Share Market News : સેન્સેક્સ 583 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 25000 ઉપર બંધ, બેંક અને IT શેરમાં તેજી

Share Market Today News Live Update : શેરબજાર સતત ત્રીજા દિવસે વધીને બંધ થયા છે. બેંક અને આઈટી શેરમાં તેજી જોવા મળી છે. શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 2 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે.

Written by Ajay Saroya
Updated : October 06, 2025 17:05 IST
Share Market News : સેન્સેક્સ 583 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 25000 ઉપર બંધ, બેંક અને IT શેરમાં તેજી
BSE : બીએસઇ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, (Express photo by Nirmal Harindran)

Share Market Today News Highlight : શેરબજારમાં સુધારાની ચાલ જળવાઇ રહેતા સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે વધીને બંધ થયા છે. સોમવારે સેન્સેક્સ 583 પોઇન્ટ વધી 81790 બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 81846 સુધી વધ્યો હતો. એનએસઇ નિફ્ટી 183 પોઇન્ટ વધી 25077 બંધ થયો છે. આઈટી અને બેંક શેરમાં તેજીથી શેરબજાર વધ્યું છે. આજે બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની તારીખો જાહેર થવાથી માર્કેટ પર તેની અસર જોવા મળશે. શેરબજાર વધ્યું હતું પણ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હતી, જે આંતરપ્રવાહ નબળો હોવાના સંકેત આપે છે.

સેન્સેક્સ નિફ્ટી વૈશ્વિક શેરબજારોના સકારાત્મક સંકેત વચ્ચે પોઝિટિવ ખુલ્યા હતા. અઠવાડિયાના પ્રથમ દિવસ સોમવારે સેન્સેક્સપાછલા બંધ 81207 લેવલ સામે આજે 81274 ખુલ્યો હતો. ત્યાર પછ સેન્સેક્સ 150 પોઇન્ટ જેટલો વધી 81357 ટ્રેડિંગ કરી રહ્યો હતો. તો એનએસઇ પાછલા બંધ 24,894 સામે આજે 24,916 ખુલ્યો હતો.

ક્રૂડ ઓઇલમાં 1 ટકાની તેજી

ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોના સમૂહ OPEC+ દ્વારા અપેક્ષા કરતા ઓછી માસિક ઉત્પાદન વૃદ્ધિની ઘોષણા કર્યા બાદ ઓઇલમાં 1 ટકા તેજી આવી છે. તેનાથી ક્રૂડ ઓઇલની સપ્લાયમાં મોટો ઘટાડો થવાની ચિંતા ઓછી થઇ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો 63 સેન્ટ કે 1 ટકા વધી 65.16 ડોલર બોલાયો હતો. તો યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ ઓઇલ 58 સેન્ટ વધીને 61.46 ડોલર બોલાતો હતો.

જાપાનીઝ શેરબજાર 2200 પોઇન્ટ ઉછળ્યો

આજે એશિયન બજારો નોંધપાત્ર વધ્યા હતા. જાપાનીઝ શેરબજારનો બેન્ચમાર્ક Nikke 225 ઇન્ડેક્સ 2200 પોઇન્ટ ઉછળી 47650 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો હતો. જકાર્તા અને શાંઘાઇ શેરબજાર એકંદરે સકારાત્મક હતા. જો કે હોંગકોંગ માર્કેટ 167 પોઇન્ટ ઘટીને ટ્રેડ કરી રહ્યો છે.

Live Updates

મિડકેપ વધ્યો જ્યારે સ્મોલકેપ નરમ, બેંક અને IT શેરમાં ઉછાળો

આજે શેરબજારના સુધારામાં બેંક અને આઈટ શેરનું યોગદાન વધારે હતું. બીએસઇ આઈટી 659 પોઇન્ટ અને બેંક્કેસ 690 પોઇન્ટ, હેલ્થકેર 458 પોઇન્ટ વધ્યા હતા. જ્યારે મેટલ ઇન્ડેક્સ 312 પોઇન્ટ ઘટ્યો હતો. બીએસઇ મિડકેપ 310 પોઇન્ટ વધ્યો હતો જ્યારે સ્મોલકેપ 104 પોઇન્ટ ઘટ્યો હતો.

શેરબજાર વધ્યું પણ માર્કેટ બ્રેડ્થ ભારે નેગેટિવ

શેરબજાર ભલે વધીને બંધ થયા હોય પણ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી, જે બજારનો આંતરપ્રવાહ નરમ હોવાના સંકેત આપે છે. બીએસઇના 1827 શેર વધીને જ્યારે 2453 શેર ઘટીને બંધ થયા હતા. આજે બીએસઇની માર્કેટકેપ 459.84 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે અગાઉ 457.81 લાખ કરોડ રૂપિયા હતા. આમ સોમવારે શેરબજારના રોકાણકારોની સંપત્તિ 2 લાખ કરોડ રૂપિયા વધી છે.

સેન્સેક્સના ટોપ 5 ગેઇનર અને લુઝર શેર

આજે સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 20 શેર વધીને બંધ થયા હતા. જેમા ટીસીએસ 3 ટકા, ટેક મહિન્દ્રા 2.6 ટકા, એક્સિસ બેંક 2.6 ટકા, ઇટરનલ 2 ટકા, ઇન્ફોસિસ 2 ટકા વધ્યા હતા. તો બીજી બાજુ ટ્રેન્ટ, ટાયટન, પાવરગ્રીડ, અદાણી પોર્ટ્સ અને ટાટા સ્ટીલના શેર 1 થી 2 ટકા સુધી ઘટ્યા હતા.

સેન્સેક્સ 583 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 25000 ઉપર બંધ

શેરબજારમાં સુધારાની ચાલ જળવાઇ રહેતા સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે વધીને બંધ થયા છે. સોમવારે સેન્સેક્સ 583 પોઇન્ટ વધી 81790 બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 81846 સુધી વધ્યો હતો. એનએસઇ નિફ્ટી 183 પોઇન્ટ વધી 25077 બંધ થયો છે. આઈટી અને બેંક શેરમાં તેજીથી શેરબજાર વધ્યું છે. આજે બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની તારીખો જાહેર થવાથી માર્કેટ પર તેની અસર જોવા મળશે.

સેન્સેક્સ 500 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 પાર, IT બેંક શેરમાં તેજી

શેરબજારમાં બપોરના સેશનમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ ઉછળ્યો હતો અને 81750 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 160 પોઇન્ટ ઉછળી 25000 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. આઈટી, ફાઈનાન્લ અને બેંક શેરમાં તેજીથી શેરબજાર વધ્યું છે. ટીસીએસ, એક્સિસ બેંક, કોટક બેંક, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સના શેર 2 થી અઢી ટકા સુધી વધ્યા છે.

Diwali Bonus Investment Tips : દિવાળી બોનસના પૈસા ખર્ચવાની 10 સ્માર્ટ ટીપ્સ, ભવિષ્યમાં ફાયદો કરાવશે

Prosperity Tips for Diwali Bonus : દિવાળી બોનસના પૈસા ખર્ચવાના બદલે તેનું સમજદારીપૂર્વક ઉપયોગ કરવાથી કમાણી કરી શકાય છે. અહીં બોનસના પૈસા ખર્ચવા માટે 10 સ્માર્ટ ટીપ્સ આપી છે, જે તમને ભવિષ્યમાં નફા સાથે કમાણી કરાવશે. …સંપૂર્ણ માહિતી

Adani Group: અદાણી ગ્રૂપને મુંબઇમાં સિમેન્ટ પ્લાન્ટ સ્થાપવા પર્યાવણીય નિયમોમાં મોટી રાહત! સ્થાનિક લોકોનો ઉગ્ર વિરોધ

Adani Cement Plant In Kalyan Mumbai : કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે એક ડ્રાફ્ટ નોટિફિકેશનમાં “કેપ્ટિવ પાવર પ્લાન્ટ વિનાના સ્ટેન્ડઅલોન સિમેન્ટ ગ્રાઇન્ડીંગ યુનિટ” ને પૂર્વ પર્યાવરણીય મંજૂરીની જરૂરિયાતમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેનો સીધો ફાયદો અદાણી ગ્રૂપના મુંબઇના કલ્યાણ વિસ્તારમાં સ્થાપનાર સિમેન્ટ પ્લાન્ટને થવાનો છે. …વધુ માહિતી

Upcoming IPO : ટાટા કેપિટલ , LG ઇલેક્ટ્રોનિક્સ સહિત 5 આઈપીઓ ખુલશે, અ સપ્તાહે 24 કંપનીના શેર લિસ્ટેડ થશે

IPO Open This Week And Share Listing : નવા અઠવાડિયે ટાટા કેપિટલ, એલજી ઇલેક્ટ્રોનિક્સ સહિત 5 આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલવાના છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 4 આઈપીઓમાં રોકાણ કરવાની આ સપ્તાહે છેલ્લી તક મળશે. …વધુ માહિતી

જાપાનીઝ શેરબજાર 2200 પોઇન્ટ ઉછળ્યો

આજે એશિયન બજારો નોંધપાત્ર વધ્યા હતા. જાપાનીઝ શેરબજારનો બેન્ચમાર્ક Nikke 225 ઇન્ડેક્સ 2200 પોઇન્ટ ઉછળી 47650 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો હતો. જકાર્તા અને શાંઘાઇ શેરબજાર એકંદરે સકારાત્મક હતા. જો કે હોંગકોંગ માર્કેટ 167 પોઇન્ટ ઘટીને ટ્રેડ કરી રહ્યો છે.

ક્રૂડ ઓઇલમાં 1 ટકાની તેજી

ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશોના સમૂહ OPEC+ દ્વારા અપેક્ષા કરતા ઓછી માસિક ઉત્પાદન વૃદ્ધિની ઘોષણા કર્યા બાદ ઓઇલમાં 1 ટકા તેજી આવી છે. તેનાથી ક્રૂડ ઓઇલની સપ્લાયમાં મોટો ઘટાડો થવાની ચિંતા ઓછી થઇ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો 63 સેન્ટ કે 1 ટકા વધી 65.16 ડોલર બોલાયો હતો. તો યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ ઓઇલ 58 સેન્ટ વધીને 61.46 ડોલર બોલાતો હતો.

સેન્સેક્સ 150 પોઇન્ટ વધ્યો, નિફ્ટી મજબૂત

સેન્સેક્સ નિફ્ટી વૈશ્વિક શેરબજારોના સકારાત્મક સંકેત વચ્ચે પોઝિટિવ ખુલ્યા હતા. અઠવાડિયાના પ્રથમ દિવસ સોમવારે સેન્સેક્સપાછલા બંધ 81207 લેવલ સામે આજે 81274 ખુલ્યો હતો. ત્યાર પછ સેન્સેક્સ 150 પોઇન્ટ જેટલો વધી 81357 ટ્રેડિંગ કરી રહ્યો હતો. તો એનએસઇ પાછલા બંધ 24,894 સામે આજે 24,916 ખુલ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ