This Week: નવા સપ્તાહે વિક્રમ સોલાર, પટેલ રિટેલ સહિત 8 આઈપીઓ ખુલશે, 6 કંપનીના શેર લિસ્ટિંગ થશે

IPO Open And Share Listing This Week : 18 ઓગસ્ટથી થયેલા અઠવાડિયામાં નવા 8 આઈપીઓ ખુલશે, જેમા 5 મેઇનબોર્ડ સેગમેન્ટના છે. ઉપરાંત શેરબજારમાં 6 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. …સંપૂર્ણ વાંચો

કન્ઝ્યુર ડ્યુરબેલ્સ ઇન્ડેક્સ 1350 પોઇન્ટ ઉછળ્યો

બીએસઇ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ 1350 પોઇન્ટ ઉછળ્યી 60,531 લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. કલ્યાણ જ્વેલર્સને બાદ કરતા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સના તમામ 12 શેર વધ્યા હતા. જેમાં બ્લુસ્ટાર 7.5 ટકા, પીજીઇએલ 7.2 ટકા, વોલ્ટાસ 6.2 ટકા, વ્હર્લપુલ, હેવેલ્સ, ડિક્સન, બાટા ઈન્ડિયા, ક્રોપ્ટન, બર્ગર પેઇન્ટ, એશિયન પેઇન્ટના શેર 5 થી અડધા ટકા સુધી વધ્યા હતા.

ઓટો ઇન્ડેક્સ 2000 પોઇન્ટ ઉછળ્યો, મારૂતિ, હીરો મોટો 7 ટકા વધ્યા

આજે શેરબજારમાં ઉછાળા પાછળ ઓટો શેરમાં તેજી જવાબદાર છે. બીએસઇ ઓટો ઇન્ડેક્સ પાછલા બંધ 53937 લેવલથી મોટા ઉછાળે સોમવારે 55117 ખુલ્યો હતો. ઓટો શેરમાં તેજીથી ઓટો ઇન્ડેક્સ 2000 પોઇન્ટ જેટલો ઉછળી 56000 લેવલ કુદાવી ગયો હતો. ઓટો ઇન્ડેક્સ તમામ 20 શેર વધ્યા હતા. શેરબજારના શરૂઆતના સેશનમાં હીરો મોટો 7.5 ટકા, હ્યુન્ડાઇ 7 ટકા, મારૂતિ 7 ટકા, અશોક લેલેન્ડ 6.5 ટકા, ટીવીએસ મોટર્સ 6.2 ટકા, બજાજ ઓટો 4.5 ટકા, મહિન્દ્રા મહિન્દ્રા 4 ટકા વધ્યા હતા.

સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો, ઓટો શેરમાં તેજી

શેરબજારમાં નવા સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ નિફ્ટી મોટા ઉછાળે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 80597 સામે સોમવારે 718 પોઇન્ટ ઉછળી 81315 ખુલ્યો હતો. ઓટો અને ફાઈનાન્સ શેરમાં તેજીથી સેન્સેક્સ ઓપનિંગ સેશનમાં જ 100 પોઇન્ટથી વધુ ઉછળી 81619 ટોચે પહોંચ્યો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24631 સામે મોટા ઉછાળે સોમવારે 24938 ખુલ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ