Share Market News: શેરબજારની રેકોર્ડ હાઇ લેવલ પીછેહઠ, આખરે સેન્સેક્સ 111 પોઇન્ટ વધીને બંધ

Share Market Today News Highlight : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઇન્ટ્રા ડેમાં ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યો બાદ ઉંચા મથાળે વેચવાલીથી ઘટ્યા હતા. સ્મોલકેપ અને કેપિટલ ગુડ્સ શેરમાં ઘટ્યા છે.

Share Market Today News Highlight : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઇન્ટ્રા ડેમાં ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યો બાદ ઉંચા મથાળે વેચવાલીથી ઘટ્યા હતા. સ્મોલકેપ અને કેપિટલ ગુડ્સ શેરમાં ઘટ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market | Stock Market | BSE | Sensex | NSE | Nifty

Share Market : શેરબજાર. (Photo: Freepik)

Share Market Today News Highlight : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઇન્ટ્રા ડેમાં ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યો હતા. જો કે ઉંચા મથાળે વેચવાલીના દબાણથી આરંભિક સુધારો ઘોવાઇ જતા સેન્સેક્સ નિફ્ટી સાધારણ સુધારે બંધ થયા હતા. ગુરુવારે સેન્સેક્સ 400 પોઇન્ટથી વધુ ઉછળી 86,055 રેકોર્ડ હાઇ લેવલને સ્પર્શ્યો હતો. જો કે બપોર બાદ વેચવાલીના દબાણથી ઓલટાઇમ હાઇ લેવલતી સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટી 85,473 સુધી ઘટ્યો હતો. સેશનના અંતે 111 પોઇન્ટના સુધારે 85720 બંધ થયો હતો. એનએસઇ નિફ્ટી ઇન્ટ્રા ડે 26,310 ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યા બાદ છેલ્લે માત્ર 10 પોઇન્ટ વધીને 26215 બંધ થયો હતો.

Advertisment

શેરબજારમાં આગેકૂચ યથાવત રહેતા ગુરુવારે સેન્સેક્સ નિફ્ટી સકારાત્મક ખુલ્યા છે. સેન્સેક્સ 136 પોઇન્ટ વધી 85,745 ખુલ્યો છે. હાલ સેન્સેક્સ 200 પોઇન્ટના સુધારા સાથે 85800 ઉપર ટ્રેડિંગ કરી રહયો છે. એનએસઇ નિફ્ટી 45 પોઇન્ટ વધી 26,261 ખુલ્યો હતો.

એશિયન શેરબજારમાં તેજી, જાપાનીઝ નિક્કેઇ

એશિયન શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ યથાવત છે. જાપાનીઝ નિક્કેઇ 600 પોઇન્ટ વધ્યો છે. તો હોંગકોંગ 95 પોઇન્ટ, તાઈવાન 130 પોઇન્ટ, શાંઘાઇ, કોરિયાના શેરબજારો પણ એકંદરે વધ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટ ઇન્ડેક્સ 75 પોઇન્ટ મજબૂત છે.

ટાટા કેપિટલે મંગલમ ડ્રગ્સમાં હિસ્સો વેચ્યો, શેર 10 ટકા તૂટ્યો

ટાટા કેપિટલે બે ડિલમાં મંગલમ ડ્રગ્સ અને ઓર્ગેનિક્સ કંપનીમાં 3.47 ટકા હિસ્સો વેચ્યો છે. આ ડીલમાં 33.54 રૂપિયા પ્રતિ શેરના ભાવ 4.44 લાખ શેર વેચ્યા છે, તેનાથી 1.49 કરોડ રૂપિયા મળ્યા છે. તો 1.05 લાખ શેર 33.36 રૂપિયા પ્રતિ શેરના ભાવે વેચતા 35.02 લાખ રૂપિયા મળ્યા છે. ટાટા કેપિટલ દ્વારા હિસ્સો વેચવાથી આજે બીએસઇ પર મંગલમ ડ્રગ્સ કંપનીના શેરમાં 10 ટકાની સેલર સર્કિટ લાગી હતી અને શેર ભાવ 29.61 રૂપિયા થયો હતો. પાછલા દિવસનો શેરનો બંધ ભાવ 32.82 રૂપિયા હતો.

Advertisment
  • Nov 27, 2025 16:25 IST

    સ્મોલકેપ શેરમાં વેચવાલી, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ઘટ્યો

    સ્મોલકેપ 201 પોઇન્ટ અને મિડકેપ માત્ર 5 પોઇન્ટ ઘટ્યો છે. આજે આઈટી અને ટેક ઇન્ડેક્સને બાદ કરતા તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઘટ્યા છે. કેપિટલ ગુડ્સ 336 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 280 પોઇન્ટ્, ઓટો 187 પોઇન્ટ અને બેંકેક્સ 100 પોઇન્ટ ઘટ્યો છે. ગુરુવારે બીએસઇની માર્કેટ કેપ 474.33 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે પાછલા દિવસે 474.90 લાખ કરોડ હતી. બીએસઇ પર 1989 શેર વધીને જ્યારે 2159 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ હતી.



  • Nov 27, 2025 16:22 IST

    શેરબજાર રેકોર્ડ હાઇ લેવલથી તૂટવાના 5 કારણ

    સેન્સેક્સ નિફ્ટી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ શેરબજાર ઘટવા પાછળ મુખ્ય 5 કારણ છે.

    (1) શેરબજારમાં ઉંચા મથાળે નફાવસુલી

    (2) નિફ્ટીની મંથલી એક્સપાયરી

    (3) મિડકેપ અને સ્મોલકેપ શેરમાં નરમાઇ

    (4) ટેકનિકલ રીતે નબળા સંકેત

    (5) ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો



  • Nov 27, 2025 16:20 IST

    સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર

    સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 15 વધ્યા હતા. ટોપ 5 ગેઇનર શેરમાં બજાજ ફાઈનાન્સ 2.3 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક સવા 1 ટકા, બજાજ ફિનસર્વ 1.1 ટકા, એચયુએલ અને એચસીએલ ટેક 1 ટકા વધીને બંધ થયા હતા. તો બીજી બાજુ ટાટા સ્ટીલ, એસબીઆઈ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇટરનલ અે મારૂતિ સુઝુકીના શેર 1 થી દોઢ ટકા ઘટી ટોપ 5 લુઝર શેર બન્યા હતા.



  • Nov 27, 2025 16:17 IST

    શેરબજારની રેકોર્ડ હાઇ લેવલથી પીછેહઠ, આખરે સેન્સેક્સ 111 પોઇન્ટ વધીને બંધ

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઇન્ટ્રા ડેમાં ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યો હતા. જો કે ઉંચા મથાળે વેચવાલીના દબાણથી આરંભિક સુધારો ઘોવાઇ જતા સેન્સેક્સ નિફ્ટી સાધારણ સુધારે બંધ થયા હતા. ગુરુવારે સેન્સેક્સ 400 પોઇન્ટથી વધુ ઉછળી 86,055 રેકોર્ડ હાઇ લેવલને સ્પર્શ્યો હતો. જો કે બપોર બાદ વેચવાલીના દબાણથી ઓલટાઇમ હાઇ લેવલતી સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટી 85,473 સુધી ઘટ્યો હતો. સેશનના અંતે 111 પોઇન્ટના સુધારે 85720 બંધ થયો હતો. એનએસઇ નિફ્ટી ઇન્ટ્રા ડે 26,310 ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યા બાદ છેલ્લે માત્ર 10 પોઇન્ટ વધીને 26215 બંધ થયો હતો.



  • Nov 27, 2025 15:26 IST

    50MP ટ્રિપલ કેમેરા સાથે Nothing Phone 3a Lite સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 256GB સ્ટોરેજ અને એડવાન્સ ફીચર્સ

    Nothing Phone 3a Lite Launched in India : નથિંગ ફોન 3 એ લાઇટ ફોન 50 એમપી ટ્રિપલ રિયર કેમેરા અને મીડિયાટેક ડાયમેન્સિટી 7300 પ્રો ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો કિંમત અને તમામ ફીચર્સ વિશે વિગતવાર ...વધુ વાંચો



  • Nov 27, 2025 15:01 IST

    Reliance Jio IPO : રિલાયન્સ જિયો આઈપીઓ 2026માં ક્યારે આવશે? સંભવિત ટાઇમલાઇન થી લઇ વેલ્યૂએશન સુધીની વિગત જાણો

    Reliance Jio IPO : રિલાયન્સ જિયો આઈપીઓની રોકાણકારો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 48મા AGMમાં રોકાણકારોને સંબોધતા ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, Jio ને લિસ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. રોકાણકારો માટે આ ખૂબ જ આકર્ષક તક હશે." ...વધુ માહિતી



  • Nov 27, 2025 14:39 IST

    iPhone 16 કિંમત ધડામ, 40 હજારથી ઓછા ભાવે ખરીદવાનો મોકો, બ્લેક ફ્રાઈડે સેલમાં જબરદસ્ત ઓફર

    iPhone Black Friday Sale 2025: બ્લેક ફ્રાઇડે સેલમાં આઇફોન 16 તમે 40,000 રૂપિયાથી ઓછી કિંમતે ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ, એમેઝોન, ક્રોમા અને રિલાયન્સ ડિજિટલ પર શું ડિલ ઓફર છે તે અહીં જાણો. ...વધુ માહિતી



  • Nov 27, 2025 14:11 IST

    સેન્સેક્સ રેકોર્ડ હાઇથી 500 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 26200 નીચે

    શેરબજારમાં રેકોર્ડ હાઇ લેવલ પર વેચવાલી નીકળતા સેન્સેક્સ નિફ્ટી ઓલટાઇમ હાઇ લેવલથી તૂટ્યા છે. રેકોર્ડ હાઇ લેવલથી સેન્સેક્સ 500 પોઇન્ટ જેટલો તૂટ્યો છે અને હાલ 85640 લેવલ પર ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી પણ 22 પોઇન્ટના ઘટાડે 26180 લેવલ આસપાસ છે. સ્મોલકેપ 225 પોઇન્ટ ઘટ્યો છે.



  • Nov 27, 2025 10:39 IST

    સેન્સેક્સ નિફ્ટી 14 મહિના રેકોર્ડ હાઇ, શેરબજારમાં સાર્વત્રિક તેજી

    સેન્સેક્સ નિફ્ટી 14 મહિના બાદ નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. સેન્સેક્સ 400 પોઇન્ટ ઉછળી 86026 રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 100 પોઇન્ટ વધી 26,306 સુધી પહોંચ્યો છે, જે ઓલટાઇમ હાઇ લેવલ છે. શેરબજારમાં સાર્વત્રિક તેજીથી સેન્સેક્સ નિફ્ટી નવા ઉંચા શિખરે પહોંચ્યા છે. વૈશ્વિક શેરબજારોની તેજી, યુએસ ફેડ રેટ કટનો આશાવાદ, રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની આશા અને ક્રૂડ ઓઇલમાં નરમાઇ જેવા સકારાત્મક ફંડામેન્ટલના પગલે શેરબજારમાં તેજી આવીછે.



  • Nov 27, 2025 09:33 IST

    ટાટા કેપિટલે મંગલમ ડ્રગ્સમાં હિસ્સો વેચ્યો, શેર 10 ટકા તૂટ્યો

    ટાટા કેપિટલે બે ડિલમાં મંગલમ ડ્રગ્સ અને ઓર્ગેનિક્સ કંપનીમાં 3.47 ટકા હિસ્સો વેચ્યો છે. આ ડીલમાં 33.54 રૂપિયા પ્રતિ શેરના ભાવ 4.44 લાખ શેર વેચ્યા છે, તેનાથી 1.49 કરોડ રૂપિયા મળ્યા છે. તો 1.05 લાખ શેર 33.36 રૂપિયા પ્રતિ શેરના ભાવે વેચતા 35.02 લાખ રૂપિયા મળ્યા છે. ટાટા કેપિટલ દ્વારા હિસ્સો વેચવાથી આજે બીએસઇ પર મંગલમ ડ્રગ્સ કંપનીના શેરમાં 10 ટકાની સેલર સર્કિટ લાગી હતી અને શેર ભાવ 29.61 રૂપિયા થયો હતો. પાછલા દિવસનો શેરનો બંધ ભાવ 32.82 રૂપિયા હતો.



  • Nov 27, 2025 09:28 IST

    એશિયન શેરબજારમાં તેજી, જાપાનીઝ નિક્કેઇ

    એશિયન શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ યથાવત છે. જાપાનીઝ નિક્કેઇ 600 પોઇન્ટ વધ્યો છે. તો હોંગકોંગ 95 પોઇન્ટ, તાઈવાન 130 પોઇન્ટ, શાંઘાઇ, કોરિયાના શેરબજારો પણ એકંદરે વધ્યા છે. ભારતનો ગિફ્ટ નિફ્ટ ઇન્ડેક્સ 75 પોઇન્ટ મજબૂત છે.



  • Nov 27, 2025 09:26 IST

    સેન્સેક્સ 200 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 26220 ઉપર મજબૂત

    શેરબજારમાં આગેકૂચ યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટી સકારાત્મક ખુલ્યા છે. સેન્સેક્સ 136 પોઇન્ટ વધી 85,745 ખુલ્યો છે. હાલ સેન્સેક્સ 200 પોઇન્ટના સુધારા સાથે 85800 ઉપર ટ્રેડિંગ કરી રહયો છે. એનએસઇ નિફ્ટી 45 પોઇન્ટ વધી 26,261 ખુલ્યો હતો.



બિઝનેસ શેર બજાર