Share Market Today News Highlight: શેરબજારમાં બેંક સ્ટોકમાં તેજીના પગલે સેન્સેક્સ નિફ્ટી વધીને થયા છે. સેન્સેક્સ 442 પોઇન્ટ વધી 82200 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 122 પોઇન્ટ વધી 25090 બંધ થયો છે. આજે બેંક, મેટલ, રિયલ્ટી અને ઓટો શેરમાં લેવાલી જોવા મળી હતી. તો ઓઇલ ગેસ, એફએમસીજી અને આઈટી શેર દબાણ હેઠળ હતા. મિડકેપ શેરમાં લેવાલી અને સ્મોલકેપ ઇન્ડેક્સ નીચા સ્તરેથી રિકવર થઇ બંધ થયો હતો. બેંક નિફ્ટી ઇન્ડેક્સ 670 પોઇન્ટ ઉછળ્યો હતો.
શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી સોમવારે પોઝિટિવ ખુલ્યા બાદ ઘટ્યા હતા. એશિયન બજારોના મિશ્ર સંકેત અને ગિફ્ટ નિફ્ટીની નરમાઇના પગલે સેન્સેક્સ નિફ્ટી ઘટ્યા હતા. રિલાયન્સ, આઈટી અને બેન્ક જેવા બ્લુચીપ સ્ટોકમાં વેચવાલીથી માર્કેટ ઘટ્યું છે. આજે ડોલર સામે રૂપિયો 15 પૈસા ઘટીને 86.31 ખુલ્યો હતો.
સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા બાદ ફ્લેટ
સેન્સેક્સ પાછલા બંધ 81757 સામે ઉંચા ગેપમાં સોમવારે 81918 ખુલ્યો હતો. ઓપનિંગમાં માર્કેટ વધીને 81971 સુધી ગયો હતો. જો કે રિલાયન્સ, એક્સિસ બેંક, એચસીએલ ટેક્નોલોજી જેવા હેવીવેઇટ્સ શેરમાં વેચવાલીથી માર્કેટ ઘટ્યું 200 પોઇન્ટથી વધ્ ઘટ્યું હતા. ત્યારબાદ સેન્સેક્સ ફ્લેટ ટ્રેડ કરી રહ્યું છે. નિફ્ટી પાછલા બંધ 24968 સામે સોમવારે 24999 ખુલ્યા બાદ ઓપનિંગ સેશનમાં જ 25037 સુધી વધ્યો હતો. જો કે વેચવાલીના દબાણથી માર્કેટ તૂટ્યું અને નિફ્ટી 24882 સુધી ઘટ્યો હતો. હાલ સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ટ્રેડ કરી રહ્યા છે.
ડોલર સામે રૂપિયો 15 પૈસા ઘટ્યો
સોમવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 15 પૈસા ઘટીને 86.31 ખુલ્યો હતો. ગત શુક્રવારે 86.16 બંધ થયો હતો. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ભારતીય શેરબજારમાં નરમાઇના પગલે રૂપિયા પર દબાણ આવ્યું છે.





