Share Market Today News Highlight : શેરબજારમાં મજબૂત સંકેત વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સતત છઠ્ઠા દિવસે વધીને બંધ થયા છે. બુધવારે 323 પોઇન્ટ વધી 81425 બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 550 પોઇન્ટ વદી 81643ની ટોચે પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી 104 પોઇન્ટ વધી 24973 બંધ થયો છે. ઇન્ટ્રા ડેમાં નિફ્ટી 25000 લેવલ કુદાવી ઉપરમાં 25,035 સુધી પહોંચ્યો હતો, જો કે આ મહત્વપૂર્ણ લેવલ ઉપર બંધ રહેવામાં નિષ્ફળ રહ્યો છે.
શેરબજારમાં તેજીની આગેકૂચ સતત ત્રીજા દિવસે ચાલુ રહેતા સેન્સેક્સ નિફ્ટી જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળી 81504 ખુલ્યો હતો. આઈટી, ડિફેન્સ અને બેંક શેરમાં સુધારાથી માર્કેટમાં ઉછાળો આવ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,868 સામે 120 પોઇન્ટ વધી આજે 24991 ખુલ્યો હતો.
IT શેરમાં તેજી યથાવત્, બેંક શેરમાં વધ્યા
આઈટી શેરમાં તેજી યથાવત રહેતા ઓપનિંગ સેશનમાં નિફ્ટી આઈટી 800 પોઇન્ટ ઉછળ્યો છે. બ્લુચીપ આઈટી શેર એચસીએલ ટેક 2.1 ટકા, ટીસીએસ 2 ટકા, ટેક મહિન્દ્રા 1.9 ટકા, લાર્સન અને BEL દોઢ ટકા, ઇન્ફોસિસ 1.4 ટકા, કોટક બેંક અને એક્સિસ બેંક 1 ટકા સુધી વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે
વોડાફોન ની સુપ્રીમ કોર્ટમાં અપીલ, Vi શેર 1 ટકા મજબૂત
AGR મામલે વોડાફોન કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે. કંપનીએ અપીલમાં લખ્યું છે કે, બાકી એજીઆરની ફેર ગણતરી કરવામાં આવવી જોઇએ. અમુક બાબતોમાં બે વખત એજીઆરની ગણતરી કરવામાં આવી છે. શેરબજારના ઓપનિંગ સેશનમાં વોડાફોન આઈડિયા કંપનીનો શેર 1 ટકા વધી 7.34 રૂપિયા ટ્રેડ કરી રહ્યા હતો.