scorecardresearch

SGX Nifty ગીફ્ટ સિટીમાં શિફ્ટ થશે અને હવે GIFT Niftyના નામે ઓળખાશે; રોકાણકારોને તેનાથી શું ફાયદો થશે જાણો

SGX Nifty GIFT city NSE IFSC : નિફ્ટીએ જણાવ્યું કે, SGX Nifty ને ગુજરાતના ગીફ્ટ સિટી સ્થિત NSE IFSCમાં શિફ્ટ કરવા માટે નિયામકીય મંજૂરી મંજૂરી ચૂકી છે અને તેનું નામ બદલીને GIFT Nifty કરાશે.

gift city IFSC Nifty
ગુજરાતના ગાંધીનગર સ્થિત ગીફ્ટ સિટીમાં NSE IFSC કાર્યરત છે.

શેર બજારના રોકાણકારો માટે મોટા સમાચાર છે. ઉપરાંત ગુજરાતનું ગીફ્ટ સિટી હવે સ્ટોક ટ્રેડિંગ માટેનું ગ્લોબલ હબ બનવા જઇ રહ્યુ છે ત્યારે ટ્રેડર્સને ઇન્વેસ્ટમેન્ટ માટેની વધુ સારી તકો મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર સિંગાપુર એક્સચેન્જ પરથી નિફ્ટી -50 ફ્ચૂચર્સ ટૂંક સમયમાં ગુજરાતના ગીફ્ટ સિટી સ્થિત NSE IFSC પર ટ્રેડ થશે.

SGX Nifty ડિલિસ્ટ થઇ ગુજરાતના ગીફ્ટ સિટીમાં શિફ્ટ થશે

સિંગાપુર એક્સચેન્જ (SGX) પરથી નિફ્ટી 50નો ફ્યૂચર્સ ઇન્ડેક્સ ટુંક સમયમાં ડિલિસ્ટ થશે અને ગુજરાતના ગીફ્ટ સિટી સ્થિત NSE IFSC પર ટ્રેડ થશે. નેશનલ સ્ટોક એક્સચેન્જે આની માહિતી આપતા કહ્યુ કે, 16 મેના રોજ તેને ડિલિસ્ટ કરવાની નિયામકીય મંજૂરી મળી ચૂકી છે. 3 જુલાઇથી તે ડિલિસ્ટ કરવામાં આવશે અને તેના તમામ ઓર્ડર્સ એનએસઇ આઇએફએસી (NSE IFSC)માં શિફ્ટ કરવામાં આવશે.

નિયામકીય મંજૂરીની વાત કરીયે તો મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપુર અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટીએ આ ડિલિસ્ટિંગને મંજૂરી આપી દીધી છે.

SGX Nifty નું નામ બદલીને GIFT Nifty થશે

SGX Nifty ને ગુજરાતના ગીફ્ટ સિટી સ્થિત NSE IFSCમાં શિફ્ટ કરવામાં આવશે. આ સાથે જ SGX Niftyનું નામ બદલીને GIFT Nifty કરવામાં આવશે. SGX Niftyના તમામ ઓર્ડર્સ હવે ગીફ્ટ સિટીમાં આવેલા NSE IFSC એક્સચેન્જને ટ્રાન્સફર કરવામાં આવશે. સિંગાપુર એક્સચેન્જે પાછલા મહિને જ તેની ઘોષણા કરી હતી.

રોકાણકારોને શું ફાયદો થશે

SGX Nifty ને ગુજરાતના ગીફ્ટ ખાતે ખસેડવામં આવતા રોકાણકારોને મોટો ફાયદો થશે. એનએસઇના રોકાણકારોને NSC-IFC માર્કેટ ડેટાની રીઅલ-ટાઇમ ઍક્સેસ મળશે. ઉપરાંત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી અથવા GIFT સિટીમાં SGX પર ડૉલર- ડોમિનેટેડ નિફ્ટી ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં ટ્રેડિંગ કરવા માટે પણ સક્ષમ બનશે અને રીઅલ-ટાઇમ અપડેટ્સને ભારતના ટ્રેડિંગ અનુસાર અનુસાર સમન્વયિત સમય અપડેટ્સ જોવા માટે સમર્થ હશે.

Web Title: Sgx nifty nse ifsc gift nifty stock market

Best of Express