/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/BSE-Share-Market.jpg)
BSE Indian Stock Exchange : બીએસઇ ભારતનું સૌથી જુનું સ્ટોક એક્સચેન્જ (Express Archives)
Share Market Today News Highlight : શેરબજારમાં આરંભથી અંત પોઝિટિવ ટ્રેડ રહેતા સોમવારે સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 319 પોઇન્ટ વધી 83535 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 83,754 થી 83,197 હતી. એનએસઇ 82 પોઇન્ટ સુધરી 25574 બંધ થયો છે. શેરબજારના સુધારામાં આઈટી અને બેંક શેરનું યોગદાન વધારે હતું. બ્લુચીપ શેર ટ્રેન્ટ 7.4 ટકા ઘટી સેન્સેક્સનો ટોપ લૂઝર શેર બન્યો હતો.
શેરબજાર સોમવારે નરમ ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 83,216 સામે આજે 83,198 ખુલ્યો હતો. ત્યાર પછી આઈટી સહિત પસંદગીના શેરમાં લેવાલીથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 150 પોઇન્ટ જેટલો સુધરી 83527 સુધી વધ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,492 સામે આજે 25,503 ખુલ્યો હતો.
લેન્સકાર્ટ શેર લિસ્ટિંગ આજે
આજે લેન્સકાર્ટ આઈપીઓ શેર લિસ્ટિંગ થશે. શેરબજારમાં લિસ્ટિંગ પહેલા લેન્સકાર્ટ શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) માં નોંધપાત્ર ઘટાડો થયો છે. લેન્સકાર્ટના લેટેસ્ટ જીએમપી 100 ટકા ઘટીને 0 (શૂન્ય) થઇ ગયો છે. લેન્સકાર્ટના 7278.02 કરોડ રૂપિયાના મેઇનબોર્ડ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 382 – 402 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 37 શેર હતી. કંપનીનો શેર BSE, NSE પર આજે એટલે કે 10 નવેમ્બરે શેર લિસ્ટિંગ થવાનો છે
- Nov 10, 2025 16:33 IST
કેપિટલ ગુડ્સ 859 પોઇન્ટ ઉછળ્યો
શેરબજારમાં રિકવરી મોડલ વચ્ચે કેપિટલ ગુડ્સ ઇ્નડેક્સ 859 પોઇન્ટ ઉછળ્યો હતો. તો આઈટી 541 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 371 પોઇન્ટ, ટેક 247 પોઇન્ટ વધ્યા હતા. એનએસઇ નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 570 પોઇન્ટ વધ્યો છે.
- Nov 10, 2025 16:31 IST
મિડકેપ 287 પોઇન્ટ વધ્યો જ્યારે સ્મોલકેપ 151 પોઇન્ટ ઘટ્યો
બોર્ડર માર્કેટમાં બીએસઇ મિડકેપ 287 પોઇન્ટ વધ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 151 પોઇન્ટ ઘટ્યો હતો. બીએસઇ પર 1962 શેર વધીને જ્યારે 2372 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. જે શેરબજારનો અંડર કરંટ નરમ હોવાના સંકેત આપે છે. બીએસઇ માર્કેટકેપ 468.20 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
- Nov 10, 2025 16:28 IST
IT શેરમાં તેજી, Trent શેર 7.4 ટકા તૂટ્યો
શેરબજારના સુધારામાં આઈટી અને બેંક શેરનું યોગદાન વધારે હતું. સેન્સેક્સ 30 બ્લુચીપ શેર માંથી 18 શેર વધ્યા હતા. સેન્સેક્સના ટોપ 5 ગેઇનર શેરમાં ઈન્ફોસિસ 2.3 ટકા, એચસીએલ ટેક 1.9 ટકા, બજાજ ફાઈનાન્સ 1.7 ટકા, એશિયન પેઇન્ટ અને ટાટા મોટર્સ સવા ટકા આસપાસ વધ્યા હતા. તો સૌથી વધુ ઘટેલા શેરમાં ટ્રેન્ટ 7.4 ટકા, ઇટરનલ 1.5 ટકા, પાવરગ્રીડ 1.4 ટકા, અલ્ટ્રાટેક અને મહિન્દ્રા મહિન્દ્રા પોણા ટકા ઘટયા હતા.
- Nov 10, 2025 16:25 IST
સેન્સેક્સ 319 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 82 પોઇન્ટ મજબૂત
શેરબજારમાં આરંભથી અંત પોઝિટિવ ટ્રેડ રહેતા સોમવારે સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 319 પોઇન્ટ વધી 83535 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 83,754 થી 83,197 હતી. એનએસઇ 82 પોઇન્ટ સુધરી 25574 બંધ થયો છે.
- Nov 10, 2025 11:21 IST
સેન્સેક્સ 450 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 25600 પાર; IT, મેટલ અને ફાર્મા શેર તેજીમાં
શેરબજારમાં રિકવરીથી સેન્સેક્સ 450 પોઇન્ટ જેટલો વધ્યો છે અને 83660 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 135 પોઇન્ટની મજબૂતીમાં 25625 લેવલ આસપાસ છે. આઈટી, મેટલ અને ફાર્મા શેરમાં લેવલાથી બજારમાં સુધારાનો ટ્રેન્ડ આવ્યો છે.
- Nov 10, 2025 11:16 IST
Upcoming IPO : ફિઝિક્સવાલા સહિત 7 IPO ખુલશે, આ અઠવાડિયે શેરબજારમાં 7 સ્ટોક લિસ્ટિંગ થશે
IPO Open And Share Lisitng This Week : આઈપીઓ રોકાણકારોને ફિઝિક્સવાલા અને એમવી ફોટોવોલ્ટિક સહિત 7 IPO સબ્સક્રાઇબ કરવાની તક મળશે. ઉપરાંત નવા સપ્તાહે નવી 7 કંપનીના શેર લિસ્ટિંગ થવાની છે. ...વધુ વાંચો
- Nov 10, 2025 10:10 IST
Lenskart Share Listing : લેન્સકાર્ટ શેર લિસ્ટિંગ નિરાશાજનક, રોકાણકારોને 10 ટકા નુકસાન
Lenskart IPO Share Price Listing Today : લેન્સકાર્ટ આઈપીઓ શેર લિસ્ટિંગ નિરાશાજનક થયું છે. લેન્સકાર્ટનો શેર 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ થયો છે. ...સંપૂર્ણ વાંચો
- Nov 10, 2025 09:37 IST
લેન્સકાર્ટ શેર લિસ્ટિંગ આજે
આજે લેન્સકાર્ટ આઈપીઓ શેર લિસ્ટિંગ થશે. શેરબજારમાં લિસ્ટિંગ પહેલા લેન્સકાર્ટ શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) માં નોંધપાત્ર ઘટાડો થયો છે. લેન્સકાર્ટના લેટેસ્ટ જીએમપી 100 ટકા ઘટીને 0 (શૂન્ય) થઇ ગયો છે. લેન્સકાર્ટના 7278.02 કરોડ રૂપિયાના મેઇનબોર્ડ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 382 – 402 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 37 શેર હતી. કંપનીનો શેર BSE, NSE પર આજે એટલે કે 10 નવેમ્બરે શેર લિસ્ટિંગ થવાનો છે
- Nov 10, 2025 09:31 IST
સેન્સેક્સ 150 પોઇન્ટ સુધર્યો , નિફ્ટી 25550 આસપાસ મજબૂત
શેરબજાર સોમવારે નરમ ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 83,216 સામે આજે 83,198 ખુલ્યો હતો. ત્યાર પછી આઈટી સહિત પસંદગીના શેરમાં લેવાલીથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 150 પોઇન્ટ જેટલો સુધરી 83527 સુધી વધ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,492 સામે આજે 25,503 ખુલ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us