/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Share-Market-Sensex-Nifty-Record-High-Level.jpg)
Sensex Nifty Record High Level : શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે.
Pre Budget Rally In Share Market: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ફરી નવી ઉંચાઇએ બંધ થયા છે. માર્કેટમાં પ્રી બજેટ રેલી શરૂ થઇ હોવાનું દેખાઇ રહ્યું છે. બીએસઇ સેન્સેક્સ 620 પોઇન્ટ ઉછળી 78674 રેકોર્ડ લેવલ પર બંધ થયા છે. તો એનએસઇ નિફ્ટી 147 પોઇન્ટ વધી 23868 લેવલ પર બંધ થયા છે. બંને બેન્ચમાર્ક ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સે 78759 અને નિફ્ટીએ 23889 ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યા હતા.
બેન્ક નિફ્ટી ઓલટાઇમ હાઇ, બેન્કિંગ શેરમાં તેજી
શેરબજારની તેજીમાં એફએમસીજી અને બેન્કિંગ સ્ટોક્સ મજબૂત થયા છે. બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 52988 ઓલટાઇમ હાઇ લેવલ બનાવી અંતે 264 પોઇન્ટ વધી 52870 બંધ થયો છે. બેન્ક નિફ્ટીના 12માંથી 9 બેન્ક શેર વધ્યા છે. જેમા એયુ બેંક 1.5 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક 1 ટકા વધી ટોપ 3 ગેઇનર બન્યા હતા. બીએસઇ બેન્કેક્સ 344 પોઇન્ટ વધી 60149 બંધ થયો છે. બેન્કેક્સના 10માંથી 7 બેંક શેર વધ્યા હતા.
બોર્ડર માર્કેટમાં બીએસઇ સ્મોલકેપ ઈન્ડેક્સ સાધારણ વધી 52141 જ્યારે મિડકેપ ઈન્ડેક્સ નજીવા ઘટાડે 45887 બંધ થયા હતા. સેક્ટોરિયલ ઈન્ડાઇસિસની વાત કરીયે તો ટેલિકોમ ઈન્ડેક્સ સૌથી વધુ 2.3 ટકા, એનર્જી ઈન્ડેક્સ દોઢ ટકા અને ઓઈલ ગેસ ઈન્ડેક્સ 1 ટકા વધ્યા હતા. તો રિયલ્ટી અને મેટલ ઈન્ડેક્સ દોઢ ટકા ડાઉન હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/share-market-bse-sensex.jpg)
બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર આજે 4008 શેરમાં ટ્રેડિંગમાં થયા હતા. જેમા 1922 સ્ટોક વધીને જ્યારે 1960 સ્ટોક ઘટીને બંધ થયા હતા. આજે 296 કંપનીનો શેર ભાવ વર્ષની ટોચે જ્યારે 25 કંપનીના શેર ભાવ વર્ષની નીચી સપાટીને સ્પર્શ્યા છે. બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન 437.09 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
સેન્સેક્સના ટોપ 5 ગેઇનર અને લૂઝર સ્ટોક
શેરબજારની આજની તેજીમાં બેન્કિંગ અને ઓઇલ ગેસ સેક્ટરના શેર વધ્યા હતા. સેન્સેક્સના 30 બ્લુચીપ સ્ટોકમાંથી 19 શેર વધ્યા હતા. જેમા રિલાયન્સ 4 ટકા, ભારતી એરટેલ 3 ટકા, અલ્ટ્રાટેક 2.8 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 1.6 ટકા અને સનફાર્મા 1.4 ટકા વધ્યા હતા. તો મહિન્દ્રા મહિન્દ્રા 2 ટકા, ટાટા સ્ટીલ 1.7 ટકા, ટેક મહિન્દ્રા 1.1 ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ 1.1 ટકા અને ટાયટન 0.9 ટકા ઘટીને ટોપ 5 લૂઝર બન્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/sensex-blue-chip-30-stock-price-1.jpg)
આ પણ વાંચો | શેરબજાર: 6 મહિનામાં છપ્પર ફાડ રિટર્ન આપનાર 15 સ્મોલકેપ સ્ટોક, શું તમારા પોર્ટફોલિયોમાં છે
શેરબજારમાં પ્રી બજેટ રેલી
જિયોજિત ફાઈનાન્સિયલ સર્વિસના રિસર્ચ હેડ વિનોદ નાયર કહે છે, આજે બેન્કિંગ સ્ટોકની આગેવાનીમાં શેરબજાર માં તેજી આગળ વધી હતી. મુખ્યત્વે ખાનગી બેંકોની આગેવાની હેઠળ બેંક નિફ્ટી ઇન્ડેક્સ નવી ઊંચી સપાટીએ પહોંચ્યા અને સેન્સેક્સ 78000ને વટાવી ગયા છે. જો કે, રિયલ્ટી, પાવર, મેટલ્સ અને જેવા ક્ષેત્રોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. કોન્સોલિડેશન અને સેક્ટર સ્પેસિફિકેશન ટ્રેડ વચ્ચે આગામી બજેટ અપેક્ષાઓની હૂંફે શેરબજાર ઉપરની તરફ આગળ વધી રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us