/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Share-Market-Crash-Sensex-Nifty-Fall.jpg)
Sensex Nifty Crash Today: શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. (Image: Freepik)
Share Market News Today Live In Gujarati : ઈઝરાયલ ઇરાન યુદ્ધથી દુનિયાભરના શેરબજારો ધરાશાયી થયા છે. ભારતના શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો બોલાયો છે. આજે સેન્સેક્સ 1700 પોઇન્ટથી વધુ ઘટીને 78,528 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 500 પોઇન્ટ જેટલો ઘટી 24,388 ખુલ્યો હતો. મધ્ય પૂર્વમાં ભૂરાજકીય તણાવથી ક્રૂડ ઓઇલના ભાવ 85 ડોલરની સપાટી વટાવી ગઇ છે.
જાપાન શેરબજાર 2100 પોઇન્ટ ધરાશાયી
ઈઝરાયલ ઇરાન યુદ્ધથી દુનિયાભરના શેરબજારો ધરાશાયી થયા છે. બુધવારે જાપાનનો નિક્કેઇ શેરબજાર 2100 પોઇન્ટ ધરાશાયી થયો હતો. તાઇવાન શેરબજાર 1282 પોઇન્ટ, હોંગકોંગ બજાર 628 પોઇન્ટ, કોરિયાનું શેરબજાર 513 પોઇન્ટ ઘટ્યા હતા. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 600 પોઇન્ટથી વધુ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો છે, જે મંદીના સંકેત આપે છે.
ક્રૂડ ઓઇલ ઓપ્શન કોન્ટ્રાક્ટમાં સ્ટ્રાઇક પ્રાઇસની સંખ્યા વધારી
ભૂરાજકીય તણાવથી ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો છે. આ દરમિયાન એમસીએક્સ અને એનએસઇ એ ક્રૂડ ઓઇલ ઓપ્શન કોન્ટ્રાક્ટમાં ઉપલબ્ધ સ્ટ્રાઇક પ્રાઇસની સંખ્યા વધારી દીધી છે. અગાઉ MCX ક્રૂડ ઓપ્શન કોન્ટ્રાક્ટમાં 25 ઇન ધ મની (ITM) સ્ટ્રાઇક, 25 આઉટ ધ મની (OTM) સ્ટ્રાઇક અને એક નિયર ધ મની સ્ટ્રાઇક (25-1-25) હતું. જે હવે વધારીને 75 ITM સ્ટ્રાઇક, 75 ITM સ્ટ્રાઇક અને એક નિયર ધ મની સ્ટ્રાઇક (75-1-75) કરવામાં આવ્યું છે. સ્ટાન્ડર્ડ (100 બેરલ) અને મિની (10 બેરલ) ક્રૂડ ઓઇલ ઓપ્શન કોન્ટ્રાક્ટ બંને માટે સ્ટ્રાિક પ્રાઇસ ઇન્ટરવલ 50 રૂપિયા કર્યું છે.
- Mar 04, 2026 09:31 IST
ડોલર સામે રૂપિયો નવા તળિયે, 1 ડોલરનો ભાવ 92 રૂપિયા
ઈઝરાયલ ઇરાન યુદ્ધ તણાવથી યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો ઇતિહાસમાં પહેલીવાર 92 રૂપિયાની નીચે ઉતરી ગયો છે. આજે ડોલર સામે રૂપિયો 55 પૈસા ઘટીને 92.02 રૂપિયાની ઐતિહાસિસ નીચી સાટીએ ખુલ્યો છે. આગલા દિવસે રૂપિયો 91.47 બંધ થયો હતો. ઈઝરાયલ ઇરાન યુદ્ધથી શેરબજાર ધરાશાયી થયા છે અને વિદેશી રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે. તો બીજી બાજુ ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થતા ભારત સામે મોટી મુશ્કેલી ઉભી થઇ છે.
- Mar 04, 2026 09:28 IST
ક્રૂડ ઓઇલ ઓપ્શન કોન્ટ્રાક્ટમાં સ્ટ્રાઇક પ્રાઇસની સંખ્યા વધારી
ભૂરાજકીય તણાવથી ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો છે. આ દરમિયાન એમસીએક્સ અને એનએસઇ એ ક્રૂડ ઓઇલ ઓપ્શન કોન્ટ્રાક્ટમાં ઉપલબ્ધ સ્ટ્રાઇક પ્રાઇસની સંખ્યા વધારી દીધી છે. અગાઉ MCX ક્રૂડ ઓપ્શન કોન્ટ્રાક્ટમાં 25 ઇન ધ મની (ITM) સ્ટ્રાઇક, 25 આઉટ ધ મની (OTM) સ્ટ્રાઇક અને એક નિયર ધ મની સ્ટ્રાઇક (25-1-25) હતું. જે હવે વધારીને 75 ITM સ્ટ્રાઇક, 75 ITM સ્ટ્રાઇક અને એક નિયર ધ મની સ્ટ્રાઇક (75-1-75) કરવામાં આવ્યું છે. સ્ટાન્ડર્ડ (100 બેરલ) અને મિની (10 બેરલ) ક્રૂડ ઓઇલ ઓપ્શન કોન્ટ્રાક્ટ બંને માટે સ્ટ્રાિક પ્રાઇસ ઇન્ટરવલ 50 રૂપિયા કર્યું છે.
- Mar 04, 2026 09:28 IST
જાપાન શેરબજાર 2100 પોઇન્ટ કકડભૂસ
ઈઝરાયલ ઇરાન યુદ્ધથી દુનિયાભરના શેરબજારો ધરાશાયી થયા છે. બુધવારે જાપાનનો નિક્કેઇ શેરબજાર 2100 પોઇન્ટ ધરાશાયી થયો હતો. તાઇવાન શેરબજાર 1282 પોઇન્ટ, હોંગકોંગ બજાર 628 પોઇન્ટ, કોરિયાનું શેરબજાર 513 પોઇન્ટ ઘટ્યા હતા. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 600 પોઇન્ટથી વધુ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યો છે, જે મંદીના સંકેત આપે છે.
- Mar 04, 2026 09:28 IST
સેન્સેક્સ 1700 પોઇન્ટ ધરાશાયી,નિફ્ટી 500 પોઇન્ટ તૂટ્યો
ઈઝરાયલ ઇરાન યુદ્ધથી દુનિયાભરના શેરબજારો ધરાશાયી થયા છે. ભારતના શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો બોલાયો છે. આજે સેન્સેક્સ 1700 પોઇન્ટથી વધુ ઘટીને 78,528 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 500 પોઇન્ટ જેટલો ઘટી 24,388 ખુલ્યો હતો. મધ્ય પૂર્વમાં ભૂરાજકીય તણાવથી ક્રૂડ ઓઇલના ભાવ 85 ડોલરની સપાટી વટાવી ગઇ છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us