Share Market: શેરબજાર આજે બંધ; BSE, NSE પર ટ્રેડિંગ નહીં થાય, જાણો કારણ

Share Market Holiday Today: સ્ટોક એક્સેચન્જ બીએસઇ અને એનએસઇ પર આજે ટ્રેડિંગ બંધ છે. NSE એ આ અંગે પરિપત્ર પણ બહાર પાડ્યો હતો.

Share Market Holiday Today: સ્ટોક એક્સેચન્જ બીએસઇ અને એનએસઇ પર આજે ટ્રેડિંગ બંધ છે. NSE એ આ અંગે પરિપત્ર પણ બહાર પાડ્યો હતો.

author-image
Ajay Saroya
New Update
Share Market | BSE | Sensex | stock market | sensex nifty |  bse building | Indian Share Market | | stock market exchange

Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))

Stock Market Holiday Today: શેરબજાર બીએસઇ અને એનએસઇ આજે 15 જાન્યુઆરી એ બંધ છે. આજે સ્ટોક એક્સચેન્જ BSE, NSE પર ટ્રેડિંગ બંધ રહેશે.  આજે 15 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે. જેના કારણે રાજ્ય સરકારે રજા જાહેર કરી છે, આથી આજે શેરબજાર પણ બંધ છે. હા, આજે સ્ટોક એક્સચેન્જમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. હાલમાં જ સ્ટોક એક્સચેન્જ એનએસઈએ એક પરિપત્ર બહાર પાડીને આ અંગે માહિતી આપી છે.

Advertisment

એનએસઈએ પરિપત્ર બહાર પાડ્યો

સ્ટોક એક્સચેન્જ એનએસઈએ તેના નવા પરિપત્રમાં જણાવ્યું છે કે અગાઉ જારી કરાયેલા નોટિફિકેશનમાં આંશિક ફેરફાર સાથે, હવે 15 જાન્યુઆરી 2026 (ગુરુવારે) કેપિટલ માર્કેટ (સીએમ) સેગમેન્ટમાં ટ્રેડિંગ હોલિડે જાહેર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં આગામી મ્યુનિસિપલ ચૂંટણીને કારણે સ્ટોક એક્સચેન્જ દ્વારા આ રજા આપવામાં આવી છે.

સ્ટોક એક્સચેન્જે અગાઉ કહ્યું હતું કે ટ્રેડિંગ 15 જાન્યુઆરી, 2026 ના રોજ ખુલશે, પરંતુ ફક્ત સેટલમેન્ટ હોલિડે રહેશે. હવે નવા આદેશ બાદ આખો દિવસ બજારો બંધ રહેશે.

મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી

મહારાષ્ટ્ર સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના મતદાનની કામગીરી રીતે સંચાલિત થાય તે માટે આજે જાહેર રજા જાહેર કરી છે. નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ આ રજા જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારની આ રજા 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાગુ થશે. જેમાં મુંબઈ સિટી અને મુંબઈ ઉપનગરીય જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Advertisment

2026 માં NSE ની મુખ્ય રજાઓ

  • 25 ડિસેમ્બર, શુક્રવાર - ક્રિસમસ26 જાન્યુઆરી, સોમવાર - પ્રજાસત્તાક દિવસ
  • 15 ફેબ્રુઆરી, રવિવાર - મહાશિવરાત્રી
  • 3 માર્ચ, મંગળવાર - હોળી
  • 21 માર્ચ, શનિવાર - ઇદ-ઉલ-ફિત્ર
  • 26 માર્ચ, ગુરુવાર - રામ નવમી
  • 31 માર્ચ, મંગળવાર - મહાવીર જયંતી
  • 3 એપ્રિલ, શુક્રવાર - ગુડ ફ્રાઇડે
  • 14 એપ્રિલ, મંગળવાર - ડો.બાબાસાહેબ આંબેડકર જયંતી
  • 1 મે, શુક્રવાર - મહારાષ્ટ્ર દિવસ
  • 26 જૂન, શુક્રવાર - મોહરમ
  • 15 ઓગસ્ટ, શનિવાર - સ્વતંત્રતા દિવસ
  • 14 સપ્ટેમ્બર, સોમવાર - ગણેશ ચતુર્થી 
  • 2 ઓક્ટોબર, શુક્રવાર - મહાત્મા ગાંધી જયંતી
  • 20 ઓક્ટોબર, મંગળવાર - દશેરા
  • 8 નવેમ્બર, રવિવાર - દિવાળી (લક્ષ્મી પૂજન)
  • 10 નવેમ્બર, મંગળવાર - બલી પ્રતિપદા
  • 24 નવેમ્બર, મંગળવાર - ગુરુ નાનક જયંતી
બ્લડ પ્રેશર બિઝનેસ