/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/BSE-.jpg)
BSE : બીએસઇ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, (Express photo by Nirmal Harindran)
Share Market Today News Highlight: શેરબજામાં રિકવરીના પગલે સેન્સેક્સ નિફ્ટી ચાર દિવસ બાદ વધીને બંધ થયા છે. સેન્સેક્સ 317 પોઇન્ટ વધી 82570 અને નિફ્ટી 113 પોઇન્ટ વધી 25195 બંધ થયા છે. આજે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 82,743 અને નિફ્ટી 25,245 ઇન્ટ્રા-ડે હાઇ લેવલે પહોંચ્યા હતા. ટાટા ગ્રૂપ અને બજાજ ગ્રૂપના શેરમાં તેજી અને મિડકેપ સ્મોલકેપ સ્ટોકમાં લેવાલીથી સેન્સેક્સને સપોર્ટ મળ્યો છે. આજે ફાર્મા શેર પણ વધતા હતા. ડોલર સામે રૂપિયો પણ 18 પૈસા વધીને બંધ થયો છે.
ભારતીય શેરબજાર મંગળવારે ફ્લેટ ખુલ્યા હતા. જો કે એશિયન બજારોના સકારાત્મક સંકેત વચ્ચે સેન્સેક્સ નિફ્ટી વધીને ટ્રેડ કરી રહ્યા છે. એચસીએલ ટેક્નોલોજીસ અને ટાટા ટેક્નોલોજીસ કંપનીના જૂન ક્વાર્ટરના પરિણામ એકંદરે નબળાં આવ્યા છે. જેની અસરે આઈટી શેરમાં પ્રોફિટ બુકિંગ ચાલુ રહેવાની શક્યતા છે. અમેરિકા એ મેક્સિકોથી આવતા ટામેટા પર 17 ટકા ટેરિફ લાદી છે.
સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા બાદ વધ્યા
સેન્સેક્સ પાછલા બંધ 82253 સામે મંગળવારે ફ્લેટ 82233 ખુલ્યા હતા. સનફાર્મા, બીઇએલ, ભારતી એરટેલ અને ટાટા મોટર્સ જેવા શેરમાં અડધા થી દોઢ ટકા સુધીની તેજીથી સેન્સેક્સ 200 પોઇન્ટ વધી ઉપરમાં 82457 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25082 સામે મંગળવારે 25089 ખુલ્યો હતો. માર્કેટના પોઝિટિવ ટ્રેન્ડમાં નિફ્ટી 70 પોઇન્ટ જેટલો વધી 25150 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
અમેરિકાએ ટામેટા પર 17 ટકા ટેરિફ લાદી
અમેરિકાએ મેક્સિકોથી આવતા ટામેટા પર 17 ટકા ટેરિફ લાદી છે. અમેરિકા વર્ષ 1996 થી ચાલી રહેલી ટામેટા સન્સપેન્શન એગ્રીમેન્ટ માંથી હટી ગયું છે. હાર્વર્ડ લુટનિકે કહ્યું કે, મેક્સિકો અનફેટર ટ્રેડ પ્રેક્ટિસ કરે છે. અમારા ખેડૂતોને નુકસાન થાય છે. એરિજાનો સ્ટેટ યુનિવર્સિટીના અનુમાન મુજબ ટ્રમ્પ ટેરિફથી ટામેટાની કિંમત 10 ટકા વધશે અને માંગ 5 ટકા સુધી ઘટી શકે છે.
- Jul 15, 2025 16:13 IST
રોકાણકારોને 2.7 લાખ કરોડની કમાણી, માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ થઇ
શેરબજાર વધીને બંધ થયા રોકાણકારોને 2.7 લાખ કરોડ જેટલી કમાણી થઇ હતી. મંગળવારે બીએસઇની માર્કેટકેપ 460.35 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે સોમવારે માર્કેટકેપ 457.63 લાખ કરોડ રૂપિયા હતી. આજે બીએસઇ પર 2576 લિસ્ટેડ કંપનીઓના શેર વધીને જ્યારે 1478 કંપનીઓના શેર ઘટીને બંધ થયા હતા. આમ આજે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ થઇ હતી.
- Jul 15, 2025 16:10 IST
ડોલર સામે રૂપિયો 18 પૈસા મજબૂત થયો
શેરબજારમાં રિકવરી વચ્ચે આજે ડોલર સામે રુપિયો 18 પૈસા વધી 85.81 બંધ થયો હતો.
- Jul 15, 2025 16:09 IST
ફાર્મા શેરમાં લેવાલી, સન ફાર્મા સેન્સેક્સનો ટોપ ગેઇનર સ્ટોક બન્યો
આજે ફાર્મા શેરમાં લેવાલી જોવા મળી હતી. સન ફાર્મા 2.7 ટકા વધી સેન્સેક્સનો ટોપ ગેઇનર સ્ટોક બન્યો હતો. સેન્સેક્સના 30 માંથી 22 શેર વધ્યા હતા. જેમા સન ફાર્મા, બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ, ટ્રેન્ડ અને મહિન્દ્રા મહિન્દ્રાના શેર 1.3 થી 2.7 ટકા સુધી વધ્યા હતા. તો બીજી બાજુ એચસીએલ ટેક, ઝોમેટો, ટાટા સ્ટીલ, કોટક બેંક અને એક્સિસ બેંકના શેર પોણા થી 3.3 ટકા સુધી ઘટ્યા હતા. બીએસઇ હેલ્થકેર ઇન્ડેકસ 510 પોઇન્ટ કે 1.1 ટકા વધ્યો હતો.
- Jul 15, 2025 16:06 IST
સેન્સેક્સ નિફ્ટી 4 દિવસ બાદ વધીને બંધ
શેરબજામાં રિકવરીના પગલે સેન્સેક્સ નિફ્ટી ચાર દિવસ બાદ વધીને બંધ થયા છે. સેન્સેક્સ 317 પોઇન્ટ વધી 82570 અને નિફ્ટી 113 પોઇન્ટ વધી 25195 બંધ થયા છે. આજે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 82,743 અને નિફ્ટી 25,245 ઇન્ટ્રા-ડે હાઇ લેવલે પહોંચ્યા હતા. ટાટા ગ્રૂપ અને બજાજ ગ્રૂપના શેરમાં તેજી અને મિડકેપ સ્મોલકેપ સ્ટોકમાં લેવાલીથી સેન્સેક્સને સપોર્ટ મળ્યો છે. આજે ફાર્મા શેર પણ વધતા હતા. ડોલર સામે રૂપિયો પણ 18 પૈસા વધીને બંધ થયો છે.
- Jul 15, 2025 13:39 IST
Tesla Launch in India: ટેસ્લાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ, મુંબઇમાં શો રૂમ ખોલ્યો, જાણો Model Y ની કિંમત અને રેન્જ
Tesla Car Launch in India : એલોન મસ્કની ટેસ્લા કંપનીએ મુંબઇમાં શો રૂમ ખોલી ભારતીય બજારમાં એન્ટ્રી કરી છે. આ સાથે જે ટેસ્લા કંપનીએ ભારતમાં ઇલેક્ટ્રીક કાર મોડલ વાય લોન્ચ કરી છે, તેની કિંમત થી લઇ બેટરી રેન્જ સહિત તમામ વિગત જાણો ...સંપૂર્ણ માહિતી
- Jul 15, 2025 11:30 IST
સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 25200 ઉપર
શેરબજારમાં રિકવરી જોવા મળી છે. સેન્સેક્સ 400 પોઇન્ટ વધીને 82660 ઉપર અને નિફ્ટી 135 પોઇન્ટ વધીને 21200 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. માર્કેટમાં સાર્વત્રિક તેજીના માહોલ વચ્ચે શેરબજારના તમામ ઇન્ડેક્સ વધ્યા છે.
- Jul 15, 2025 09:39 IST
અમેરિકાએ ટામેટા પર 17 ટકા ટેરિફ લાદી
અમેરિકાએ મેક્સિકોથી આવતા ટામેટા પર 17 ટકા ટેરિફ લાદી છે. અમેરિકા વર્ષ 1996 થી ચાલી રહેલી ટામેટા સન્સપેન્શન એગ્રીમેન્ટ માંથી હટી ગયું છે. હાર્વર્ડ લુટનિકે કહ્યું કે, મેક્સિકો અનફેટર ટ્રેડ પ્રેક્ટિસ કરે છે. અમારા ખેડૂતોને નુકસાન થાય છે. એરિજાનો સ્ટેટ યુનિવર્સિટીના અનુમાન મુજબ ટ્રમ્પ ટેરિફથી ટામેટાની કિંમત 10 ટકા વધશે અને માંગ 5 ટકા સુધી ઘટી શકે છે.
- Jul 15, 2025 09:36 IST
સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા બાદ વધ્યા
સેન્સેક્સ પાછલા બંધ 82253 સામે મંગળવારે ફ્લેટ 82233 ખુલ્યા હતા. સનફાર્મા, બીઇએલ, ભારતી એરટેલ અને ટાટા મોટર્સ જેવા શેરમાં અડધા થી દોઢ ટકા સુધીની તેજીથી સેન્સેક્સ 200 પોઇન્ટ વધી ઉપરમાં 82457 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25082 સામે મંગળવારે 25089 ખુલ્યો હતો. માર્કેટના પોઝિટિવ ટ્રેન્ડમાં નિફ્ટી 70 પોઇન્ટ જેટલો વધી 25150 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us