AI Bubble Crash: એઆઈ શેરમાં તેજીનો ફુગ્ગો ફૂટ્યો, રોકાણકારોના ₹ 44 લાખ કરોડ સ્વાહા, જાણો ભારત પર શું અસર થશે

Share Makret AI Bubble Crash : એઆઈ શેરમાં જંગી વેચવાલીથી જાપાન શેરબજારનો નિક્કેઇ 4 ટકાથી વધુ તૂટ્યો છે. જેના કારણે એશિયાથી લઇ અમેરિકા સુધી એઆઈ અને ટેકનોલોજી કંપનીઓના શેરમાં મંદીનું મોજું ફરી વળ્યું છે.

Written by Ajay Saroya
November 05, 2025 16:04 IST
AI Bubble Crash: એઆઈ શેરમાં તેજીનો ફુગ્ગો ફૂટ્યો, રોકાણકારોના ₹ 44 લાખ કરોડ સ્વાહા, જાણો ભારત પર શું અસર થશે
Share Market Crash : શેરબજારમાં કડાકો., પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

AI Bubble Crash : એશિયાના શેરબજારો બુધવારે હાહકાર મચી ગયો જ્યારે એઆઈ કંપનીઓના શેરમાં કડાકા બોલાયો. એઆઈ કંપનીઓના શેરમાં કડાકાથી એશિયા થી લઇ યુરોપ અને અમેરિકાના શેરબજારમાં વેચવાલીથી રોકાણકારોના 50000 કરોડ ડોલર એટલે કે લગભગ 44.4 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા. રોકાણકારોને એઆઈ માર્કેટમાં તેજીનો ફુગ્ગો ફટી ગયો હોવાનું લાગ્યું છે.

મની કન્ટ્રોલના રિપોર્ટ મુજબ યુએસ અને એશિયન માર્કેટમાં હાહાકાર વચ્ચે ઉંચી વેલ્યૂએશનથ ચિંતિત રોકાણકારોએ નફાવસૂલી કરતા કંપનીઓની માર્કેટકેપ 50 હજાર કરોડ ડોલરથી વધુ ઘટી ગઇ છે. ચિપ બનાવતી દુનિયાની સૌથી મોટી કંપની ટીએસએમસીનો શેર 3 ટકા થી વધુ તૂટ્યો છે. તે તાઇવાનની સેમીકન્ડક્ટર કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ અને ડિઝાઇન કંપની છે.

ચિપ કંપનીઓના શેરમાં વેચવાલીનું દબાણ અને ફિલાડેલ્ફિયા સેમીકન્ડક્ટર ઇન્ડેક્સમાં ઘટાડાના પગલે દુનિયાભરમાં ચિપ કંપનીઓની માર્કેટકેપમાં જંગી ઘટાડો નોંધાયો હતો. ફિલાડેલ્ફિયા સેમીકન્ડક્ટર ઇન્ડેક્સ (PHLX Semiconductor Sector) અમેરિકાની 30 સૌથી મોટી ચિપ કંપનીઓના શેરમાં વધઘટ દર્શવે છે.

એશિયન બજારમાં સ્થિતિ શું છે?

એશિયન બજારની વાત કરીયે તો સૌથી વધુ કડાકો દક્ષિણ કોરિયામાં નોંધાયો છે અને તેના બેન્ચમાર્ક સૂચકાંક કોસ્પી (KOSPI) 5 નવેમ્બરે 3 ટકાથી વધુ તૂટ્યો છે. સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ અને એસકે હીનિક્સના શેર પ્રોફિટ બુકિંગના દબાણથી 6-6 ટકા સુધી ઘટ્યા છે. તો જાપાનીઝ માર્કેટની વાત કરીયે તો એડવાન્ટેસ્ટ કોર્પના શેર 10 ટકાથી વધુ ઘટ્યા છે, જેનાથી બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિક્કેઇ 225 ઇન્ડેક્સ 3 ટકાથી વધુ ઘટ્યો છે.

અમેરિકાના શેરબજારમાં પર દબાણ

એઆઈ કંપનીઓના શેરમાં તેજીના દમ પર અમેરિકન માર્કેટ અને એશિયાના અમુક શેરબજારો ઐતિહાસિક ઉંચી સપાટી પર પહોંચી ગયા હતા. આ શેરમાં ઉંચી વેલ્યૂએશન અને લાંબા સમય સુધી ઉંચા વ્યાજદર વિશે સર્જાયેલી ચિંતાને નજરઅંદાજ કરી આકર્ષક દેખાવ કર્યો હતો. મંગળવારે અમેરિકન માર્કેટમાં હાહકાર Palantir શેરની વેચવાલીથી શરૂ થયો અને પ્રોત્સાહક કમાણીના આંકડા જાહેર કરવા છતાં શેર 8 ટકાથી વધુ ઘટ્યો છે. તો દિગ્ગજ ટેક કંપની Nvidiaની હરિફ કંપની એએમડી (AMD)ના નબળાં આઉટલૂકે રોકાણકારોને નિરાશ કર્યા છે.

ભારતના શેરબજાર પર શું અસર થશે?

શેરબજારના રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડશે.આઈટી, ટેકનોલોજી કંપનીઓના શેરમાં તેજી અટકી શકે છે.સ્ટાર્ટઅપ્સ કંપનીઓના શેર અને વેલ્યૂએશન ઘટી શકે છે.શેરબજારમાં ઘટાડાથી રોકાણકારો ફરી સોના ચાંદી તરફ ફંટાશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ