/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/BSE-.jpg)
BSE : બીએસઇ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, (Express photo by Nirmal Harindran)
Share Market Today News Highlight : શેરબજાર રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ બાદ બુધવારે સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 176 પોઇન્ટ ઘટી 83536 બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 40 પોઇન્ટ ઘટી 25476 બંધ થયો છે. સતત 8માં દિવસે માર્કેટનું ટ્રેડિંગ કોન્સોલિડેશન મોડમાં હતું. અલબત્ત સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ વધ્યા હતા. તો નિફ્ટી બેંક, મિડકેપ ફ્લેટ બંધ થયા છે. આઈટી. ઇન્ફ્રા, પીએસયુ સ્ટોક દબાણ હેઠળ હતા.
શેરબજાર કોન્સોલિડેશન મોડમાં છે. બુધવારે સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા બાદ નેગેટિવ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. એશિયન બજોરાનો મિશ્રણ વલણ અને ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સમાં નરમાઇ જોવા મળી છે. જો કે યુએસ ડોલર સામે રૂપિયો 19 પૈસા ઘટીને ખુલ્યો હતો.
સેન્સેક્સ નિફ્ટી નેગટિવ ખુલ્યા
સેન્સેક્સ પાછલા બંધ 83712 થી 190 પોઇન્ટ ઘટી બુધવારે 83625 ખુલ્યો હતો. આઈટી, ઓટો અને ટાટા ગ્રૂપ શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 193 પોઇન્ટ તુટી 83519 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25522 સામે નીચા ગેપમાં બુધવારે 25,514 ખુલ્યો હતો. હાલ 40 પોઇન્ટના ઘટાડે 25480 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
ડોલર સામે રૂપિયો 19 પૈસા ઘટાડે ખુલ્યો
બુધવારે યુએસ ડોલર સામે રૂપિયો 19 પૈસા ઘટીને 85.92 ખુલ્યો હતો. શેરબજારમાં નરમાઇ અને એફઆઈઆઈની વેચવાલીથી રૂપિપા પર દબાણ આવ્યું છે. ડોલર બાસ્કેટમાં નરમાઇ અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી મંગળવારે 26 પૈસા વધીને 95.68 બંધ થયો હતો.
- Jul 09, 2025 16:05 IST
આઈટી શેર તૂટ્યા, HCL ટેક સેન્સેક્સનો ટોપ લૂઝર સ્ટોક
આજે આઈટી શેર તૂટ્યા હતા. જેમા એચસીએલ ટેક 2 ટકા તૂટી સેન્સેક્સનો ટોપ લૂઝર સ્ટોક બન્યો હતો. ત્યારબાદ ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, રિલાયન્સ, બીઇએલ 1 થી 1.8 ટકા આસપાસ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સના 30 માંથી 17 અને નિફ્ટી ઇન્ડેક્સના 29 બ્લુચીપ સ્ટોક ઘટીને બંધ થયા હતા. જૂન ક્વાર્ટરના પરિણામ પહેલા ટીસીએસનો શેર 0.65 ટકા ઘટી 3384 રૂપિયા બંધ થયો હતો. બીએસઇની માર્કેટકેપ 461.37 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
- Jul 09, 2025 16:02 IST
સેન્સેક્સ 176 પોઇન્ટ ડાઉન, નિફ્ટી 25500 નીચે બંધ
શેરબજાર રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ બાદ બુધવારે સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 176 પોઇન્ટ ઘટી 83536 બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 40 પોઇન્ટ ઘટી 25476 બંધ થયો છે. સતત 8માં દિવસે માર્કેટનું ટ્રેડિંગ કોન્સોલિડેશન મોડમાં હતું. અલબત્ત સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ વધ્યા હતા. તો નિફ્ટી બેંક, મિડકેપ ફ્લેટ બંધ થયા છે. આઈટી. ઇન્ફ્રા, પીએસયુ સ્ટોક દબાણ હેઠળ હતા.
- Jul 09, 2025 13:33 IST
પરિણામ પહેલા TCS શેર નરમ
ટીસીએસ કંપનીના જૂન ત્રિમાસિક પરિણામ 10 જુલાઇએ જાહેર થવાના છે. પરિણામ પહેલા ટીસીએસ શેર 1 ટકા આસપાસ ઘટીને 3374 રૂપિયા આસપાસ બોલાઇ રહ્યો છે. આ વખતે આઈટી કંપનીઓની નાણાકીય કામગીરી નબળી રહેવાની આશંકા છે. માંગમાં ઘટાડો, વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આઈટી સેક્ટર સામે મોટા પડકારો ઉભા કર્યા છે.
- Jul 09, 2025 09:47 IST
ડોલર સામે રૂપિયો 19 પૈસા ઘટાડે ખુલ્યો
બુધવારે યુએસ ડોલર સામે રૂપિયો 19 પૈસા ઘટીને 85.92 ખુલ્યો હતો. શેરબજારમાં નરમાઇ અને એફઆઈઆઈની વેચવાલીથી રૂપિપા પર દબાણ આવ્યું છે. ડોલર બાસ્કેટમાં નરમાઇ અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી મંગળવારે 26 પૈસા વધીને 95.68 બંધ થયો હતો.
- Jul 09, 2025 09:44 IST
સેન્સેક્સ નિફ્ટી નેગટિવ ખુલ્યા
સેન્સેક્સ પાછલા બંધ 83712 થી 190 પોઇન્ટ ઘટી બુધવારે 83625 ખુલ્યો હતો. આઈટી, ઓટો અને ટાટા ગ્રૂપ શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 193 પોઇન્ટ તુટી 83519 સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25522 સામે નીચા ગેપમાં બુધવારે 25,514 ખુલ્યો હતો. હાલ 40 પોઇન્ટના ઘટાડે 25480 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us