Share Market News: સેન્સેક્સ 370 પોઇન્ટ વધ્યો, સ્મોલકેપ અને મિડકેપમાં ઉછાળો

Share Market Today News Highlight : શેરબજારમાં સતત બીજા દિવસે આગેકૂચ ચાલુ રહેતા સેન્સેક્સ નિફ્ટી વધ્યા હતા. બોર્ડર માર્કેટમાં તેજી સાથે બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ વધ્યા હતા.

Written by Ajay Saroya
Updated : August 19, 2025 17:14 IST
Share Market News: સેન્સેક્સ 370 પોઇન્ટ વધ્યો, સ્મોલકેપ અને મિડકેપમાં ઉછાળો
BSE Indian Stock Exchange : બીએસઇ ભારતનું સૌથી જુનું સ્ટોક એક્સચેન્જ (Express Archives)

Share Market Today News Live Update : શેરબજારમાં સતત બીજા દિવસે આગેકૂચ ચાલુ રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા હતા. સેન્સેક્સ 370 પોઇન્ટ વધી 81644 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 104 પોઇન્ટ વધીને 24980 બંધ થયો છે. જો કે નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં 25000 લેવલ કુદાવી ગયો હતો. જો કે ત્યારબાદ વેચવાલીના દબાણથી માર્કેટ ઉંચા સ્તરેથી ઘટ્યું હતું. ચલણ શેરોમાં તેજીના પગલે સ્મોલકેપ અને મિડકેપ જબરદસ્ત ઉછળ્યા હતા. બીએસઇ સ્મોલકેપ 510 પોઇન્ટ અને મિડકેપ ઇન્ડેક્સ 440 પોઇન્ટ ઉછળ્યા હતા.

શેરબજાર મંગળવારે ફ્લેટ ખુલ્યા બાદ વધ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81273 સામે આજે 81319 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24876 સામે મંગળવારે 24891 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં રિલાયન્સ, એનટીપીસી, અદાણી પોર્ટ્સ્, ભારતી એરટેલ અને ટ્રેન્ટ શેર અડધાથી દોઢ ટકા જેટલા મજબૂત હતા.

એશિયન શેરબજાર નરમ

મંગળવારે એશિયન શેરબજારો નરમ હતા. સિંગાપોર શેરબજાર અને શાંઘાઇ માર્કેટને બાદ કરતા તમામ એશિયન માર્કેટ નરમ હતા. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ ફ્લેટ ટ્રેડ કરી રહ્યો હતો.

Live Updates

શેરબજારના રોકાણકારોને કમાણી

શેરબજારમાં તેજીથી રોકાણકારોને કમાણી થઇ હતી. મંગળવારે બીએસઇની માર્કેટકેપ વધીને 454.40 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે આગલા દિવસે બીએસઇની માર્કેટકેપ 450.96 લાખ કરોડ રૂપિયા થઇ હતી. બીએસઇ પર 2631 શેર વધીને જ્યારે 1437 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ થઇ હતી.

સ્મોલકેપ અને મિડકેપમાં ઉછાળો, તમામ ઇન્ડેક્સ વધ્યા

ચલણ શેરોમાં તેજીના પગલે સ્મોલકેપ અને મિડકેપ જબરદસ્ત ઉછળ્યા હતા. બીએસઇ સ્મોલકેપ 510 પોઇન્ટ અને મિડકેપ ઇન્ડેક્સ 440 પોઇન્ટ ઉછળ્યા હતા. ઓટો શેરમાં તેજી યથાવત રહેતા બીએસઇ ઓટો ઇન્ડેક્સ સૌથી વધુ 817 પોઇન્ટ વધ્ય હતો. પોઝિટિવ સેન્ટિમેન્ટ વચ્ચે શેરબજારના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ વધીને બંધ થયા હતા.

સેન્સેક્સના ટોપ 5 ગેઇનર અને લુઝર શેર

મંગળવારે સેન્સેક્સના 30 માંથી 19 બ્લુચીપ શેર વધ્યા હતા. જેમા ટાટા મોટર્સ 3.5 ટકા, અદાણી 3.2 ટકા, રિલાયન્સ 2.8 ટકા, ઇટરનલ 2.2 ટકા અને ટેક મહિન્દ્રા 1.7 ટકા વધીને સેન્સેક્સના ટોપ 5 ગેઇનર શેર બન્યા હતા. તો બીઇએલ, એચસીએલ ટેક, મહિન્દ્રા, પાવર ગ્રીડ અે બજાજ ફિનસર્વ કંપનીના શેર અડધાથી 1 ટકા સુધી ઘટ્યા હતા.

સેન્સેક્સ 370 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 104 પોઇન્ટ મજબૂત

શેરબજારમાં સતત બીજા દિવસે આગેકૂચ ચાલુ રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા હતા. સેન્સેક્સ 370 પોઇન્ટ વધી 81644 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 104 પોઇન્ટ વધીને 24980 બંધ થયો છે. જો કે નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં 25000 લેવલ કુદાવી ગયો હતો. જો કે ત્યારબાદ વેચવાલીના દબાણથી માર્કેટ ઉંચા સ્તરેથી ઘટ્યું હતું.

Mukesh Ambani : મુકેશ અંબાણીએ નવો બિઝનેસ શરૂ કર્યો, રિલાયન્સનો શેર ઉછળ્યો

Reliance Industries Acquires Stake In Naturedge Beverages: મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નેચરએજ બેવરેજીસ કંપનીમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. આ બિઝનેસ ડીલ બાદ રિલાયન્સનો શેર 2.5 ટકા ઉછળ્યો છે. …વધુ માહિતી

સેન્સેક્સ 450 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 25000 લેવલ સ્પર્શ્યો

શેરબજારમાં સતત બીજા દિવસે આગેકૂચ ચાલુ રહેતા સેન્સેક્સ નિફ્ટી વધ્યા હતા. સેન્સેક્સ 450 પોઇન્ટથી વધુ ઉછળ્યો અને 81,756 સુધી પહોંચ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 140 પોઇન્ટ જેટલો વધી 25000 લેવલ કુદાવી ગયો હતો, જો કે બપોર પછી નિફ્ટી 25000 નીચે ટ્રેડ કરી રહ્યો હતો. ટાટા મોટર્સ, રિલાયન્સ, અદાણી પોર્ટ્સના શેર 2 થી 4 ટકા જેટલા વધ્યા હતા.

માત્ર ₹ 399 માં GPT-5ની મજા! OpenAIએ ભારતમાં લોંચ કર્યો સૌથી સસ્તો ChatGPT Go પ્લાન, મળશે UPI સપોર્ટ

OpenAI India plan : OpenAI એ આજે (19 ઓગસ્ટ 2025) ભારતમાં ChatGPT Go નામનો નવો સબ્સ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યો છે. તેની કિંમત 399 રૂપિયા પ્રતિ માસ રાખવામાં આવી છે. …સંપૂર્ણ વાંચો

એશિયન શેરબજાર નરમ

મંગળવારે એશિયન શેરબજારો નરમ હતા. સિંગાપોર શેરબજાર અને શાંઘાઇ માર્કેટને બાદ કરતા તમામ એશિયન માર્કેટ નરમ હતા. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ ફ્લેટ ટ્રેડ કરી રહ્યો હતો.

સેન્સેક્સ 200 પોઇન્ટ મજબૂત, રિલાયન્સ 2 ટકા વધ્યો

શેરબજાર મંગળવારે ફ્લેટ ખુલ્યા બાદ વધ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81273 સામે આજે 81319 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24876 સામે મંગળવારે 24891 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં રિલાયન્સ, એનટીપીસી, અદાણી પોર્ટ્સ્, ભારતી એરટેલ અને ટ્રેન્ટ શેર અડધાથી દોઢ ટકા જેટલા મજબૂત હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ