Share Market All Time High: શેરબજારમાં બુલરન, સેન્સેક્સ નવી ટોચે, નિફ્ટી 21000 તરફ અગ્રેસર; 3 દિવસમાં રોકાણકારોને ₹ 11.26 લાખ કરોડની કમાણી

Stock Market Sensex Nifty Record High: ભારતીય શેરબજાર પાંચમાં દિવસે ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યા છે. આ સાથે પાંચ સેશનમાં સેન્સેક્સમાં 2752 પોઇન્ટ અને નિફ્ટીમાં 841 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. ચૂંટણી પરિણામ બાદ શેરબજારના રોકાણકારોને 11 લાખ કરોડથી વધુ કમાણી થઇ છે.

Written by Ajay Saroya
December 06, 2023 16:53 IST
Share Market All Time High: શેરબજારમાં બુલરન, સેન્સેક્સ નવી ટોચે, નિફ્ટી 21000 તરફ અગ્રેસર; 3 દિવસમાં રોકાણકારોને ₹ 11.26 લાખ કરોડની કમાણી
ભારતીય શેરબજાર સેન્સેક્સ - નિફ્ટીમાં બુલરન તેજીનો માહોલ છે. (Photo - Freepik)

Stock Market Sensex And Nifty New Record High : ભારતીય શેરબજારમાં ફુલગુલાબી તેજીનો માહોલ છે. આગ ઝરતી તેજીથી સેન્સેક્સ – નિફ્ટી સતત પાંચ દિવસે ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે અને રોકાણકારો માલામાલ થઇ રહ્યા છે. 6 ડિસેમ્બર 2023, બુધવારના રોજ સેન્સેક્સે 69744 અને નિફ્ટીએ 20961ની ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યા બાદ ક્લોઝિંગની રીતે પણ સર્વોચ્ચ સપાટીએ બંધ થયા હતા. ઐતિહાસિક તેજીના પગલે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓન કુલ માર્કેટ વેલ્યૂએશન પણ ઘટી 348.85 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ લેવલે પહોંચ્યુ હતુ.

સેન્સેક્સ સતત નવી ઐતિહાસિક ટોચે, 5 દિવસમાં 2752નો ઉછાળો (BSE Sensex All Time High)

બીએસઇ સેન્સેક્સ બેન્ચમાર્ક બુલરનમાં 69296ના પાછલા બંધ લેવલથી ઉંચા ગેપમાં 69534 ખૂલ્યો છે. તેજીની ચાલમાં 448 પોઇન્ટ ઉછળ્યો અને સેન્સેક્સે 69744 પોઇન્ટની ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ બનાવી હતી. સેશનના અંતે સેન્સેક્સ 357 પોઇન્ટ વધીને 69653 બંધ થયો હતો, જે ક્લોઝિંગની રીતે પણ શેરબજારની સર્વોચ્ચ સપાટી છે.

સેન્સેક્સ 30 નવેમ્બરથી સતત દરરોજ ઓલટાઇમ હાઇ બનાવી રહ્યું છે. આ સાથે છેલ્લા પાંચ સેશનમાં સેન્સેક્સમાં 2752 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે.

Sensex Nifty All Time High | Share Marekt News | BSE | Stock Market Update | Share trading Tips
બીએસઇ અને એનએસઇ ભારતીય શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક છે. (Photo – Freepik)

નિફ્ટીની 21000 તરફ આગેકૂચ, 5 દિવસમાં 841 પોઇન્ટની તેજી (NSE Nifty All Time High)

એનએસઇ નિફ્ટી દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. બુધવારે નિફ્ટીએ 20961ની ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ બનાવી સેશનના અંતે 82 પોઇન્ટની મજબૂતીમાં 20937 બંધ થયો હતો, જે શેરબજારના ઇતિહાસમાં નિફ્ટી-50 ઇન્ડેક્સનું સૌથી ઉંચુ ક્લોઝિંગ લેવલછે. આ સાથે છેલ્લા પાંચ સેશન ટ્રેડિંગમાં નિફ્ટી 841 પોઇન્ટ વધ્યો છે.

આજની ઐતિહાસિક તેજીમાં સેન્સેક્સના 30માંથી 20 શેર અને નિફ્ટી- 50 ઇન્ડેક્સના 29 શેર વધ્યા હતા. જેમાં સેન્સેક્સ બ્લુચીપ સ્ટોકમાં વિપ્રો 3.6 ટકા, આઈટીડી 2.5 ટકા, લાર્સન ટુબ્રો 2.3 ટકા, ટીસીએસ 2.1 ટકા અને ટાટા મોટર્સ 2 ટકા વધીને ટોપ-5 ગેઇન બન્યા હતા. તો સૌથી વધુ ઘટનાર 5 સ્ટોક્સમાં મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેંક, અલ્ટ્રાટેક, એક્સિસ બેંક અને એનટીપીસી 1 ટકાથી 1.5 ટકા ઘટ્યા હતા.

share market | sensex | nifty | stock market | National Stock Exchange
Stock Market NSE: નેશનલ સ્ટોક એક્સચેન્જ – એનએસઇ. (એક્સપ્રેસ ફોટો)

આ પણ વાંચો | અમીર બનવાના 7 વિકલ્પો, ઝડપથી પૈસા વધવા લાગશે; જાણો ક્યા અને કેવી રીતે રોકાણ કરવું

ચૂંટણી પરિણામ બાદ શેરબજારના રોકાણકારોને 11.26 લાખ કરોડની કમાણી (BSE Market Cap)

ભારતીય શેરબજારમાં એકધારી તેજીથી રોકાણકારોને જંગી કમાણી થઇ છે. સેન્સેક્સ – નિફ્ટી બુધવારે ઓલટાઇમ હાઇ લેવલે પહોંચતા બીએસઇની માર્કેટકેપ આશ્ચર્યજનક રીતે ઘટીને 348.85 લાખ કરોડ રૂપિયા થઇ છે. જ્યારે આગલા દિવસે કુલ માર્કેટ વેલ્યૂએશન 350 લાખ કરોડ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. આમ શેરબજાર ઐતિહાસિક ટોચે પહોંચતવા છતાં બુધવારે શેરબજારના રોકાણકારોને 1.15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અલબત્ત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થયાના ત્રણ દિવસમાં રોકાણકારોને 11.26 લાખ કરોડની કમાણી થઇ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ