Share Market Diwali Muhurat Trading Stock Picks : દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ પરશેર ખરીદવા અને વેચવાની પરંપરા છે. દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શેર ખરીદવાને શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મુહૂર્ત દરમિયાન શેર ખરીદવા શુભ છે અને ભવિષ્યમાં સારું પ્રદર્શન કરી શકે છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે આ પ્રસંગે રોકાણ માટે મજબૂત ફંડામેન્ટલ્સ (Diwali Stocks ) ધરાવતા 10 શેરની યાદી આપી છે. દિવાળી રોકાણ માટે તમે આ શેર પર પણ નજર રાખી શકો છો.
સંવત 2082 ની મુખ્ય ઘટનાઓ
વપરાશ વૃદ્ધિ: GST 2.0, શહેરી માંગમાં સુધારો અને તહેવારોના વેચાણથી બજારને વેગ મળ્યો છે.
કમાણીમાં વૃદ્ધિ: નિફ્ટી 50 કંપનીઓના નફામાં (PAT) અંદાજિત વૃદ્ધિ – નાણાકીય વર્ષ 26 માં 8% અને નાણાકીય વર્ષ 27 માં 16%, જે નાણાકીય વર્ષ 25 માં 1% હતી.
બાહ્ય હકારાત્મક પરિબળો: અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) સાથે ભારતના વેપાર કરારો.
સંવત 2082 ની શરૂઆત સકારાત્મક પરિબળો સાથે
સરકાર અને RBI ની નીતિઓને કારણે સંવત 2082 ની શરૂઆત સકારાત્મક થઇ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રેપો રેટમાં 100 બેસિસ પોઈન્ટ (bps) અને સેન્ટ્રલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (CRR) માં 150 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.
આ પગલાંથી બજારમાં નોંધપાત્ર પ્રવાહિતા આવી છે. વધુમાં, સરકારના ₹1 લાખ કરોડના આવકવેરા રાહત પેકેજથી માંગમાં વધારો થવાની અને કોર્પોરેટ કમાણીમાં સુધારો થવાની અપેક્ષા છે.
ફુગાવો અને વૃદ્ધિ
ફુગાવો નિયંત્રણમાં છે, જ્યારે GST 2.0 એ કર પ્રણાલીને સરળ બનાવી છે અને ગ્રાહકોનો વિશ્વાસ મજબૂત બનાવ્યો છે. આ ભારતમાં સ્થાનિક આર્થિક વિકાસના નવા તબક્કાની શરૂઆત દર્શાવે છે. વપરાશ વધવાની સાથે ખાનગી મૂડીખર્ચમાં પણ વેગ આવવાની અપેક્ષા છે. એકંદરે, કમાણીમાં સુધારો અને સારા આર્થિક સૂચકાંકો ભવિષ્યમાં ભારતીય શેરબજારને મજબૂત ટેકો પૂરો પાડશે.
ડબલ ડિજિટ અર્નિગ ગ્રોથ
બ્રોકરેજ ( મોતીલાલ ઓસ્વાલ ) માને છે કે H2FY26 એ સમય હશે જ્યારે નીચા સિંગલ-ડિજિટ કમાણી વૃદ્ધિથી બે-ડિજિટ કમાણી વૃદ્ધિ તરફ સંક્રમણ શરૂ થશે. નિફ્ટી કમાણી વાર્ષિક ધોરણે 8% (FY26) અને 16% (FY27) ના દરે સ્વસ્થ વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા છે, જે FY25 માં ફક્ત 1% હતી.
નિફ્ટીનું મૂલ્ય FY26 ની કમાણીના લગભગ 20x આંકવામાં આવ્યું છે, જે લાંબા ગાળાના સરેરાશની નજીક છે. જો કે, મિડ-કેપ અને સ્મોલકેપ શેરો થોડા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે, તેથી આ શેર પ્રત્યે સાવચેતીભર્યું અને પસંદગીયુક્ત અભિગમ જરૂરી છે. સંવત 2082 માટે, અમે માનીએ છીએ કે સ્થાનિક ચક્રીય અને માળખાકીય વૃદ્ધિ થીમ્સ સારું પ્રદર્શન કરશે.
આ સેક્ટર પ બ્રોકરેજનો આઉટલૂક પોઝિટિવ
- BFSI અને કેપિટલ માર્કેટ્સ
- એફએમજીસી અને કેપિટલ ગુડ્સ
- મેન્યુફેક્ચરિંગ
- ડિજિટલ
દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ માટે મોતીલાલ ઓસ્વાલની ટોપ 10 શેર
એસબીઆઈ (SBI)
હાલનો ભાવ : 877ટાર્ગેટ ભાવ : 100રિટર્ન અપેક્ષિત : 14%
એમ એન્ડ એમ (M&M)
હાલનો ભાવ : 3,460ટાર્ગેટ ભાવ : 4,091રિટર્ન અપેક્ષિત : 18%
બીઈએલ (BEL)
હાલનો ભાવ : 402ટાર્ગેટ ભાવ : 490રિટર્ન અપેક્ષિત : 22%
સ્વિગી (Swiggy)
હાલનો ભાવ : 440ટાર્ગેટ ભાવ : 550રિટર્ન અપેક્ષિત : 25%
ઇન્ડિયન હોટેલ્સ : Indian Hotels
હાલનો ભાવ : 726ટાર્ગેટ ભાવ : 880રિટર્ન અપેક્ષિત : 21%
મેક્સ ફાઇનાન્શિયલ : Max Financial
હાલનો ભાવ : 1611ટાર્ગેટ ભાવ : 2000રિટર્ન અપેક્ષિત : 24%
રેડિકો : Radico
હાલનો ભાવ : 2911ટાર્ગેટ ભાવ : 3375રિટર્ન અપેક્ષિત : 16%
દિલ્હીવેરી : Delhivery
હાલનો ભાવ : 469ટાર્ગેટ ભાવ : 540રિટર્ન અપેક્ષિત : 15%
એલટી ફૂડ્સ : LT Foods
હાલનો ભાવ : 407ટાર્ગેટ ભાવ : 560રિટર્ન અપેક્ષિત : 38%
વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ : VIP Industries
હાલનો ભાવ : 422ટાર્ગેટ ભાવ : 530રિટર્ન અપેક્ષિત : 26%
(ડિસ્ક્લેમર: કંપનીના શેરમાં પર રોકાણ સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવે છે. આ ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીના અભિપ્રાય નથી. બજાર જોખમોને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી.)