Share Market News: શેરબજારમાં બ્લેક ફ્રાઇડે, 5 દિવસમાં સેન્સેક્સ 2200 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોને કરોડોનું નુકસાન

Share Market Today News Highlight : શેરબજારમાં સતત પાંચમાં દિવસે મંદીથી સેન્સેક્સ 604 પોઇન્ટ ઘટી 83576 અને એનએસઇ નિફ્ટી 193 પોઇન્ટ ઘટી 25683 બંધ થયા છે. સાર્વત્રિક વેચવાલીથી બે દિવસમાં રોકાણકારોને 12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Crash: શેરબજાર ઘટવાના 5 કારણ, 6 દિવસમાં સેન્સેક્સ 3100 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોને 25 લાખ કરોડનું નુકસાન

Share Market Today News Highlight : શેરબજારમાં સતત પાંચમાં દિવસે મંદી યથાવત રહી અને સેન્સેક્સ નિફ્ટી કડાકા સાથે બંધ થયા છે. શુક્રવારે સેન્સેક્સ 604 પોઇન્ટ ઘટી 83576 અને એનએસઇ નિફ્ટી 193 પોઇન્ટ ઘટી 25683 બંધ થયા છે. સેશન દરમિયાન સેન્સેક્સ 83402 અને નિફ્ટી 25,623 ઇન્ટ્રા ડે તળિયે ગયા હતા. આ દિવસમાં સેન્સેક્સ 2,186 પોઇન્ટ તૂટ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પર ટેરિફ લાદવાની ચેતવણીથી માર્કેટ સતત ઘટી રહ્યું છે. બે દિવસમાં જ રોકાણકારોને 12 લાખ કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયું છે.

Advertisment

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે પણ ઘટાડે ખુલ્યા બાદ મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 84180 સામે આજે 158 પોઇન્ટ ઘટી 84022 ખુલ્યો હતો. સેન્સેક્સ માટે હાલ 84000 મહત્વપૂર્ણ ટેકાની સપાટી છે, જે તૂટે તો શેરબજારમાં મંદી વધી શકે છે. એનએસઇ નિફ્ટી પણ 36 પોઇન્ટ ઘટી 25,840 ખુલ્યો હતો.

વોડાફોન આઈડિયા શેર 8 ટકા ઉછળ્યો

શેરબજારમાં મંદી વચ્ચે વોડાફોન આઈડિયા શેર આજે 4 ટકાના ઉછળી 12 રૂપિયા ખુલ્યો હતો. ગુરુવારે શેર 11.50 રૂપિયા બંધ થયો હતો. ઉછાળે ખુલ્યા બાદ શેર 8 ટકા ઉછળીને 12.51 રૂપિયા થયો હતો. જો કે ત્યારબાદ ઘટીને 12 રૂપિયા નીચે બોલાતો હતો. અન્ય ટેલીકોમ શેરમાં ઇન્ડ્સટાવર 2.6 ટકા, અડીસી ઈન્ડિયા અઢી ટકાની તેજીમાં હતા. તો ભારતી એરટેલ, એમટીએનએલ, ટાટા કોમ જેવા શેર સાધારણથી 1 ટકા સુધી નરમ હતા. 

ડોલર સામે રૂપિયો 14 પૈસા સુધરી 89.88 ખુલ્યો

આજે ડોલર સામે ભારતીય રૂપિયો 14 પૈસા વધીને 89.99 ખુલ્યો છે. ગુરુવારે યુએસ કરન્સી ડોલર સામે રૂપિયો 90.02 બંધ થયો હતો.   

Advertisment
  • Jan 09, 2026 16:18 IST

    બે દિવસમાં રોકાણકારોને 12.22 લાખ કરોડનું નુકસાન

    શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી બીએસઇના 1065 શેર વધીને જ્યારે 3105 શેર ઘટીને બંધ રહ્યા હતા, જે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હોવાના સંકેત આપે છે. શેરબજાર સળંગ પાંચ દિવસ ઘટવાથી રોકાણકારોમાં ગભરાટનો માહોલ છે. આજે બીએસઇની માર્કેટકેપ 467.72 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે ગુરુવારે 472.20 લાખ કરોડ રૂપિયા હતી. આમ શુક્રવારે શેરબજારના રોકાણકારોને 4.48 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો બે દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 12.22 લાખ કરોડનું ધોવાણ થયું છે.

  • Jan 09, 2026 16:14 IST

    મિડકેપ અને સ્મોલકેપ શેરમાં ભારે વેચવાલી, વોડાફોન આઈડિયામાં નફાવસૂલી

    શેરબજારની સાર્વત્રિક વેચવાલીમાં મિડકેપ 419 પોઇન્ટ, સ્મોલકેપ 882 પોઇન્ટ ઘટ્યા હતા. તો સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 684 પોઇન્ટ, બેંકેક્સ 392 પોઇન્ટ, ઓઠો 771 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 298 પોઇન્ટ, હેલ્થકેર 461 પોઇન્ટ ઘટ્યા હતા. વોડાફોન આઈડિયા શેર આજે ઓપનિંગ સેશનમાં 8 ટકા ઉછળી 12.50 રૂપિયાન ટોચે પહોંચ્યો હતો. જો કે ઉંચા ભાવ નફાવસૂલીથી શેરમાં આરંભિક ઉછાળો ધોવાઇ ગયો અને વોડાફોન આઈડિયાનો શેર 2 ટકા ઘટીને 11.27 રૂપિયા બંધ થયો હતો.

  • Jan 09, 2026 16:10 IST

    સેન્સેક્સ ટોપ 5 લુઝર અને ગેઇનર શેર

    સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 21 શેર ઘટ્યા હતા. સૌથી વધુ ઘટનાર પાંચ શેરમાં એનટીપીસી 2.4 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 2.2 ટકા, અદાણી પોર્ટ્સ 2 ટકા, ભારતી એરટેલ 1.9 ટકા અને સન ફાર્મા 1.4 ટકા ઘટ્યા છે. તો ટોપ 5 ગેઇનર શેરમાં એશિયન પેઇન્ટ 1.4 ટકા, એચસીએલ ટેક, બીઇએલ, રિલાયન્સ અને ઇટરનલ શેર અડધા ટકા આસપાસ સુધર્યા હતા.

  • Jan 09, 2026 16:08 IST

    શેરબજારમાં બ્લેક ફ્રાઇડે, સેન્સેક્સ 600 પોઇન્ટ અને નિફ્ટી 193 પોઇન્ટ ધડામ

    શેરબજારમાં સતત પાંચમાં દિવસે મંદી યથાવત રહી અને સેન્સેક્સ નિફ્ટી કડાકા સાથે બંધ થયા છે. શુક્રવારે સેન્સેક્સ 604 પોઇન્ટ ઘટી 83576 અને એનએસઇ નિફ્ટી 193 પોઇન્ટ ઘટી 25683 બંધ થયા છે. સેશન દરમિયાન સેન્સેક્સ 83402 અને નિફ્ટી 25,623 ઇન્ટ્રા ડે તળિયે ગયા હતા. આ દિવસમાં સેન્સેક્સ 2,186 પોઇન્ટ તૂટ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા અને ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પર ટેરિફ લાદવાની ચેતવણીથી માર્કેટ સતત ઘટી રહ્યું છે. 

  • Jan 09, 2026 11:35 IST

    સેન્સેક્સ ઇન્ટ્રા ડે ટોચથી 500 પોઇન્ટ ઘટી 84000 નીચે

    શેરબજારમાં વેચવાલી આગળ વધતા સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર ઘટ્યા છે. સેન્સેક્સ ઇન્ટ્રા ડે 84406 ટોચથી 500 પોઇન્ટ જેટલો તૂટ્યો અને 84000 લેવલ નીચે 83888 સુધી ઘટ્યો છે. હાલ 250 પોઇન્ટથી વધુના ઘટાડે 84000 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 80 પોઇન્ટ ઘટીને 25800 લેવલ છે. 

  • Jan 09, 2026 09:39 IST

    ડોલર સામે રૂપિયો 14 પૈસા સુધરી 89.88 ખુલ્યો

    આજે ડોલર સામે ભારતીય રૂપિયો 14 પૈસા વધીને 89.99 ખુલ્યો છે. ગુરુવારે યુએસ કરન્સી ડોલર સામે રૂપિયો 90.02 બંધ થયો હતો.   

  • Jan 09, 2026 09:35 IST

    વોડાફોન આઈડિયા શેર 8 ટકા ઉછળ્યો

    શેરબજારમાં મંદી વચ્ચે વોડાફોન આઈડિયા શેર આજે 4 ટકાના ઉછળી 12 રૂપિયા ખુલ્યો હતો. ગુરુવારે શેર 11.50 રૂપિયા બંધ થયો હતો. ઉછાળે ખુલ્યા બાદ શેર 8 ટકા ઉછળીને 12.51 રૂપિયા થયો હતો. જો કે ત્યારબાદ ઘટીને 12 રૂપિયા નીચે બોલાતો હતો. અન્ય ટેલીકોમ શેરમાં ઇન્ડ્સટાવર 2.6 ટકા, અડીસી ઈન્ડિયા અઢી ટકાની તેજીમાં હતા. તો ભારતી એરટેલ, એમટીએનએલ, ટાટા કોમ જેવા શેર સાધારણથી 1 ટકા સુધી નરમ હતા. 

  • Jan 09, 2026 09:35 IST

    શેરબજારમાં સતત પાંચમાં દિવસે મંદી, સેન્સેક્સ માટે 84000 મોટો સપોર્ટ

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે પણ ઘટાડે ખુલ્યા બાદ મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 84180 સામે આજે 158 પોઇન્ટ ઘટી 84022 ખુલ્યો હતો. સેન્સેક્સ માટે હાલ 84000 મહત્વપૂર્ણ ટેકાની સપાટી છે, જે તૂટે તો શેરબજારમાં મંદી વધી શકે છે. એનએસઇ નિફ્ટી પણ 36 પોઇન્ટ ઘટી 25,840 ખુલ્યો હતો.

બિઝનેસ શેર બજાર