/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/ipo.jpg)
શેરબજારમાં લિસ્ટિંગ થવા કંપનીઓ આઈપીઓ લાવે છે. (Photo - Freepik)
Shart Merket Upcoming IPO Issue Price And GMP : શેરબજારના રોકાણકારો માટે આઈપીઓમાં રોકાણ કરી કમાણી કરવાની વધુ એક તક છે. આગામી અઠવાડિયે એક નહીં, બે નહીં, ત્રણ નહીં પરંતુ 7 કંપનીઓના IPO ખુલી રહ્યા છે. અપકમિંગ આઈપીઓેને લઇ પહેલાથી જ બજારમાં ક્રેઝ છે. ગ્રે માર્કેટમાં આ કંપનીઓના અનલિસ્ટેડ શેરની કિંમત 182 ટકાના પ્રીમિયમ પર પહોંચી ગઈ છે. જો તમે અત્યાર સુધી IPOમાં રોકાણ કરીને કમાણી કરવાનું ચૂકી ગયા છો, તો તમારા બેંક ખાતામાં પૈસા રાખજો. જે આઈપીઓ ખુલી રહ્યા છે તેમાં મોતીસંસ જ્વેલર્સ (Motisons Jewellers), મુથૂટ માઇક્રોફિન (Muthoot Microfin), હેપ્પી ફોર્જિંગ (Happy Forgings) અને આરબીઝેડ જ્વેલર્સનો ( RBZ Jewellers) સમાવેશ થાય છે.
મોતીસંસ જ્વેલર્સ આઈપીઓ (Motisons Jewellers IPO)
જયપુરની રિટેલ જ્વેલરી કંપની મોતીસંસ જ્વેલર્સ (Motisons Jewellers IPO) નો IPO આગામી અઠવાડિયે 18 ડિસેમ્બરે ખુલી રહ્યો છે. આઈપીઓની સાઇઝ રૂ. 152 કરોડ છે. આઈપીઓ માટે કંપનીએ શેર દીઠ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 52 થી રૂ. 55 નક્કી કરી છે. કંપનીનો આઈપીઓ 18 ડિસેમ્બરે ખુલશે અને 20 ડિસેમ્બરે બંધ થશે. આઈપીઓ ઓફર ફોર સેલ (OFS) નથી. IPO એ 100 ટકા ફ્રેશ ઇશ્યુ છે, જેમાં રૂ. 152 કરોડની મૂલ્યના 2.74 કરોડ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. શેરનું લિસ્ટિંગ NSE અને BSE પર 26 ડિસેમ્બરે થશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/ipo.jpg)
મોતીલાલ જ્વેલર્સનો જીએમપી : ગ્રે માર્કેટમાં 182% પ્રીમિયમ
મોતીલાલ જ્વેલર્સના IPO ને લઈને ગ્રે માર્કેટમાં જબરદસ્ત ક્રેઝ છે. આ IPO 18 ઓક્ટોબરે ખુલશે, પરંતુ તેના અનલિસ્ટેડ શેરની કિંમત ગ્રે માર્કેટમાં પહેલેથી જ રૂ. 100ના પ્રીમિયમ પર છે. 55 રૂપિયાની અપર પ્રાઇસ બેન્ડની રીતે આ પ્રીમિયમ 182 ટકા છે. એટલે કે લિસ્ટિંગના દિવસે પૈસા 3 ગણા જેટલા થઈ શકે છે.
IPO હેઠળ એક લોટમાં 250 શેર મળશે. રિટેલ રોકાણકારોએ એક લોટ માટે ઓછામાં ઓછા 13750 રૂપિયા ખર્ચવા પડશે. આઈપીઓમાં 50 ટકા શેર ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QIBs), 15 ટકા શેર બિન-સંસ્થાકીય સંસ્થાકીય રોકાણકારો (NII) માટે અને 35% શેર રિટેલ રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે.
મુથૂટ માઇક્રોફિન આઇપીઓ (Muthoot Microfin IPO)
માઈક્રો ફાઈનાન્સ કંપની મુથૂટ માઈક્રોફિનનો આઈપીઓ 18 ડિસેમ્બર 2023ના રોજ ખૂલી રહ્યો છે અને તેમાં 20 ડિસેમ્બર 2023 સુધી રોકાણ કરી શકાય છે. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 277 થી રૂ. 291 પ્રતિ શેર નક્કી કરી છે. IPOનું કદ રૂ. 960 કરોડ છે. આમાં રૂ. 760 કરોડના નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. જેમા 200 કરોડની ઓફર ફોર સેલ (OFS) હશે. શેરનું લિસ્ટિંગ 26મી ડિસેમ્બરે થશે.
મુથૂટ આઈપીઓના એક લોટમાં 51 ઈક્વિટી શેર સામેલ કરવામાં આવ્યા છે. એટલે કે રોકાણકારોએ ઓછામાં ઓછા 14841 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
મુથૂટ માઇક્રોફિનનો જીએમપી - ગ્રે માર્કેટમાં 31% પ્રીમિયમ
મુથૂટ માઇક્રોફિનનો અનલિસ્ટેડ સ્ટોક ગ્રે માર્કેટમાં રૂ. 90ના પ્રીમિયમ પર છે. અપર પ્રાઇસ બેન્ડ રૂ. 291ના સંદર્ભમાં, આ પ્રીમિયમ 31 ટકા છે. IPOમાં 50 ટકા શેર લાયક સંસ્થાકીય ખરીદદારો (QIBs) માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. તો 15 ટકા શેર બિન-સંસ્થાકીય સંસ્થાકીય રોકાણકારો (NII) માટે અને 35 ટકા શેર રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યા છે. કર્મચારીઓને ઈક્વિટી શેર દીઠ 14 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
સૂરજ એસ્ટેટ ડેવલપર્સનો આઈપીઓ (Suraj Estate Developers IPO)
મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ કંપની સૂરજ એસ્ટેટ ડેવલપર્સનો IPO 18 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર, 2023 દરમિયાન ખુલશે. કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 340 થી રૂ. 360 નક્કી કરી છે. આઈપઓની સાઈઝ રૂ. 400 કરોડ છે અને તેમાં સંપૂર્ણપણે નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. આ આઈપીઓમાં એક લોટમાં 41 શેર મળશે અને ત્યારબાદ 41ના ગુણાંકમાં અરજી કરવી પડશે. રોકાણકારોએ એક લોટ માટે 14760 કરોડ રૂપિયા ખર્ચવા પડશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/આજનો-ઇતિહાસ-8-જુલાઇ-36.jpg)
સૂરજ એસ્ટેટ ડેવલપર્સનો જીએમપી : ગ્રે માર્કેટમાં 18 ટકા પ્રીમિયમ
સૂરજ એસ્ટેટ ડેવલપર્સનો અનલિસ્ટેડ સ્ટોક ગ્રે માર્કેટમાં રૂ. 65ના પ્રીમિયમ પર છે. અપર પ્રાઇસ બેન્ડ રૂ. 360ના સંદર્ભમાં, આ પ્રીમિયમ 18 ટકા છે. IPOમાં 50% શેર લાયક સંસ્થાકીય ખરીદદારો (QIBs) માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે, જ્યારે 15% શેર બિન-સંસ્થાકીય સંસ્થાકીય રોકાણકારો (NII) માટે અને 35% શેર રિટેલ રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે.
હેપ્પી ફોર્જિંગ આઈપીઓ (Happy Forgings IPO)
ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની હેપ્પી ફોર્જિંગ લિમિટેડનો આઈપીઓ 19 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર, 2023 સુધી ખુલશે. IPOનું કદ 1008 કરોડ રૂપિયા છે. કંપનીએ આ માટે 808 થી 850 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ IPOમાં રૂ. 400 કરોડના ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. જ્યારે 71.6 લાખ સુધીના શેર પ્રમોટરો અને શેરધારકો દ્વારા ઓફર ફોર સેલ (OFS) દ્વારા વેચવામાં આવશે. લુધિયાણા સ્થિત કંપનીના ગ્રાહકોમાં વાણિજ્યિક વાહન ક્ષેત્રના સ્થાનિક અને વૈશ્વિક મૂળ સાધન ઉત્પાદકો (OEMs)નો સમાવેશ થાય છે.
હેપ્પી ફોર્જિંગનો જીએમપી - ગ્રે માર્કેટમાં 53% પ્રીમિયમ
હેપ્પી ફોર્જિંગ્સનો અનલિસ્ટેડ સ્ટોક ગ્રે માર્કેટમાં રૂ. 450ના પ્રીમિયમ પર છે. અપર પ્રાઇસ બેન્ડ રૂ 850ના સંદર્ભમાં, આ પ્રીમિયમ 53 ટકા છે. આ IPOમાં 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે રિઝર્વ છે. તેમાંથી 50 ટકા QIB અને 15 ટકા હિસ્સો NII માટે અનામત છે. એક લોટ સાઈઝમાં 17 શેર હશે, જેના માટે ઓછામાં ઓછા 14,450 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી રહેશે.
ક્રેડો બ્રાન્ડ્સ આઈપીઓ (Credo Brands IPO)
ક્રેડો બ્રાન્ડ્સ માર્કેટિંગ લિમિટેડનો આઈપીઓ પણ 19 ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. IPOનું કદ રૂ. 550 કરોડ છે. કંપનીએ IPO માટે પ્રતિ શેર રૂ. 266-280ના ભાવે પ્રાઇસ બેન્ડ નક્કી કર્યા છે. આમાં 21 ડિસેમ્બર સુધી રોકાણ કરી શકાય છે. કંપની ડેનિમ બ્રાન્ડ મુફ્તીની માલિકી ધરાવે છે. આ ઈશ્યુ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) હશે, જેમાં પ્રમોટર્સ અને શેરધારકો દ્વારા 1.96 કરોડ શેર વેચવામાં આવશે.
આ IPOમાં 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો, 50 ટકા QIB અને 15 ટકા હિસ્સો NII માટે રિઝર્વ છે. એક લોટ સાઈઝમાં 53 શેર હશે, જેના માટે ઓછામાં ઓછું રૂ. 14,840નું રોકાણ કરવું પડશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/top-dividend-psu-stocks-list-2-new.jpg)
આરબીઝેડ જ્વેલર્સ આઈપીઓ (RBZ Jewellers IPO)
RBZ જ્વેલર્સનો IPO 19 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. આ માટે કંપનીએ પ્રાઈસ બેન્ડ 95-100 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. લોટ સાઈઝ 150 ઈક્વિટી શેર છે. એપ્રિલ 2008માં સ્થપાયેલ, RBZ જ્વેલર્સ એ ભારત સ્થિત ગોલ્ડ જ્વેલરી ઉત્પાદક છે જે એન્ટિક ડિઝાઇનની જ્વેલરીમાં વિશેષતા ધરાવે છે. IPOનું કદ રૂ. 100 કરોડ છે અને તેમાં સંપૂર્ણપણે નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. RBZ જ્વેલર્સે પોતાના રિટેલ શો રૂમને 'હરિત ઝવેરી' બ્રાન્ડ નેમ હેઠળ પણ કામ કરે છે.
આઝાદ એન્જિનિયરિંગ આઈપીઓ (Azad Engineering IPO)
એરોસ્પેસ, ડિફેન્સ, એનર્જી, ઓઈલ અને ગેસ જેવા સેક્ટરમા કામ કરતી તેલંગણાની કંપની આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડનો આઈપીઓ 20 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરે પણ કંપનીમાં રોકાણ કર્યું છે. કંપનીએ 499 રૂપિયાથી 524 રૂપિયાની વચ્ચે પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપની એરોપ્લેન માટે ટર્બાઇન અને પાર્ટ્સ બનાવે છે. IPOનું કદ 740 કરોડ રૂપિયા છે. કંપની રૂ. 240 કરોડ સુધીના નવા શેર જારી કરશે. રૂ. 500 કરોડ સુધીના શેરનું વેચાણ ઓફર ફોર સેલ (OFS) હેઠળ પ્રમોટર અને અન્ય શેરધારકો દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો | IPOમાં થયેલી કમાણી પર કેટલા ટકા ટેક્સ લાગે છે? કર જવાબદારી કેવી રીતે ઘટાડી શકાય? જાણો
આઝાદ એન્જિનિયરિંગ IPO એ લાયક સંસ્થાકીય ખરીદદારો (QIBs) માટે 50 ટકા શેર, બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) માટે ઓછામાં ઓછા 15 ટકા શેર અને છૂટક રોકાણકારો માટે ઓછામાં ઓછા 35 ટકા શેર અનામત રાખ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us