/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Share-Market-Crash-Sensex-Nifty-Fall.jpg)
Sensex Nifty Crash Today: શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. (Image: Freepik)
Sensex Nifty Crash Today: શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો બોલાયો હતો. સોમવારનો દિવસે શેરબજાર ફરી બ્લેડ મન્ડે બની રહ્યો હતો. સેન્સેક્સ 2222 પોઇન્ટ તૂટ્યો અને 78759 બંધ થયા હતા, જે લગભગ દોઢ મહિનાની સૌથી નીચી સપાટી છે. બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી 50 ઈન્ડેક્સ 662 પોઇન્ટ તૂટ્યો અને 24055 પોઇન્ટ થયા હતા. શેરબજારના તમામ સેક્ટોરિયલ ઈન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ થયા છે. શેરબજારમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે.
સેન્સેક્સમાં 2222 પોઇન્ટનો કડાકો
શેરબજાર માટે 5 ઓગસ્ટ 2024, સોમવારનો દિવસ બ્લેક મન્ડે રહ્યો હતો. બીએસઇ સેન્સેક્સમાં 2222 પોઇન્ટનો કડાકો બોલાતા શેરબજારમા હાહાકાર મચ્યો હતો. સેન્સેક્સ 78759 લેવલ પર બંધ થયો છે, જે જૂન પછીની સૌથી નીચી સપાટી છે. છેલ્લે 26 જૂન, 2024ના રોજ સેન્સેક્સ 78674 બંધ થયો હતો. પાછલા બંધ 80981 બંધ સામે સેન્સેક્સ સોમવારે 78588 ખૂલ્યો હતો, જો કે પેનિક સેલિંગ નીકળતા શેરબજાર તૂટ્યા અને સેન્સેક્સ 78295 નીચી સપાટીએ ઉતરી ગયો હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/BSE-Share-Crash.jpg)
નિફ્ટી 662 પોઇન્ટ તૂટ્યો, 24000 લેવલ ઉપર બંધ
સેન્સેક્સ જેમ નિફ્ટી પણ તૂટ્યો હતો. એનએસઇ નિફ્ટી 50 ઈન્ડેક્સ પાછલા બંધ 24717 સામે સોમવારે 24302 ખૂલ્યો હતો. શેરબજારમાં વેચવાલી વચ્ચે 23893 ઇન્ટ્રા-ડે બોટમ થયો હતો. શેરબજારમાં સેશનના અંતે નિફ્ટી 662 પોઇન્ટ તૂટી 24055 બંધ થયો હતો. ટકાવારીની રીતે શેરબજાર સેન્સેક્સ 2.74 ટકા અને નિફ્ટી 2.68 ટકા તૂટ્યા છે.
શેરબજારના રોકાણકારોને 15 લાખ કરોડથી વધુ નુકસાન
શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું હતુ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 441.86 લાખ કરોડ રૂપિયા હતી. જ્યારે તેની અગાઉ 2 ઓગસ્ટ, 2024 શુક્રવારના રોજ બીએસઇની માર્કેટ કેપિટલાઇઝેશન 457.16 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક જ દિવસમાં શેરબજારની માર્કેટકેપમાં 15.3 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. બીજા શબ્દોમાં કહીયે તો સેન્સેક્સ નિફ્ટીમાં કડાકાથી રોકાણકારોને આટલું નુકસાન થયું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us