/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Share-Market-High.jpg)
NBCC India Share High : પ્રતિકાત્મક તસવીર (Freepik) Photograph: (Freepik)
Share Market Today News Highlight : શેરબજારમાં ત્રણ દિવસની મંદીને બ્રેક લાગી અને સેન્સેક્સ નિફ્ટી સુધારે બંધ થયા હતા. ગુરુવારે સેન્સેક્સ 398 પોઇન્ટ વધી 82307 અને નિફ્ટી 132 પોઇન્ટ બાઉન્સ બેક થઇ 25289 બંધ થયો છે. ઉછાળે ખુલ્યા બાદ સેન્સેક્સ 850 પોઇન્ટથી વધુ વધીને 82,783 ઇન્ટ્રા ડે પર પહોંચ્યો હતો. આજે બેંક, આઈટી અને સ્મોલકેપ શેર વધ્યા હતા. આજે શેરબજારમાં રિકવરીથી રોકાણકારોની સંપત્તિ 4 લાખ કરોડ રૂપિયા વધી હતી.
શેરબજારમાં ત્રણ દિવસની મંદી બાદ ગુરુવારે સેન્સેક્સ નિફ્ટીમાં નીચી સપાટીથી નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ગુરુવારે સેન્સેક્સ 550 પોઇન્ટ ઉછળી 82459 ખુલ્યો હતો, જ્યારે પાછલા દવસે 81909 બંધ થયો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 800 પોઇન્ટથી વધુ ઉછળ્યો અને 82730 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25157 સામે આજે 220 પોઇન્ટ જેટલો ઉછળી 25344 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 245 પોઇન્ટ વધી 25400 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.
યુરોપિયન દેશો પર હાલ ટ્રમ્પ ટેરિફ ટળી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા યુરોપિયન દેશો પર ટેરિફ લાદવાની ધમકી પાછી ખેંચતા અને ગ્રીનલેન્ડ પર NATO સાથે એક ડીલના ફ્રેમવર્કની ઘોષણા કરી છે. આ એકંદરે સારા સમાચારથી દુનિયાભરના શેરબજારોએ રાહતનો શ્વાસ લીધો છે.
ઇટરનલ શેર 2 ટકા વધ્યો, દીપિન્દર ગોયલનું CEO પદેથી રાજીનામું
ઇટરનલનો પર આજે 2 ટકા જેટલો વધીને 304 રૂપિયા સુધી પહોંચ્યો હતો. આજે બીએસઇ પર ઇટરનલ લિમિટેડનો શેર વધીને 300 રૂપિયા ખુલ્યો હતો જ્યારે ગઇકાલનો બંધ ભાવ 283 રૂપિયા હતો. નોંધનિય છે કે, ઝોમેટો એટલે કે ઇટરનલ કંપનીના મેનેજમેન્ટમાં મોટા ફેરફાર થયા છે. ઓનલાઇન ફુડ ડિલિવરી ઝોમેટો અને બ્લિંકિટની પેરેન્ટ કંપની ઇટરનલના સ્થાપક દીપિન્દર ગોયલે કંપનીના ગ્રુપના સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે.
- Jan 22, 2026 16:17 IST
રોકાણકારોની સંપત્તિ 4 લાખ કરોડ રૂપિયા વધી
શેરબજારમાં રિકવરીથી રોકાણકારોની સંપત્તિ 4 લાખ કરોડ રૂપિયા વધી હતી. આજે ગુરુવારે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 458.52 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે ગઇકાલે 454.09 લાખ કરોડ રૂપિયા હતી. બીએસઇ 1280 શેર ઘટીને જ્યારે 2951 શેર વધીને બંધ રહેતા માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ થઇ હતી.
- Jan 22, 2026 16:14 IST
મિડકેપ, સ્મોલકેપ અને કેપિટલ ગુડ્સમાં ઉછાળો
ચલણી શેરમાં લેવાલીથી મિડકેપ 568 પોઇન્ટ, સ્મોલકેપ 537 પોઇન્ટ વધ્યા હતા. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 1255 પોઇન્ટ, બેંકેક્સ 556 પોઇન્ટ, મેટલ 504 પોઇન્ટ, આઈટી 319 પોઇન્ટ, હેલ્થકેર 458 પોઇન્ટ રિકવર થયા છે.
- Jan 22, 2026 16:11 IST
સેન્સેક્સના ટોપ 5 ગેઇનર અને લુઝર શેર
શેરબજારની રિકવરીમાં સેન્સેક્સના 30 માંથી 24 બ્લુચીપ શેર વધીને બંધ થયા હતા. સેન્સેક્સના ટોપ 5 ગેઇનર શેરમાં બીઇએલ 3.8 ટકા, ટાટા સ્ટીલ 2.7 ટકા, અદાણી પોર્ટ્સ 2.6 ટકા, એસબીઆઈ 2 ટકા અને બજાજ ફિનસર્વ 1.8 ટકા વધ્યા હતા. તો સૌથી વધુ ઘટેલા 5 શેરમાં ઇટરનલ 2.6 ટકા, ટાયટન 1.5 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક, રિલાયન્સ અને એચડીએફસી બેંક સાધારણ ઘટ્યા હતા.
- Jan 22, 2026 16:08 IST
શેરબજારમાં 3 દિવસની મંદી અટકી, સેન્સેક્સ 398 પોઇન્ટ રિકવર,
શેરબજારમાં ત્રણ દિવસની મંદીને બ્રેક લાગી અને સેન્સેક્સ નિફ્ટી સુધારે બંધ થયા હતા. ગુરુવારે સેન્સેક્સ 398 પોઇન્ટ વધી 82307 અને નિફ્ટી 132 પોઇન્ટ બાઉન્સ બેક થઇ 25289 બંધ થયો છે. ઉછાળે ખુલ્યા બાદ સેન્સેક્સ 850 પોઇન્ટથી વધુ વધીને 82,783 ઇન્ટ્રા ડે પર પહોંચ્યો હતો. આજે બેંક, આઈટી અને સ્મોલકેપ શેર વધ્યા હતા.
- Jan 22, 2026 13:39 IST
શેરબજારમાં આરંભિક ઉછાળો ધોવાયો, સેન્સેક્સ 82000 ઉપર મજબૂત
શેરબજારમાં આંરભિક સુધારો ધોવાઇ જતા સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે. આજે ટ્રેડિંગી શરૂઆતમાં સેન્સેક્સ 82783 ઇન્ટ્રા ડેમાં ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. હાલ સેન્સેક્સ 100 પોઇન્ટની મજબૂતીમાં 82000 લેવલ ઉપર છે. એનએસઇ નિફ્ટી 25200 લેવલ ઉપર મજબૂત છે. હેવીવેઇટ્સ રિલાયન્સ, બેંક અને ઓટો શેર તૂટ્યા છે.
- Jan 22, 2026 09:51 IST
ઇટરનલ શેર 2 ટકા વધ્યો, દીપિન્દર ગોયલનું CEO પદેથી રાજીનામું
ઇટરનલનો પર આજે 2 ટકા જેટલો વધીને 304 રૂપિયા સુધી પહોંચ્યો હતો. આજે બીએસઇ પર ઇટરનલ લિમિટેડનો શેર વધીને 300 રૂપિયા ખુલ્યો હતો જ્યારે ગઇકાલનો બંધ ભાવ 283 રૂપિયા હતો. નોંધનિય છે કે, ઝોમેટો એટલે કે ઇટરનલ કંપનીના મેનેજમેન્ટમાં મોટા ફેરફાર થયા છે. ઓનલાઇન ફુડ ડિલિવરી ઝોમેટો અને બ્લિંકિટની પેરેન્ટ કંપની ઇટરનલના સ્થાપક દીપિન્દર ગોયલે કંપનીના ગ્રુપના સીઈઓ પદેથી રાજીનામું આપી દીધું છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
- Jan 22, 2026 09:47 IST
યુરોપિયન દેશો પર હાલ ટ્રમ્પ ટેરિફ ટળી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા યુરોપિયન દેશો પર ટેરિફ લાદવાની ધમકી પાછી ખેંચતા અને ગ્રીનલેન્ડ પર NATO સાથે એક ડીલના ફ્રેમવર્કની ઘોષણા કરી છે. આ એકંદરે સારા સમાચારથી દુનિયાભરના શેરબજારોએ રાહતનો શ્વાસ લીધો છે.
- Jan 22, 2026 09:43 IST
સેન્સેક્સ 800 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 250 પોઇન્ટ રિકવર
શેરબજારમાં ત્રણ દિવસની મંદી બાદ ગુરુવારે સેન્સેક્સ નિફ્ટીમાં નીચી સપાટીથી નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ગુરુવારે સેન્સેક્સ 550 પોઇન્ટ ઉછળી 82459 ખુલ્યો હતો, જ્યારે પાછલા દવસે 81909 બંધ થયો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 800 પોઇન્ટથી વધુ ઉછળ્યો અને 82730 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25157 સામે આજે 220 પોઇન્ટ જેટલો ઉછળી 25344 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 245 પોઇન્ટ વધી 25400 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us