New Rules Form September 2024: આધાર થી લઇ ક્રેડિટ કાર્ડ સપ્ટેમ્બરમાં બદલાશે આ 7 નિયમ, તમારી બચત પર થશે સીધી અસર

New Rules Form September 2024: સપ્ટેમ્બર 2024માં ઘણા મહત્વપૂર્ણ કામકાજની ડેડલાઇન છે. જો સમયમર્યાદા ચૂકી ગયા તો નુકસાન સહન કરવું પડશે. સપ્ટેમ્બરમાં મફત આધાર અપડેટ, ક્રેડિટ કાર્ડ, રૂપી કાર્ડ સહિત ઘણા મહત્વપર્ણ નાણાકીય બાબત સંબંધિત નિયમ બદલાશે.

New Rules Form September 2024: સપ્ટેમ્બર 2024માં ઘણા મહત્વપૂર્ણ કામકાજની ડેડલાઇન છે. જો સમયમર્યાદા ચૂકી ગયા તો નુકસાન સહન કરવું પડશે. સપ્ટેમ્બરમાં મફત આધાર અપડેટ, ક્રેડિટ કાર્ડ, રૂપી કાર્ડ સહિત ઘણા મહત્વપર્ણ નાણાકીય બાબત સંબંધિત નિયમ બદલાશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
aadhaar card | lpg gas cylinder | credit card payment rules | september 2024 new rules changes

Aadhaar LPG Cylinder Credit Card New Rules In September: સપ્ટેમ્બરમાં આધાર ફ્રી અપડેટ, એલપીજી ગેસ સિલિન્ડર અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટના નિયમ બદલાશે. (Express Photo)

September 2024 New Rules Changes: ઓગસ્ટ મહિનો પૂરો થવાનો છે અને સપ્ટેમ્બર મહિનો રવિવારથી શરૂ થશે. નવા મહિનાની શરૂઆત સાથે ઘણા નવા નિયમ લાગુ થશે અને અમુક નિયમ બદલાશે. સપ્ટેમ્બમરાં ઘણા કામકાજની ડેડલાઇન સમાપ્ત થઇ રહી છે. આ તમામ ફેરફારો અને સમયમર્યાદાની સીધી અસર મોટાભાગના લોકોના જીવન પર પડશે. આવી સ્થિતિમાં, જાણો સપ્ટેમ્બરમાં બની રહેલી આ ઘટનાઓ વિશે.

Advertisment

મફત આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ

આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ રહી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી UIDAI એ 14મી જૂનથી 14મી સપ્ટેમ્બર 2024 સુધી આધાર સાથે સંબંધિત તમામ વિગતોને મફતમાં અપડેટ કરવાની સુવિધા લંબાવી છે. તેની અધિકૃત વેબસાઇટ દ્વારા, UIDAIએ લોકોને વસ્તી વિષયક વિગતોની સતત ચોકસાઈ માટે આધાર અપડેટ કરવાની અપીલ કરી છે. ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે વસ્તી વિષયક વિગતો અપડેટ કરવા માટે લોકોને ઓળખના પુરાવા અને સરનામાના દસ્તાવેજના પુરાવાની જરૂર પડશે.

જો તમે હજુ સુધી વસ્તી વિષયક વિગતો અપડેટ કરી નથી, તો તેને 14 સપ્ટેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરી લો. તેને myAadhaar પોર્ટલ દ્વારા અપડેટ કરી શકાય છે. અગાઉ, UIDAIએ 15 ડિસેમ્બર 2023 થી 14 માર્ચ 2024 સુધી મફતમાં વસ્તી વિષયક વિગતો અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવી હતી, પછી 14 જૂન 2024 અને ફરીથી 14 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવી હતી.

એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ માટે નિયમ બદલાશે

એચડીફએસી બેંક દ્વારા તેના પસંદગીના ક્રેડિટ કાર્ડ્સ પર રિવોર્ડ પોઈન્ટ્સ સંબંધિત નિયમ બદલામાં આવ્યા છે. આ નવા નિયમો 1 સપ્ટેમ્બર, 2024થી અમલમાં આવશે. બેંકે અમુક પસંદગીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકોને ઈમેલ દ્વારા મોકલ્યો છે. આ ઈમેલ મુજબ, સપ્ટેમ્બરથી ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર દર મહિને વધુમાં વધુ 2000 રિવોર્ડ પોઈન્ટ્સ ઉપલબ્ધ થશે. શિક્ષણ સંબંધિત કાર્ય માટે CRED, Cheq, MobiKwik અને અન્ય જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલા પેમેન્ટ પર રિવોર્ડ પોઈન્ટ ઉપલબ્ધ રહેશે નહીં. જો કે, કૉલેજ/શાળાની વેબસાઈટ દ્વારા અથવા તેમના POS મશીનો દ્વારા સીધા જ કરવામાં આવેલા શૈક્ષણિક પેમેન્ટ પર રિવોર્ડ પોઈન્ટ ઉપલબ્ધ થશે. વોલેટ લોડિંગ અને સરળ EMI ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ ઉપલબ્ધ રહેશે નહીં.

Advertisment
Credit card | Credit card payments | Credit card bill payments | Credit card apply | Credit card without income proof
Credit Card: ક્રેડિટ કાર્ડ પ્રતિકાત્મક તસવીર (Photo - Canva)

IDFC FIRST Bank ક્રેડિટ કાર્ડ માટે નવા નિયમા લાગુ થશે

IDFC ફર્સ્ટ બેંકના ક્રેડિટ કાર્ડ માટે પેમેન્ટ નિયમમાં 1 સપ્ટેમ્બરથી ફેરફાર થશે. જેમાં મિનિમમ એકાઉન્ટ ડ્યૂ (MAD) પેમેન્ટ અને પેમેન્ટ ડ્યૂ ડેટ સામેલ છે. IDFC ફર્સ્ટ બેંકની વેબસાઈટ પર જણાવ્યા મુજબ, આ સુધારા સપ્ટેમ્બર 2024થી લાગુ થશે.

હવે રુપે કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સ કપાશે નહીં

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ની નવી માર્ગદર્શિકા અનુસાર, RuPay ક્રેડિટ કાર્ડ અને UPI ટ્રાન્ઝેક્શન ફી હવે રિવોર્ડ પોઈન્ટ્સ અથવા અન્ય બેનેફિટ્સ માંથી કાપવામાં આવશે નહીં. NPCIનો આ નવો નિયમ 1 સપ્ટેમ્બર, 2024થી અમલમાં આવશે.

ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમા બદલાયા

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ કાર્ડ જારી કરતી બેંકો અને અન્ય સંસ્થાઓને અન્ય નેટવર્કનો ઉપયોગ કરવા સંબંધિત વિશિષ્ટ કરારો પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. સેન્ટ્રલ બેંકે એક સમીક્ષા બાદ આ કાર્યવાહી કરી છે જેમાં જાણવા મળ્યું છે કે કેટલાક કાર્ડ નેટવર્ક અને તેને જારી કરનાર સંસ્થા વચ્ચે થયેલા કરારોને કારણે ગ્રાહકોને પસંદગીની સ્વતંત્રતા આપવામાં આવી નથી. નવા નિયમો 6 સપ્ટેમ્બર, 2024થી અમલમાં આવશે.

1 સપ્ટેમ્બરથી ફેક કોલ અને મેસેજ નહીં આવે

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ટ્રાઈએ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને ફેક કોલ અને ફેક મેસેજને રોકવા માટે સૂચના આપી હતી. તાજેતરમાં જ ફરી એકવાર ટ્રાઈએ ફેક કોલ અને મેસેજને રોકવા માટે કડક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર, Jio, Airtel, BSNL સહિતની તમામ ટેલિકોમ કંપનીઓએ 30 સપ્ટેમ્બર સુધીમાં 140 મોબાઇલ નંબર સીરિઝથી શરૂ થતા ટેલિમાર્કેટિંગ કૉલ્સ અને કોમર્શિયલ મેસેજિંગને બ્લોકચેન આધારિત ડીએલટી એટલે કે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવું જોઈએ. આવી સ્થિતિમાં 1લી સપ્ટેમ્બરથી આ નંબરો પરથી આવતા ફેક કોલ અને મેસેજ બંધ થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો | સપ્ટેમ્બરમાં 15 દિવસ બેંક બંધ રહેશે, કેલેન્ડરમાં નોંધી લો તારીખ

રાંધણ ગેસ એલપીજી સિલિન્ડર કિંમતમાં ફેરફાર

સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે રાંધણ ગેસ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થશે. તમને જણાવી દઇયે કે, પ્રત્યેક મહિનાની 1 તારીખ પર ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે. ઘર વપરાશ અને હોટેલ - રેસ્ટોરાં માટે એલીપીજી સિલિન્ડરની કિંમત અલગ અલગ હોય છે.

કૂકિંગ ગેસ બેંક બિઝનેસ Investment