Share Market: શેરબજારમાં 2072 પોઇન્ટની તોફાની તેજી, રોકાણકારોને અધધધ 12 લાખ કરોડની કમાણી

Share Market Today News Highlight : સેન્સેક્સ મંગળવારે 2072 પોઇન્ટ વધીને 83739 અને એનએસઇ 639 પોઇન્ટ વધી 25727 બંધ થયા છે. યુએસ ભારત વેપાર કરારથી શેરબજારમાં તેજી આવી છે અને તમામ ઇન્ડેક્સ વધીને બંધ થયા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market: શેરબજારમાં તેજીના 5 કારણ, સેન્સેક્સ 84700 નજીક, નિફ્ટી ઓલટાઇમ હાઇ

Share Market Jamps: શેરબજારમાં ઉછાળો. Photograph: (Freepik)

Share Market Today News Live Update In Gujarati : શેરબજાર સૂંચકાંક સેન્સેક્સ નિફ્ટી માટે મંગળવારનો દિવસ મંગળ બની રહ્યો હતો. સેન્સેક્સ 3600 પોઇન્ટ ઉછાળે ખુલ્યા બાદ સેશનનાઅંતે 2072 પોઇન્ટ વધીને 83739 બંધ થયો છે. તો એનએસઇ 639 પોઇન્ટ વધી 25727 બંધ થયો છે. નવ મહિનાના સૌથી મોટા ઇન્ટ્રા ડે ઉછાળે સેન્સેક્સ 85,871 અને નિફ્ટી 26,341 ઉંચી સપાટીને સ્પર્શ્યા હતા. યુએસ ભારત વેપાર કરારથી શેરબજારમાં ઉછાળો આવ્યો છે. બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ વધીને બંધ થયા છે. 

Advertisment

યુએસ ભારત ટ્રેડ ડીલની ઘોષણા બાદ શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 3657 પોઇન્ટ ઉછળી 85323 ખુલ્યો છે. આઈટીસીને બાદ કરતા સેન્સેક્સના તમામ બ્લુચીપ 1 ટકાથી 7 ટકા સુધી ઉછળ્યા હતા. એનએસઇ નિફ્ટી 1220 ઉછળી 26308 ખુલ્યો છે.

ડોલર સામે રૂપિયો 110 પૈસા મજબૂત ખુલ્યો

શેરબજારમાં ઉછાળા સાથે ડોલર સામે રૂપિયો પણ ઘણો મજબૂત ખુલ્યો છે. મંગળવારે ફોરેક્સ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 110 પૈસા ઉછળી 90.40 ખુલ્યો છે. સોમવારે ડોલર સામે રૂપિયો 91.50 બંધ થયો હતો. યુએસ ભારત વેપાર સોદાની ઘોષણા બાદ રૂપિયો મજબૂત થયો છે. વેપાર સોદામાં ભારત પર ટ્રમ્પ ટેરિફ 50 ટકાથી ઘટીને 18 ટકા થયો છે. ટ્રમ્પ ટેરિફ ઘટવાથી ભારતના વેપાર ઉદ્યોગને મોટો ફાયદો થવાનો છે.  

યુએસ ભારત વેપાર સોદાની જાહેરાત

યુએસ ભારત ટ્રેડ ડીલની ઘોષણા થઇ છે. આ વેપાર સોદામાં ભારત પર ટ્રમ્પ ટેરિફ 50 ટકાથી ઘટીને 18 ટકા થઇ જશે. આ ટ્રેડ ડીલની ઘોષણા કરતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુંકે, ભારત પર ટેરિફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે. ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા મામલે લાદવામાં આવેલો 25 ટકા વધારાનો ટેરિફ નાબૂદ કરવામાં આવ્યો છે. યુએસ સાથે વેપાર સોદાથી ભારતના વેપાર ધંધાને મોટો ફાયદો થશે. 

Advertisment

  • Feb 03, 2026 16:13 IST

    શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં અધધધ 12 લાખ કરોડનો વધારો

    બજેટ 2026 બાદ સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે વધતા શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો છે. આજે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટલાઇઝેશન 467.10 લાખ કરોડ રૂપિયા થયું છે, જે ગઇકાલે 455.03 લાખ કરોડ રૂપિયા હતું. આમ એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં અધધધ 12 લાખ કરોડ રૂપિયાનો વધારો છે.

  • Feb 03, 2026 16:11 IST

    શેરબજારમાં સાર્વત્રિક તેજી, તમામ ઇન્ડેક્સ વધ્યા

    શેરબજારમાં આજની સાર્વત્રિક તેજીમાં બીએસઇના તમામ ઇન્ડેક્સ વધ્યા હતા. જેમા સૌથી વધુ કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 2422 પોઇન્ટ, ઓટો 1710 પોઇન્ટ, બેંકેક્સ 1530 પોઇન્ટ, હેલ્થકેર 1164 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1433 પોઇન્ટ, મેટલ 1082 પોઇન્ટ વધ્યા હતા. તો બેંક નિફ્ટી 1422 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 532 પોઇન્ટ વધ્યા હતા.

  • Feb 03, 2026 16:06 IST

    સેન્સેક્સના 28 શેર વધ્યા

    શેરબજારની સાર્વત્રિક તેજીમાં આજે સેન્સેક્સના 28 બ્લુચીપ શેર વધ્યા હતા. જેમા અદાણી પોર્ટ્સ 9.1 ટકા, બજાજ ફાઈનાન્સ, 6.7 ટકા, ઇન્ડિગો 5.5 ટકા, પાવરગ્રીડ 4.8 ટકા, સન ફાર્મા 4.5 ટકા, બજાજ ફિનસર્વ 4.3 ટકા, એસબીઆઈ 3.5 ટકા વધ્યા હતા. તો બીજી બાજુ ટેક મહિન્દ્રા અડધો ટકા અને બીઇએલ સાધારણ ઘટ્યા હતા.

  • Feb 03, 2026 16:04 IST

    શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 2072 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 25700 ઉપર બંધ 

    શેરબજાર સૂંચકાંક સેન્સેક્સ નિફ્ટી માટે મંગળવારનો દિવસ મંગળ બની રહ્યો હતો. સેન્સેક્સ 3600 પોઇન્ટ ઉછાળે ખુલ્યા બાદ સેશનનાઅંતે 2072 પોઇન્ટ વધીને 83739 બંધ થયો છે. તો એનએસઇ 639 પોઇન્ટ વધી 25727 બંધ થયો છે. નવ મહિનાના સૌથી મોટા ઇન્ટ્રા ડે ઉછાળે સેન્સેક્સ 85,871 અને નિફ્ટી 26,341 ઉંચી સપાટીને સ્પર્શ્યા હતા. યુએસ ભારત વેપાર કરારથી શેરબજારમાં ઉછાળો આવ્યો છે. બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ વધીને બંધ થયા છે. 

  • Feb 03, 2026 09:46 IST

    યુએસ ભારત વેપાર સોદાની જાહેરાત

    યુએસ ભારત ટ્રેડ ડીલની ઘોષણા થઇ છે. આ વેપાર સોદામાં ભારત પર ટ્રમ્પ ટેરિફ 50 ટકાથી ઘટીને 18 ટકા થઇ જશે. આ ટ્રેડ ડીલની ઘોષણા કરતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુંકે, ભારત પર ટેરિફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે. ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા મામલે લાદવામાં આવેલો 25 ટકા વધારાનો ટેરિફ નાબૂદ કરવામાં આવ્યો છે. યુએસ સાથે વેપાર સોદાથી ભારતના વેપાર ધંધાને મોટો ફાયદો થશે.

  • Feb 03, 2026 09:42 IST

    ડોલર સામે રૂપિયો 110 પૈસા મજબૂત ખુલ્યો

    શેરબજારમાં ઉછાળા સાથે ડોલર સામે રૂપિયો પણ ઘણો મજબૂત ખુલ્યો છે. મંગળવારે ફોરેક્સ માર્કેટમાં યુએસ ડોલર સામે રૂપિયો 110 પૈસા ઉછળી 90.40 ખુલ્યો છે. સોમવારે ડોલર સામે રૂપિયો 91.50 બંધ થયો હતો. યુએસ ભારત વેપાર સોદાની ઘોષણા બાદ રૂપિયો મજબૂત થયો છે. વેપાર સોદામાં ભારત પર ટ્રમ્પ ટેરિફ 50 ટકાથી ઘટીને 18 ટકા થયો છે. ટ્રમ્પ ટેરિફ ઘટવાથી ભારતના વેપાર ઉદ્યોગને મોટો ફાયદો થવાનો છે.  

  • Feb 03, 2026 09:38 IST

    સેન્સેક્સ 3600 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 1220 ઉછળી 26300 પાર

    યુએસ ભારત ટ્રેડ ડીલની ઘોષણા બાદ શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 3657 પોઇન્ટ ઉછળી 85323 ખુલ્યો છે. આઈટીસીને બાદ કરતા સેન્સેક્સના તમામ બ્લુચીપ 1 ટકાથી 7 ટકા સુધી ઉછળ્યા હતા. એનએસઇ નિફ્ટી 1220 ઉછળી 26308 ખુલ્યો છે.

શેર બજાર બિઝનેસ