Share Market Today News Live Update : આરબીઆઈ ધિરાણનીતિની ઘોષણ પહેલા શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા બાદ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 85,265 લેવલથી 115 પોઇન્ટના ઘટાડે આજે 85,125 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 26,033 લેવલથી 34 પોઇન્ટ ઘટી આજે 25,999 ખુલ્યો હતો.
જાપાન શેરબજારમાં કડાકો, એશિયન બજારો નરમ
એશિયન બજારોમાં એકંદરે નરમાઇ હતી. જાપાન શેરબજાર સૂચકાંક નિક્કેઇ 25 ઇન્ડેક્સમાં 750 પોઇન્ટથી વધુ કડાકો બોલાયો હતો. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ, હોંગકોંગ અને સિંગાપોર શેરબજાર પણ સાધારણ નરમ હતા. તો તાઇવાન, કોરિયા, ઈન્ડોનેશિયા અને શાંઘાઇ શેરબજાર સાધારણ વધીને ટ્રેડિંગ કરી રહ્યા હતા.
RBI મોનેટરી પોલિસી 10 વાગે જાહેર થશે
આજે આરબીઆઈ મોનેટરી પોલિસી 10 વાગે જાહેર થવાની છે. રિઝર્વ બેંક રેપો રેટ ઘટાડે છે કે નહીં તેના પર સૌની નજર છે. ત્રણ દિવસની આરબીઆઈ મોનેટરી પોલિસી મિટિંગ 3 ડિસેમ્બરે શરૂ થઇ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની ઘોષણા આજે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા 10 વાગે કરશે.





