/indian-express-gujarati/media/media_files/2026/03/09/share-market-crash-reason-today-2026-03-09-12-14-31.jpg)
Share Market Crash Reason: શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોમાં ફફડાટ. Photograph: (Freepik)
Share Market Crash Reason Today: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી માટે આજનો દિવસ 9 માર્ચ બ્લેક મને સાબિત થયો હતો. સેન્સેક્સમાં 2500 પોઇન્ટ અને નિફ્ટીમાં 700 પોઇન્ટથી મોટો કડાકો બોલાયો છે. જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 3600 પોઇન્ટના કડાકાથી તમામ એશિયન શેરબજારો ધરાશાયી થયા હતા. ઈઝરાયલ ઈરાન યુદ્ધનો તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકાથી રોકાણકારોમાં ગભરાટનો માહોલ છે. ચાલો જાણીયે શેરબજારમાં કડાકા પાછળના 7 મુખ્ય કારણ
Israel Iran War : ઈઝરાયલ ઈરાન યુદ્ધ
ઈઝરાયલ ઈરા યુદ્ધ શરૂ થયા બાદ શેરબજારો સતત ઘટી રહ્યા છે. ઈઝરાયલ અમેરિકાએ ઈરાન પર 28 ફેબ્રુઆરીએ હુમલો કર્યો હતો. આ યુદ્ધનો આજે 10મો દિવસ છે. 27 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 81,287 બંધ થયો હતો, જે આજે 9 માર્ચે તૂટીને 76,424 સુધી ઘટ્યો છે. આમ ઈઝરાયલ ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ સેન્સેક્સ 6000 પોઇન્ટ જેટલો તૂટ્યો છે.
Geopolitics Tension : ભૂરાજકીય તણાવ
ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા જતા સૈન્ય સંઘર્ષને કારણે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વધી છે. મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસતા વૈશ્વિક બજારોમાં વેચવાલીનો દોર શરૂ થયો છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધની આગમાં સંપૂર્ણ મિડલ ઇસ્ટના દેશોમાં ચિંતાનો માહોલ છે.
Crude Oil Price Jumps : ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો
ઈઝરાયલ ઇરાન યુદ્ધ બાદ ક્રૂડ ઓઇલના ભાવ સતત વધીને આજે 115 ડોલર પ્રતિ બેરલને વટાવી ગયા છે, જે સાડા ત્રણ વર્ષનો સૌથી ઉંચો ભાવ છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ ભારતના અર્થતંત્ર, નાગરિકો અને કંપનીઓ માટે મોટી સમસ્યા ઉભી કરી રહ્યા છે. ભારત તેની જરૂરિયાતના 85 ટકા ક્રૂડ આયાત કરતું હોવાથી મોંઘા ઓઇલને કારણે ફુગાવો અને રાજકોષિય ખાધ વધવાની અને અર્થતંત્ર પર દબાણ આવવાની ભીતિ છે.
FII Outflows : વિદેશી રોકાણકારોની વેચવાલી
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ઘણા દિવસથી ભારતીય બજારમાંથી સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે. જેની અસરે સેન્સેક્સ નિફ્ટી સતત ઘટી રહ્યા છે, તેમા ઈઝરાયલ ઇરાન યુદ્ધથી એફઆઈઆઈની વેચવાલી તીવ્ર બની છે. સોમવારે પણ વિદેશી રોકાણકારો દ્વારા કરોડો રૂપિયાના શેર વેચવામાં આવ્યા છે.
Dollar VS Rupee All Time Low : ડોલર સામે રૂપિયાનું પતન
ભારતીય રૂપિયો ડોલર સામે રેકોર્ડ નીચલા સ્તરે (92.30) પહોંચી ગયો છે, જેનાથી આયાત મોંઘી થઈ છે અને બજારના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી છે. બીજી બાજુ અમેરિકન કરન્સી સતત મજબૂત થઇ રહી છે અને યુએસ ડોલર ઇન્ડેક્સ 100 ની નજીક પહોંચ્યો છે.
World Market Crash : વૈશ્વિક બજારોની નબળાઈ
ઈઝરાયલ ઈરાન યુદ્ધથી ભૂરાજકીય તણાવ સર્જાયો છે. જેની નકારાત્મક અસરે આજે એશિયન શેરબજારો ધરાશાયી થયા હતા. જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ 3600 પોઇન્ટ તૂટ્યો હતો. ટકાવારીમાં નિક્કેઇ અને કોસ્પીમાં 6 થી 8 ટકાનો કડાકો બોલાયો છે, જેના પગલે ભારતીય બજારમાં પણ ગભરાટ ફેલાયો છે.
મોંઘવારી વધવાની ચિંતા
ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડાથી ભારતમાં મોંઘવારી વધવાની ચિંતા છે. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવાથી ક્રૂડ ઓઇલ સહિત વિવિધ ચીજોની આયાત મોંઘી થશે. જેની સીધી અસરે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ, સીએનજીની કિંમત વધી શકે છે. ભારત માટે વેપાર ખાધ, રાજકોષિય ખાધ અને ફુગાવાને અંકુશમાં રાખવું મુશ્કેલ બની જશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us