Shailesh Jejurikar: અમેરિકામાં ભારતીય ટેલેન્ટનો ડંકો, શૈલેષ જેજુરિકર પ્રોક્ટર ગેમ્બલ કંપનીના CEO પદે નિમણુંક

Shailesh Jejurikar New CEO Of P&G Comanpy: શૈલેષ જેજુરિકર અમેરિકાની અમેરિકાની પ્રોક્ટર ગેમ્બલ કંપનીના નવા સીઇઓ બન્યા છે. તેઓ વર્ષ 1989માં એફએમસીજી કંપની સાથે જોડાયા હતા.

Written by Ajay Saroya
Updated : July 29, 2025 13:45 IST
Shailesh Jejurikar: અમેરિકામાં ભારતીય ટેલેન્ટનો ડંકો, શૈલેષ જેજુરિકર પ્રોક્ટર ગેમ્બલ કંપનીના CEO પદે નિમણુંક
Shailesh Jejurikar Procter Gamble CEO : શૈલેષ જેજુરિકર પ્રોક્ટર ગેમ્બરના નવા સીઇઓ તરીકે નિમણુંક થયા છે. (Photo: Social Media)

Shailesh Jejurikar New CEO Of Procter Gamble: ભારતીયો પોતાની બુદ્ધિ, ખંત અને પરિશ્રમથી દુનિયાના બિઝનેસ વર્લ્ડમાં ઉંચુ સ્થાન હાંસલ કરવામાં સફળ રહ્યા છે. આ યાદીમાં વધુ એક ભારતીયનું નામ ઉમેરાયું છે. અમેરિકાની દિગ્ગજ પ્રોક્ટર અને ગેમ્બલ કંપની (Procter & Gamble Co)એ ભારતીય મૂળના શૈલેષ જેજુરિકરને નવા CEO તરીકે નિમણૂક કર્યા છે. તેઓ 1 જાન્યુઆરી, 2026થી મલ્ટીનેશનલ FMCG કંપનીની જવાબદારી સંભાળશે. તમને જણાવી દઇયે કે, સુંદર પીચાઇ, સત્ય નડેલા સહિત ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ દુનિયાની દિગ્ગજ કંપનીઓમાં મહત્વપૂર્ણ હોદ્દો સંભાળી રહ્યા છે.

ઓહિયો સ્થિત કંપનીના એક નિવેદન અનુસાર, જેજુરીકર (58), જેઓ 1989 માં પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G) માં સહાયક બ્રાન્ડ મેનેજર તરીકે જોડાયા હતા, તેઓ ટોચના નેતૃત્વ પરિવર્તના ભાગ રૂપે જોન મોલરનું સ્થાન લેશે.

શૈલેષ જેજુરિકર કોણ છે?

ભારતમાં જન્મેલા 58 વર્ષીય શૈલેષ જેજુરિકરે હૈદારબાદ પબ્લિક સ્કૂલમાં શાળાનું શિક્ષણ મેળવ્યું હતું. CNBC TV18ની એક રિપોર્ટ મુજબ, તેઓ સત્યા નડેલાના ક્લાસમેટ હતા. જેજુરિકરે મુંબઇના એલફિંસ્ટન કોલેજ માંથી સ્નાતકનો અભ્યાક કર્યા બાદ આઈઆઈએમ લખનઉ માંથી એમબીએ કર્યું હતું.

જેજુરિકરે વર્ષ 1989માં આઇઆઈએમ લખનઉથી એમબીએ પૂર્ણ કર્યા બાદ તરત જ પીએન્ડજી કંપનીમાં જોડાયા હતા. ભારતમાં પર્સનલ હેલ્થ કેરના આસિસ્ટન્ટ બ્રાન્ડ મેનેજર તરીકે જોડાયા બાદ તેમણે ઝડપથી મહત્વપૂર્ણ હોદ્દો મેળવ્યો અને કંપનીના ગ્લોબલ મેનેજમેન્ટમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ બની ગયા.

પીએન્ડજીના ભાવી સીઇઓ વર્ષ 2014થી કંપનીની ગ્લોબલ લિડર ટીમનો હિસ્સો રહ્યા છે અને અલગ અલગ સેગમેન્ટ, સેક્ટરમાં સિનિયર લિડરની ભૂમિકા ભજવી રહ્યા છે. ઓક્ટોબર 2021માં તેમને સીઇઓ પદે પ્રમોશન આપવામાં આવ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ