Share Market Today News Highlight: શેરબજાર સતત ત્રીજા દિવસે ઘટાડે બંધ થયા છે. સોમવારે સેન્સેક્સ 572 પોઇન્ટ ઘટી 80891 અને નિફ્ટી 156 પોઇન્ટ ઘટી 24680 બંધ થયો છે. આમ સેન્સેક્સ 81000 અને નઇફ્ટી 24700ના સપોર્ટ લેવલ નીચે બંધ થયા છે. છેલ્લા 3 દિવસમાં સેન્સેક્સ 1835 પોઇન્ટ અને નિફ્ટી 500 પોઇન્ટથી વધુ ઘટ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં મિડકેપ ઇન્ડેક્સ 2 ટકા અને સ્મોલકેપ 3.5 ટકા તૂટ્યો છે. છેલ્લા 3 દિવસમાં શેરબજારના રોકાણકારોને 12 લાખ કરોડથી વધુ નુકસાન થયું છે.
સેન્સેક્સ 200 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી નરમ
સેન્સેક્સ પાછલા બંધ 81463 લેવલથી નીચા ગેપમાં આજે 81299 ખુલ્યો હતો. ખાનગી બેંક અને આઈટી શેરમાં નરમાઇથી સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ ઘટ્યો હતો અને 81100 લેવલ નીચે ઉતરી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24837 લેવલથી નીચા ગેપમાં આજે 24782 ખુલ્યો હતો. હવે સેન્સેક્સ માટે 81000 અને નિફ્ટી 24500 મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ છે.
અમેરિકા EU પર 15 ટકા ટેરિફ વસૂલશે
અમેરિકા અને યુરોપ યુનિયન વચ્ચે વેપાર સોદો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્કોટલેન્ડમાં યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે બેઠક બાદ વેપાર સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. જે મુજબ યુરોપ માંથી આયાત થતી ચીજો પર અમેરિકા 15 ટકા ટેરિફ વસૂલશે. નવા ટેરિફ રેટ 1 ઓગસ્ટથી લાગુ થશે. ફાર્મા પ્રોડક્ટ પર પણ 15 ટકા ટેરિફ લાદવામાં આવી છે. EU 750 અબજ ડોલરના યુએસ એનર્જી પ્રોડક્ટ ખરીદશે. યુરોપિયન યુનિયન અમેરિકામાં 600 અબજ ડોલરનું રોકાણ કરશે. આ વેપાર સોદા મુજબ અમુક ચીજો પર ટેરિફ સંપૂર્ણપણ નાબૂદ કરવામાં આવી છે તો અમુક પર 50 ટકા ટેરિફ યથાવત્ રહેશે.





