Share Market News : શેરબજારમાં સાર્વત્રિક તેજી, સેન્સેક્સ 638 પોઇન્ટ ઉછળ્યો, રોકાણકારોને 4 લાખ કરોડની કમાણી

Share Market Today News Highlight : સેન્સેક્સ 638 પોઇન્ટ વધી 85567 અને નિફ્ટી 206 પોઇન્ટ વધી 26172 બંધ થયા છે. સૌથી વધુ કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 1097 પોઇન્ટ, આઈટી 744 પોઇન્ટ ઉછળ્યા છે. સોમવારે રોકાણકારોને 4.1 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Trading | Share Market news | stock market news

Share Market News : શેરબજાર. (Photo: Freepik)

Share Market Today News Highlight : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મોટા ઉછાળે બંધ થયા છે. સેન્સેક્સ 638 પોઇન્ટ વધી 85567 અને નિફ્ટી 206 પોઇન્ટ વધી 26172 બંધ થયો છે. વિદેશી રોકાણકારોની નીચા ભાવે વેચવાલી અને વૈશ્વિક શેરબજારોના મજબૂત સંકેતોના પગલે ભારતીય સ્ટોક માર્કેટ પણ વધ્યા છે. કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સના બાદ કરતા શેરબજારની સાર્વત્રિક તેજીમાં તમામ ઇન્ડેક્સ વધ્યા છે.

Advertisment

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી વૈશ્વિક બજારોની સકારાત્મક સંકેતોથી ઉછાળે ખુલ્યા છે. સેન્સેક્સ 215 પોઇન્ટ વધી 85145 ખુલ્યો છે. પોઝિટિવ સેન્ટિમેન્ટ સાથે ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 500 પોઇન્ટ જેટલો ઉછળી 85412 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી 90 પોઇન્ટ વધી 26055 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 130 પોઇન્ટની મજબૂતીમાં 26096 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. સેન્સેક્સ 85000 અને નિફ્ટી 26000 મહત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક સપાટીની ઉપર છે.

ડોલર સામે રૂપિયો 27 પૈસા ઘટી 89.54 ખુલ્યો

શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલીથી અને ગ્લોબલ માર્કેટમાં ડોલરની મજબૂતીથી રૂપિયો ઘટાડે ખુલ્યો છે. સોમવારે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 27 પૈસા ઘટી 89.54 ખુલ્યો છે. ગત શુક્રવારે રૂપિયો 89.27 બંધ થયો હતો. નોંધનિય છે કે, તાજેતરમાં ડોલર સામે રૂપિયો ઇતિહાસમાં પહેલીવાર 91 લેવલ સ્પર્શ્યો હતો

  • Dec 22, 2025 16:40 IST

    શેરબજારના રોકાણકારોને 4 લાખ કરોડથી વધુ કમાણી

    આજે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 475.32 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે ગત શુક્રવારે 471.21 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ સોમવારે શેરબજારના રોકાણકારોને 4.1 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે. બીએસઇ પર 2794 શેર વધીને જ્યારે 1515 શેર ઘટીને બંધ થયા છે.

  • Dec 22, 2025 16:37 IST

    શેરબજારમાં સાર્વત્રિક તેજી, તમામ ઇન્ડેક્સ વધ્યા

    શેરબજારની સાર્વત્રિક તેજીમાં મિડકેપ 400 પોઇન્ટ, સ્મોલકેપ 570 પોઇન્ટ વધ્યા છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના સાધારણ ઘટાડાને બાદ કરતા તમામ ઇન્ડેક્સ વધ્યા છે. કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 1097 પોઇન્ટ, આઈટી 744 પોઇન્ટ, મેટલ 458 પોઇન્ટ, ઓટો 432 પોઇન્ટ વધ્યા છે.

  • Advertisment
  • Dec 22, 2025 16:36 IST

    સેન્સેક્સ 638 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 206 પોઇન્ટ વધ્યો

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મોટા ઉછાળે બંધ થયા છે. સેન્સેક્સ 638 પોઇન્ટ વધી 85567 અને નિફ્ટી 206 પોઇન્ટ વધી 26172 બંધ થયો છે. વિદેશી રોકાણકારોની નીચા ભાવે વેચવાલી અને વૈશ્વિક શેરબજારોના મજબૂત સંકેતોના પગલે ભારતીય સ્ટોક માર્કેટ પણ વધ્યા છે.

  • Dec 22, 2025 14:06 IST

    OnePlus 15R Discount : વનપ્લસ 15R સ્માર્ટફોન પર મહા બચત, જબરદસ્ત ડિસ્કાઉન્ટ સાથે લોન્ચ ઓફર સેલ શરૂ

    OnePlus 15R Price Discount Offer : વનપ્લસ 15 આર સ્માર્ટફોનનું વેચાણ ભારતમાં 22 ડિસેમ્બરથી શરૂ થયું છે. લોન્ચ ઓફર હેઠળ લેટેસ્ટ વેનપ્લસ મોબાઇન 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ અને નો કોસ્ટ EMI પર ખરીદી શકાય છે. ...બધું જ વાંચો

  • Dec 22, 2025 10:36 IST

    IPO : ગુજરાત કિડની સુપર સ્પેશિયાલિટી સહિત 11 IPO ખુલશે, આ અઠવાડિયે 5 શેર લિસ્ટિંગ થશે

    IPO Open And Share Listing This Week : આઈપીઓ માર્કેટમાં ગુજરાત કિડની અને સુપર સ્પેશિયાલિટી સહિત 11 નવા IPO ખુલવાના છે. ઉપરાંત મેઇનબોર્ડ KSH ઇન્ટરનેશનલ સહિત 5 કંપનીઓના શેર લિસ્ટંગ થવાના છે. ...બધું જ વાંચો

  • Dec 22, 2025 09:35 IST

    ડોલર સામે રૂપિયો 27 પૈસા ઘટી 89.54 ખુલ્યો

    શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલીથી અને ગ્લોબલ માર્કેટમાં ડોલરની મજબૂતીથી રૂપિયો ઘટાડે ખુલ્યો છે. સોમવારે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 27 પૈસા ઘટી 89.54 ખુલ્યો છે. ગત શુક્રવારે રૂપિયો 89.27 બંધ થયો હતો. નોંધનિય છે કે, તાજેતરમાં ડોલર સામે રૂપિયો ઇતિહાસમાં પહેલીવાર 91 લેવલ સ્પર્શ્યો હતો

  • Dec 22, 2025 09:33 IST

    સેન્સેક્સ 500 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 26000 પાર

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી વૈશ્વિક બજારોની સકારાત્મક સંકેતોથી ઉછાળે ખુલ્યા છે. સેન્સેક્સ 215 પોઇન્ટ વધી 85145 ખુલ્યો છે. પોઝિટિવ સેન્ટિમેન્ટ સાથે ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 500 પોઇન્ટ જેટલો ઉછળી 85412 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી 90 પોઇન્ટ વધી 26055 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 130 પોઇન્ટની મજબૂતીમાં 26096 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. સેન્સેક્સ 85000 અને નિફ્ટી 26000 મહત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક સપાટીની ઉપર છે.

બિઝનેસ શેર બજાર