/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/share-market-crash-7.jpg)
Share Market Crash: શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદી આવવાની દિગ્ગજ રોકાણકાર રોબર્ડ કિયોસાકીએ ચેતવણી આપી છે. (Photo: Freepik)
Robert Kiyosaki Warns Biggest Share Market Crash In History: શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદી આવવાની ચેતવણી આપવામાં આવી છે. શેરબજારમાં તેજીનો ફુગ્ગો ફુટવાનો છે, જે વર્ષ 1929ની મહામંદી પણ વધુ ભયંકર રહેવાની આશંકા વ્યક્ત કરી છે. દિગ્ગજ રોકાણકાર અને લેખક રોબર્ટ કિયોસાકી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, દરેક ચીજનો ફુગ્ગો ફુટવાનો છે. યુએસ શેરબજારમાં સતત ઘટાડા વચ્ચે તેમણે આ ચેતવણી આપી છે.
યુએસ માર્કેટનો બેન્ચમાર્ક નાસ્ડેક કોમ્પોઝિટ ઇન્ડેક્સ સોમવારે 4 ટકાથી વધુ તૂટ્યો હતો. તો એસએન્ડપ 500 ઇન્ડેક્સ 2.7 ટકા તૂટ્યો છે. ફેબ્રુઆરીની ટોચથી અમેરિકન શેરબજાર 8.5 ટકા તૂટ્યો છે. અમેરિકાની સાથે સાથે ભારત સહિત દુનિયાભરના શેરબજારમાં કડાકો બોલાયો છે, જેના કારણે રોકાણકારોને જંગી નુકસાન થયું છે.
રોબર્ટ કિયોસાકીએ જર્મની, જાપાન અને અમેરિકાની અર્થવ્યવસ્થા તરફ ઇશારો કરતા કહ્યું કે, અયોગ્ય આગેવાનોએ આપણને એક જાળમાં ફસાવી દીધા છે, એક મોટો કડાકો આવશે. તેમણે પોતાના પુસ્તક 'રિચ ડૈડ્સ પ્રોફેસી'નો ઉલ્લેખ કર્યો, જેમા તેમણે પહેલાથી જ બજારમાં મોટા ઘટાડાની આગાહી કરી હતી.
દરેક ચીજનો ફુગગો ફુટશે
રોબર્ટ કિયોસાકી એ X પર એક પોસ્ટમાં લખ્યું છે, દરેક ચીજનો ફુગ્ગો ફુટી રહ્યો છે. મને ડર છે કે, આ ઇતિહાસનો સૌથી મોટો કડાકો હોઇ શકે છે. જર્મની, જાપાન અને અમેરિકા અત્યાર સુધી વિકાસના એન્જિન હતા. કમનસીબે આપણા અયોગ્ય આગેવાનોએ આપણને એક જાળમાં ફસાવી દીધા છે, એક મોટા ક્રેશમાં. મે આ ક્રેશ વિશે મારા પુસ્ક રિચ ડૈડ્સમાં લખ્યું હતું.
ઇન્વેસ્ટમેન્ટ એનાલિસિસ પણ મંદીની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. લંડનમાં એજે બેલે ડૈન કોટસવર્થે કહ્યું કે, ટ્રમ્પને બજારના રક્ષક માનવામાં આવતા હતા, જેમણે ઓછા ટેક્સ અને ઓછા કડક નિયમનું વચન આપ્યું હતું. હવે તેમની કામગીરી વિનાશનું સૂચક છે. 'R' શબ્દ ફરીથી બધાની જીભ પર છે કારણ કે લોકો વિચારે છે કે, શું ટ્રેડિંગ ચાર્જ ઊલટું પડશે અને અમેરિકાને આર્થિક સમૃદ્ધિના બદલે મંદી તરફ ધકેલશે.
ટ્રમ્પ ટેરિફ પોલિસીથી મુશ્કેલી વધી
અમેરિકાની વેપાર નીતિથી મુશ્કેલીઓ વધી છે. રોઇટર્સના સર્વે મુજબ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં અર્થશાસ્ત્રીઓ વચ્ચે ટેરિફની અસર વિશે ચિંતા વધી છે. સર્વેમાં કેનેડા, અમેરિકા અને મેક્સિકોના 74 માંથી 70 અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, મંદીનું જોખમ વધી ગયું છે. ખાસ કરીને અમેરિકામાં મોંઘવારી વધવાનું જોખમ વધી ગયું છે. ગોલ્ડમેન સાશે પોતાના 2025ના અમેરિકા જીડીપીના અનુમાનને નીચેથી સંશોધિત કર્યું છે. તેનું કારણ વધુ પડતી પ્રતિકુળ ટેરિફ માન્યતા છે, જયારે મોંઘવારીનું જોખમ વધી રહ્યું છ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ ચીન પર 20 ટકા ટેરિફ વધારી, કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફની ચેતવણીએ અનિશ્ચિતતાને વધારી દીધી છે. નિરાશાજનક દૃષ્ટિકોણ હોવા છતાં કિયોસાકી ગભરાટ વિશે સલાહ આપે છે. તેમણે લખ્યું છે, પરેશાન અને ડર સામાન્ય છે, માત્ર ગભરાવું નહીં. ઉલટાનું તેમણે રોકાણકારોને સ્થિર રહેવા, પોતાની આંખો ખુલી રાખવા અને મોં બંધ રાખવા અને સંકટને સંભવિત રોકાણની તક તરીકે જોવા અપિલ કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us