Share Market Today News Live Update: શેરબજારમાં 3 દિવસની મંદીને બ્રેક લગતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 446 પોઇન્ટ વધી 81337 અને નિફ્ટી 140 પોઇન્ટ વધી 24821 બંધ થયા છે. શેરબજારમાં રિકવરીના માહોલથી તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ વધ્યા હતા. બેંક નિફઅટી 137 પોઇન્ટ, બીએસઇ સ્મોલકેપ 587 પોઇન્ટ, મિડકેપ 381 પોઇન્ટ, ઓટો 195 પોઇન્ટ વધ્યા હતા.
સેન્સેક્સ નિફ્ટી મંગળવારે પણ વૈશ્વિક બજારોની નરમાઇ વચ્ચે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ 270 પોઇન્ટના ઘટાડે 80620 ખુલ્યો હતો. તો નિફ્ટી 70 પોઇન્ટ ઘટી 24646 ખુલ્યો હતો. સેન્સેક્સના બ્લુચીપ સ્ટોકમાં આઈટી અને પ્રાઇવેટ બેંક પર દબાણ હતું. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ ફ્લેટ ટ્રેડ કરી રહ્યો છે. નોંધનિય છે કે, શેરબજારમાં સળંગ ત્રણ દિવસ ઘટાડાથી સેન્સેક્સ 1800 પોઇન્ટથી વધુ તૂટ્યો છે.
આદિત્ય ઇન્ફોટેક IPO ખુલ્યો, GMP 255 રૂપિયા
આદિત્ય ઇન્ફોટેક આઈપીઓ ખુલ્યો છે. આદિત્ય ઇન્ફોટેકનો આઈપીઓ 29 જુલાઈએ ખુલશે અને 31 જુલાઈએ બંધ થશે. કંપની આ ઇશ્યૂ દ્વારા કુલ 1,300 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે, જેમાં 500 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ અને 800 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ (OFS) શામેલ છે. આદિત્ય ઇન્ફોટેક આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 640 થી 675 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. ગ્રે માર્કેટમાં આ IPOનું પ્રીમિયમ હાલમાં રૂ. 255 આસપાસ છે, એટલે કે ઇશ્યુ પ્રાઇસથી લગભગ 35 ટકા વધુ છે. 1 ઓગસ્ટે શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ 5 ઓગસ્ટે BSE, NSE પર શેર લિસ્ટિંગ થશે.





