Share Market News: શેરબજાર સતત બીજા દિવસે રિકવર, હવે US ફેડ બેઠક પર નજર

Share Market Today News Highlight : શેરબજાર સતત બીજા દિવસે રિકવરી મોડમાં રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. હવે યુએસ ફેડ રિઝર્વની બેઠક પર બજારની નજર છે.

Share Market Today News Highlight : શેરબજાર સતત બીજા દિવસે રિકવરી મોડમાં રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. હવે યુએસ ફેડ રિઝર્વની બેઠક પર બજારની નજર છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
BSE | share market | stock market | Bombay Stock Exchange

BSE : બીએસઇ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, (Express photo by Nirmal Harindran)

Share Market Today News Highlight : શેરબજાર સતત બીજા દિવસે રિકવરી મોડમાં રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. બુધવારે સેન્સેક્સ 144 પોઇન્ટ વધી 81481 અને એનએસઇ નિફ્ટી 34 પોઇન્ટ સુધરી 24855 બંધ થયો છે. સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીયે તો મિશ્ર ટ્રેન્ડ હતો. આઈટી અને એફએમસીજી ઇન્ડેક્સ સાધારણ વધીને બંધ થયા હતા. શેરબજારની માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ હતી.

Advertisment

શેરબજારમાં રિકવરી મોડ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી બુધવારે ઉછાળે ખુલ્યા હતા. એશિયન બજારોમાં મિશ્રણ વલણ અને ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ ફ્લેટ હતો. આજે યુએસ ફેડ રિઝર્વની મોનેટરી મિટિંગ છે, જેમા વ્યાજદર ઘટાડા અંગે નિર્ણય લેવાશે. આમ તો વ્યાજદરમાં ફેરફારની અપેક્ષા નથી પરંતુ મોનેટરી સમીક્ષા મહત્વપૂર્ણ છે. માર્કેટ એનાલિસ્ટો વર્ષ 2025માં 2 વખત રેટ કટની અપેક્ષા રાખે છે.

સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ

બુધવારે સેન્સેક્સ 150 પોઇન્ટથી વધુ સુધરી 81594 ખુલ્યો હતો. નિફ્ટી 70 પોઇન્ટ જેટલો વધીને 24890 ખુલ્યો હતો. બ્લુચીપ શેરો લાર્સન, બીઇએલ, સન ફાર્મા, ભારતી એરટેલ અડધાથી 4 ટકા સુધી વધ્યા હતા.

NSDL IPO સબ્સક્રિપ્શન માટે ખુલ્યો

એનએસડીએલ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે આજથી ખુલ્યો છે. NSDL IPO માટે 30 જુલાઇ થી 1 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે. 4011.60 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 760 થી 800 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 18 શેર છે. શેર એલોટમેન્ટ 4 ઓગસ્ટે ફાઇનલ થઇ શકે છે. ત્યાર પછી માત્ર BSE પર 6 ઓગસ્ટે કંપનીના શેર લિસ્ટિંગ થવા સંભવ છે.

Advertisment
  • Jul 30, 2025 16:30 IST

    શેરબજારની માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ

    શેરબજારની માર્કેટ બુધવારે પોઝિટિવ રહી હતી. બીએસઇના 2030 શેર વધીને જ્યારે 1986 શેર ઘટીને બંધ થયા હતા. બુધવારે બીએસઇની માર્કેટકેપ વધીને 452.29 લાખ કરોડ રૂપિયા હતી, જે મંગળવારે 451.50 લાખ કરોડ રૂપિયા થઇ હતી.



  • Jul 30, 2025 16:28 IST

    આઈટી અને FMCG શેર મજબૂત

    સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરીયે તો મિશ્ર ટ્રેન્ડ હતો. આઈટી અને એફએમસીજી ઇન્ડેક્સ સાધારણ વધીને બંધ થયા હતા. જ્યારે રિયલ્ટી અને ઓટો ઇન્ડેક્સ ઘટ્યા હતા. બ્રોડર માર્કેટમાં મિડકેપ ફ્લેટ હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ અડધો ટકો ઘટ્યો હતો.



  • Jul 30, 2025 16:27 IST

    સેન્સેક્સના ટોપ 5 ગેઇનર અને લૂઝર સ્ટોક

    શેરબજારમાં મિશ્ર વલણ વચ્ચે સેન્સેક્સના 15 શેર વધ્યા હતા. જેમા લાર્સન 5 ટકા, સન ફાર્મા 1.5 ટકા, એનટીપીસી 1.3 ટકા, મારૂતિ સુઝુકી 1.2 ટકા અને ભારતી એરટેલ 1 ટકા વધીને સેન્સેક્સના ટોપ 5 ગેઇનર શેર બન્યા હતા. તો સૌથી વધુ ઘટેલા 5 શેરમાં ટાટા મોટર્સ, 3. 5ટકા, પાવરગ્રીડ 1.4 ટકા, ઇટરનલ 1 ટકા, બજાજ ફિનસર્વ અને એચયુએલ પોણા ટકા ઘટ્યા હતા.



  • Jul 30, 2025 16:23 IST

    સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે પોઝિટિવ બંધ

    શેરબજાર સતત બીજા દિવસે રિકવરી મોડમાં રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. બુધવારે સેન્સેક્સ 144 પોઇન્ટ વધી 81481 અને એનએસઇ નિફ્ટી 34 પોઇન્ટ સુધરી 24855 બંધ થયો છે.



  • Jul 30, 2025 14:42 IST

    સેન્સેક્સ 250 પોઇન્ટ વધ્યો, સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ મજબૂત

    શેરબજારમાં બીજા દિવસે એકંદરે સુધારાની ચાલ રહેતા સેન્સેક્સ નિફ્ટી વધ્યા છે. સેન્સેક્સ 250 પોઇન્ટ વધી 81580 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 60 પોઇન્ટ સુધી 24900 આસપાસ છે. આજે સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ સુધર્યા હતા. શેરમાં રિકવરીથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ મજબૂત થતો.



  • Jul 30, 2025 11:11 IST

    NSDL IPO સબ્સક્રિપ્શન માટે ખુલ્યો

    એનએસડીએલ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે આજથી ખુલ્યો છે. NSDL IPO માટે 30 જુલાઇ થી 1 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે. 4011.60 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 760 થી 800 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 18 શેર છે. શેર એલોટમેન્ટ 4 ઓગસ્ટે ફાઇનલ થઇ શકે છે. ત્યાર પછી માત્ર BSE પર 6 ઓગસ્ટે કંપનીના શેર લિસ્ટિંગ થવા સંભવ છે. NSDL IPO સબ્સક્રાઇબ કરવો કે નહીં તેના વિશે વધુ વાંચા અહીં ક્લિક કરો



  • Jul 30, 2025 11:10 IST

    NSDL IPO સબ્સક્રિપ્શન માટે ખુલ્યો

    એનએસડીએલ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે આજથી ખુલ્યો છે. NSDL IPO માટે 30 જુલાઇ થી 1 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે. 4011.60 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 760 થી 800 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 18 શેર છે. શેર એલોટમેન્ટ 4 ઓગસ્ટે ફાઇનલ થઇ શકે છે. ત્યાર પછી માત્ર BSE પર 6 ઓગસ્ટે કંપનીના શેર લિસ્ટિંગ થવા સંભવ છે. NSDL IPO સબ્સક્રાઇબ કરવો કે નહીં તેના વિશે વધુ વાંચા અહીં ક્લિક કરો



  • Jul 30, 2025 09:40 IST

    US India Trade Deal: ટ્રેડ ડિલ નહીં થાય તો ભારત પર 25% ટેરિફ લગાવી દઈશું, ટ્રમ્પે ભારતને બતાવ્યા તેવર

    us india trade deal donald trump : અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે, પરંતુ આ મામલે હજુ સુધી કોઈ અંતિમ કરાર થયો નથી. ટ્રમ્પ ભારતીય બજારોમાં અમેરિકન માલની પહોંચ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ...વધુ માહિતી



  • Jul 30, 2025 09:27 IST

    સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ

    બુધવારે સેન્સેક્સ 150 પોઇન્ટથી વધુ સુધરી 81594 ખુલ્યો હતો. નિફ્ટી 70 પોઇન્ટ જેટલો વધીને 24890 ખુલ્યો હતો. બ્લુચીપ શેરો લાર્સન, બીઇએલ, સન ફાર્મા, ભારતી એરટેલ અડધાથી 4 ટકા સુધી વધ્યા હતા.



બિઝનેસ શેર બજાર