Share Market Today News Highlight : શેરબજારમાં ટ્રેડિંગ સેશન દરમિયાન તીવ્ર રસાકસી બાદ સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ નિફ્ટી સામસામે બંધ થયા છે. સેન્સેક્સ 7.25 ટકા ઘટી 80710 બંધ થયો છે. તો નિફ્ટી 6.7 ટકા વધી 24741 બંધ થયો છે. જીએસટી રિફોર્મ્સના ઉતન્માદમાં સેન્સેક્સ આજે 290 જેટલો વધી 81000 ઉપર ખુલ્યો હતો. જો કે આઈટી શેરમાં ભારે વેચવાલીથી આરંભિક સુધારો જોવાઇ જતા સેન્સેક્સ નીચામાં 80321 થયો હતો.
સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે વૈશ્વિક શેરબજારોની મજબૂતીના પગલે સુધારે ખુલ્યા હતા. સેન્સેક્સ 300 પોઇન્ટ જેટલો વધી 81000 લેવલ ઉપર 81012 ખુલ્યો હતો. જ્યારે ગુરુવારે 80718 લેવલ પર બંધ થયો હતો. તો નિફ્ટી 80 પોઇન્ટ આસપાસ વધીને 24818 ખુલ્યો હતો. ગુરુવારે અમેરિકાના શેરબજાર રેકોર્ડ લેવલ પર બંધ થયા હતા.
IT અને FMCG શેરમાં ભારે વેચવાલી
આઈટી અને એફએમસીજી શેરમાં ભારે વેચવાલીથી માર્કેટ ઘટ્યું છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 507 પોઇન્ટ તૂટ્યો છે. સેન્સેક્સના ટોપ 5 લૂઝર શેરમાં એફએમસીજી અને આઈટી શેર મોખરે હતા. જેમા આઇટીસી 2 ટકા, એચસીએલ ટેક, ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ શેર દોઢ ટકા સુધી ઘટ્યા હતા.
રૂપિયો રેકોર્ડ તળિયે, ડોલર સામે 11 પૈસા ઘટી 88.26 બંધ
શુક્રવારે ડોલર સામે રૂપિયો 11 પૈસા ઘટી 88.26 બંધ થયો છે, જે અત્યાર સુધીની સૌથી નીચી સપાટી છે. ગુરુવારે રૂપિયો 88.15 બંધ થયો હતો. ટ્રમ્પ ટેરિફ, વિદેશી રોકાણકારોની વેચવાલીથી ડોલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.