Share Market Today News Highlight : શેરબજારામાં આગેકૂચ યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટી સળંગ ત્રીજા દિવસે વધીને બંધ થયા છે. સેન્સેક્સ 595 પોઇન્ટ વધી 84466 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 180 પોઇન્ટની તેજીમાં 25876 બંધ થયો છે. સેન્સેક્સ ઇન્ટ્રા ડેમાં 800 પોઇન્ટથી વધુ ઉછળી 84652 ટોચ સુધી ગયો હતો. ત્રણ દિવસની તેજીમાં સેન્સેક્સ 1250 પોઇન્ટ વધ્યો છે. જો કે TMCV, TMPV અને ટાટા સ્ટીલ સહિત ટાટા ગ્રૂપના શેર તૂટ્યા હતા.
શેરબજારમાં સતત ત્રીજા દિવસે આગેકૂચ યથાવત્ રહેતા બુધવારે સેન્સેક્સ નિફ્ટી વધ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 83871 લેવલથી 367 પોઇન્ટ જેટલો વધી આજે 84,238 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,694 લેવલથી આજે 140 પોઇન્ટ સુધરી 25,834 ખુલ્યો હતો. સેન્સેક્સ 500 પોઇન્ટના સુધારામાં 84300 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
IT શેર તેજીમાં
આજે આઈટી શેરમાં સારી તેજી જોવા મળી છે. બ્લુચીપ શેર ટેક મહિન્દ્રા 1.7 ટકા, ટીસીએસ 1.6 ટકા, ઇન્ફોસિસ 1 ટકા આસપાસ વધીને ટ્રેડ કરી રહ્યા છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 450 પોઇન્ટથી વધુ ઉછળ્યો છે. બેંક શેરમાં સુધારાથી બેંક નિફ્ટી પણ 200 પોઇન્ટ મજબૂત છે.
Groww IPO Share Listing : ગ્રો શેર લિસ્ટિંગ બાદ તેજી યથાવત, 24 ટકા શેર ઉછળ્યો
બ્રોકરેજ ફર્મ ગ્રો ની પેરેન્ટ કંપની બિલિયનબ્રેન્સ ગેરેજ વેન્ચર્સનું શેર લિસ્ટિંગ ધમાકેદાર રહ્યું છે. ગ્રો કંપનીના શેર આઈપીઓ ઇશ્યુ પ્રાઇસ 100 રૂપિયાની સામે આજે બીએસઇ 114 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયા છે, જે 14 ટકા લિસ્ટિંગ ગેઇન દર્શાવે છે. ત્યાર બાદ આગેકૂચ ચાલુ રહેતા બપોર સુધીમાં શેર વધીને 124 રૂપિયા બોલાયો હતો. એનએસઇ પર ગ્રો કંપનીનો શેર 112 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો હતો. ગ્રો કંપનીનો 6632.30 કરોડ રૂપિયાનો આઈપીઓ 17.60 ગણો ભરાયો હતો.





