Share Market Today News Live Update : શેરબજાર સુચકાંક સેન્સેક્સ નિફ્ટી વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો વચ્ચે પોઝિટિવ ખુલ્યા છે. સેન્સેક્સ પાછળા બંધ 85,720 બંધી 71 પોઇન્ટ વધી આજે 85,791 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 26,215 બંધ લેવલથી 22 પોઇન્ટ વધી 26237 ખુલ્યો હતો. જો કે પોઝિટિવ ઓપનિંગ બાદ ટ્રિગર પોઇન્ટના અભાવે સેન્સેક્સ નિફ્ટ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા હતા.
SEBI ની કેશ ટ્રેડમાં માર્જિન ઘટાડવા વિચારણા
બજાર નિયામક સેબી એ કેશ સેગમેન્ટ ટ્રેડિંગ પર માર્જિન ઘટાડવાના પ્રસ્તાવ ચર્ચા શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ સેબીની એક પેનલે તાજેતરમાં જ આ બાબતે ક્લિયરિંગ કોર્પોરેશન, બ્રોકર અને અન્ય શેરધારકો સાથે ચર્ચા કરી હતી. અલબત્ત, આ મામલે હજી સુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવાયો નથી





