Share Market Crash: સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો, US શેરબજારમાં પણ 2025નો સૌથી મોટો ઘટાડો

Share Market Crash Todya: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સતત ઘટી રહ્યા છે. અમેરિકાના શેરબજારમાં 3 માર્ચે વર્ષ 2025નો સૌથી મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ 72000 અને નિફ્ટી 21000 સપોર્ટ લેવલ નીચે ટ્રેડ કરી રહ્યા છે.

Share Market Crash Todya: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સતત ઘટી રહ્યા છે. અમેરિકાના શેરબજારમાં 3 માર્ચે વર્ષ 2025નો સૌથી મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ 72000 અને નિફ્ટી 21000 સપોર્ટ લેવલ નીચે ટ્રેડ કરી રહ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Crash | Stock Market Crash | share market news

Share Market Crash: શેરબજારમાં કડાકો, પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Share Market Crash Todya: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સતત ઘટી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસી અને યુક્રેનને સહાય બંધ કરવાના નિર્ણયની દુનિયાભરના શેરબજારોને માઠી અસર થઇ છે. સેન્સેક્સ 72000 અને નિફ્ટી 21000 સપોર્ટ લેવલ નીચે ટ્રેડ કરી રહ્યા છે. અમેરિકાના શેરબજારમાં વર્ષ 2025નો સૌથી મોટો કડાકો બોલાયો છે. તમને જણાવી દઇયે કે, સ્થાનિક અને વૈશ્વિક પ્રતિકુળ પરિબળોના લીધે ભારતીય શેરબજારના સેન્સેક્સ નિફ્ટી સતત પાંચ મહિના ઘટ્યા છે.

Advertisment

Sensex Nifty Crash : સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો

સેન્સેક્સ પાછલા બંધ 73085 સામે નીચા ગેપમાં આજે 72817 ખુલ્યા હતા. આઈટી અને એફએમસીજી કંપનીઓના શેરમાં વેચવાલીથી સેન્સેક્સ 73000 સપોર્ટ લેવલ તોડી નીચે ટ્રેડ કરી રહ્યો છે. પાછલા બંધ લેવલથી સેન્સેક્સ 450 પોઇન્ટ ઘટીને 72633 લેવલ સુધી ગયો હતો. સેન્સેક્સ જૂન 2024 બાદ 73000 લેવલ નીચે ગયો છે.

સેન્સેક્સ જેમ નિફ્ટી પણ સતત ઘટી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 22119 સામે આજે 21974 ખુલ્યો હતો. બ્લુચીપ શેરમાં વેચવાલીના દબાણથી નિફ્ટી 21964 સુધી ઘટ્યો હતો. નિફ્ટી હાલ 100 પોઇન્ટથી વધુના ઘટાડે 22000 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

US Stock Market Crash : યુએસ શેરબજારમાં 2025નો સૌથી મોટો કડાકો

અમેરિકાના શેરબજારમાં 3 માર્ચે વર્ષ 2025નો સૌથી મોટો કડાકો બોલાયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાદવાની ઘોષણા અને નબળાં આર્થિક આંકડાથી શેરબજારમાં જબરદસ્ત વેચવાલી આવતા યુએસ બેન્ચમાર્ક એસએન્ડપી 500 1.8 ટકા તૂટ્યો હતો. તો ડાઉ જોન્સ 650 પોઇન્ટના કડાકે બંધ થયો હતો. ટેકનોલોજી શેરમાં ભારે વેચવાલી જોવા મળી જેના પગલે નાસ્ડેક બેન્ચમાર્ક 2.7 ટકા તૂટ્યો. AI ચિપ ઇન્ડસ્ટ્રીઝની સૌથી મોટી કંપની NVIDIAમાં શેરનો 8 ટકાનો કડાકો બોલાયો.

Advertisment
બિઝનેસ શેર બજાર