Share Market Crash: શેરબજાર ઘટવાના 5 કારણ, સેન્સેક્સ નિફ્ટીમાં 29 વર્ષની સૌથી લાંબી મંદીથી હાહાકાર

Share Market Crash Reason: શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સતત પાંચમાં મહિને ઘટ્યા છે, જે 29 વર્ષની સૌથી લાંબી મંદી છે. અમેરિકાએ ચીન પર ટેરિફ લાદતા ટ્રેડ વોર શરૂ થવાનો ભય છે.

Share Market Crash Reason: શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સતત પાંચમાં મહિને ઘટ્યા છે, જે 29 વર્ષની સૌથી લાંબી મંદી છે. અમેરિકાએ ચીન પર ટેરિફ લાદતા ટ્રેડ વોર શરૂ થવાનો ભય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
share market crash | sensex nifty crash | sensex nifty crash reason | stock market | bse | nse | stock market

Share Marke Sensex Nifty Crash: શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો બોલાયો છે. Photo: Freepik)

Share Market Crash Reason: શેરબજાર માટે શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇડ બન્યો હતો. 28 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 1414 પોઇન્ટ તૂટી 73198 બંધ થયો છે. તો નિફ્ટી 420 પોઇન્ટના કડાકામાં 22124 બંધ થયો છે, જે લગભગ 10 મહિનાની નીચી સપાટી છે. આ સાથે ભારતીય શેરબજાર સતત પાંચમાં મહિને ઘટ્યું છે, જે 29 વર્ષની સૌથી લાંબી મંદી છે. સપ્ટેમ્બર બાદ શેરબજારમાં સતત ઘટાડાથી રોકાણકારો દહેશતમાં છે. શેરબજારના રોકાણકારોને જંગી નુકસાન થયું છે. ઘણી મિડકેપ અને સ્મોલકેપ કંપનીના શેર ભાવ 52 સપ્તાહની નીચી સપાટીએ ઉતરી ગયા છે. શેરબજાર ઘટવા પાછળ સ્થાનિક અને બાહ્ય પરિબળો જવાબદાર છે. ચાલો જાણીયે શેરબજાર ઘટવાના 5 મુખ્ય કારણ

Advertisment

Sensex Nifty Crash : સેન્સેક્સ નિફ્ટી સતત પાંચમાં મહિને ઘટ્યા

સેન્સેક્સ નિફ્ટી સતત પાંચમાં મહિને ઘટ્યા છે. 27 સપ્ટેમ્બર 2024ના રોજ સેન્સેક્સે 85978 ઐતિહાસિક ઉંચી સપાટી બનાવી હતી, ત્યારબાદ સતત ઘટી રહ્યો છે. જે ભારતીય શેરબજારમાં 29 વર્ષની સૌથી લાંબી મંદી છે. અગાઉ વર્ષ 1996માં જુલાઇ થી નવેમ્બર સુધી નિફ્ટી સતત ઘટ્યો હતો. તેની અગાઉ વર્ષ 1995માં સૌથી લાંબી મંદી આઠ મહિનાનો રેકોર્ડ છે. તે સમયે નિફ્ટી સપ્ટેમ્બર 1994 થી એપ્રિલ 1995 સુધી સતત આઠ મહિના સુધી ઘટ્યો હતો.

Share Market Crash Reason : શેરબજાર ઘટવાના કારણ

Trade War : વેપાર યુદ્ધનો ભય

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવા ટેરિફની જાહેરાત કરીને વેપાર યુદ્ધનો ભય વધુ વધાર્યો છે. 28 ફેબ્રુઆરી એ અમેરિકા એ ચીન પર વધારાની 10 ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. આ સાથે જ કેનેડા અને મેક્સિકો માટે ટેરિફ રાહત પાછી ખેંચી લીધી છે. નવા રેટિફ 4 માર્ચથી લાગુ થશે. અમેરિકાના આ પગલાથી ટ્રેડ વોરનો ભય વધ્યો છે, જેના કારણે બજારમાં ફરી ગભરાટ જોવા મળી રહ્યો છે.

FII દ્વારા સતત વેચવાલી

વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં સતત વેચવાલી કરી રહ્યા છે. 27 ફેબ્રુઆરીના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ચોખ્ખા વેચાણકર્તા હતા અને તેમણે 556.56 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. આ સાથે FII એ ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં 47349 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. જ્યારે આ આખા વર્ષમાં તેમણે અત્યાર સુધીમાં રૂ. 1.13 લાખ કરોડ રૂપિયાથી વધારે મૂલ્યના શેર વેચ્યા છે. FII એ જાન્યુઆરી 2025માં 78,027 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

Advertisment

વૈશ્વિક બજારોમાં મંદી

દુનિયાભરના બજારોમાં વેચવાલીથી પણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ વધુ ખરાબ થયું છે. ગુરુવારે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા નવા ટેરિફની જાહેરાત બાદ અમેરિકન બજારોનો મૂડ પણ બગડ્યો. ગુરુવારે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ 194 પોઇન્ટ ઘટીને 43,239.50 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટમાં 531 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તો S&P 500 ઇન્ડેક્સ લગભગ 94 પોઈન્ટ ઘટીને 5,861.57 પર બંધ થયો. આવી જ સ્થિતિ એશિયન બજારોમાં પણ દેખાઇ રહી છે.

અમેરિકાના અર્થતંત્ર પર મંદીનું જોખમ

અમેરિકામાં સાપ્તાહિક બેરોજગારી દાવામાં અપેક્ષા કરતા વધુ વધારો થયો છે. આ આંકડાથી દુનિયાના સૌથી મોટા અર્થતંત્રમાં મંદીનું જોખમ વધી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાદવાની ઘોષણા કરતા જ મોંઘવારી વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે આઈટી શેરમાં મોટો ઘટાડો થયો છે, જેમની કમાણીનો એક મોટો હિસ્સો અમેરિકાથી આવે છે.

ડોલર સામે રૂપિયાના મૂલ્ય ઘટાડો

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના અર્થંતંત્રને મજબૂત કરવા પગલાં લઇ રહ્યા છે, જેની અસરે યુએસ ડોલર મજબૂત થઇ રહ્યો છે. પરિણામ ડોલર સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય પણ સતત ઘટી રહ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં ભારતીય રૂપિયો ડોલર સામે ઘટીને87 રૂપિયાની રેકોર્ડ નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ડોલર સામે રૂપિયો નબળો પડવાથી આયાત મોંઘી થઇ રહી છે.

અમેરિકા બિઝનેસ શેર બજાર