Share Market Investors Alert: શેર બજાર અને કોમોડિટી બુલિયનના રોકાણકાર માટે સ્ટોક એક્સચેન્જો અને કોમોડિટી એક્સચેન્જોએ બોગસ ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝર એટલે કે રોકાણ સલાહકારોની છેતરપિંડીથી સાવધાન રહેવા ચેતવણી આપી છે. બીએસઇ, એનએસઇ, એમસીએક્સ, એનસીડીઇએક્સ અને એમએસઇ એ સોમવારે આ બાબતે એક સંયુક્ત નિવેદન જારી કર્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક અનૈતિક વ્યક્તિઓ/એન્ટિટીઓ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે WhatsApp ગ્રૂપ, ટેલિગ્રામ ચેનલ્સ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચેનલ્સ દ્વારા પ્રતિષ્ઠિત નાણાકીય સંસ્થાઓની નકલ કરવા માટે અને સેબી/એક્સચેન્જ દ્વારા જારી કરાયેલા નકલી સર્ટિફિકેટ દેખાડી ટ્રેડિંગ સર્વિસ પુરી પાડવાનો દાવો કરવામાં આવે છે. આ લેભાગુઓ ઘણીવાર તેમની ફ્રોડ સ્કીમને અંજામ આપવા માટે ખોટા નામ પર રજિસ્ટર્ડ નંબરનો ઉપયોગ કરે છે.
એક્સચેન્જો દ્વારા જારી કરાયેલ સંયુક્ત નિવેદનમાં, રોકાણકારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ અત્યંત સાવધાની રાખવા અને આવા છેતરપિંડીથી બચવા માટે કોઈપણ WhatsApp/ટેલિગ્રામ ગ્રૂપમાં જોડાવાનું ટાળે. એક્સચેન્જોએ જે રીતે આ અંગે વિગતવાર નિવેદન બહાર પાડ્યું છે તે દર્શાવે છે કે આ મુદ્દો હવે કેટલો ગંભીર બની રહ્યો છે. તમે આ આખું નિવેદન અહીં જોઈ શકો છો, જેથી તેમાં આપવામાં આવેલી બાબતો અને સૂચનાઓનું પાલન કરીને તમે તમારી જાતને આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બનવાથી બચાવી શકો.
એક્સચેન્જોના સંયુક્ત નિવેદનના મહત્વના મુદ્દા
એક્સચેન્જોના ધ્યાન પર આવ્યું છે કે, કેટલાક અનૈતિક વ્યક્તિઓ/એન્ટિટી ભારતીય અને ઈન્ટરનેશનલ મોબાઇલ નંબરો દ્વારા, વોટ્સએપ ગ્રૂપ, ટેલિગ્રામ ચેનલ્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ચેનલ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વિદેશી પોર્ટફોલિયો રોકાણ (FPIs) અથવા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) ને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. FIIs સબ એકાઉન્ટ્સ અથવા વિશેષ વિશેષાધિકૃત સંસ્થાકીય એકાઉન્ટ્સ દ્વારા પ્રતિષ્ઠિત નાણાકીય સંસ્થા હોવાની નકલ ઓળખ ઉભી કરી અને SEBI/એક્સચેન્જ દ્વારા જારી કરાયેલ નકલી પ્રમાણપત્રો દેખાડી ટ્રેડિંગની તકો પૂરી પાડવાનો ખોટો દાવો કરે છે. આ બોગસ વ્યક્તિ અને એન્ટિટીઓ ખોટા નામે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરતા હોય છે.
લેભાગુ વ્યક્તિ અને એન્ટિટી આવા દાવા કરે છે
- પ્રતિષ્ઠિત સંસ્થાઓ/વ્યક્તિઓ સાથે સંકળાયેલા હોવાનો દાવો
- નિયમિત ટ્રેડિંગ પ્લેટફોર્મ અને અનધિકૃત ટ્રેડિંગ એપ્લિકેશન્સ પ્રદાન કરવી જે રજિસ્ટર્ડ ટ્રેડિંગ મેમ્બરની એપ્લિકેશન્સ/વેબસાઈટ્સને મળતા આવે છે અથવા તેની નકલ કરે છે
- અધિકૃત ટ્રેડિંગ અથવા ડીમેટ એકાઉન્ટની જરૂરિયાત વિના ગેરેંટી/ઉચ્ચ વળતર મેળવવા માટે ઇન્સ્ટિટ્યૂશનલ એકાઉન્ટમાં માં જોડાવા/બનાવવાની લાલચ
- મૂડી/વિદેશી વિનિમય/કોમોડિટી બજારોમાં રોકાણ પર ખાતરીપૂર્વક/ ગેરેંટેડ રિટર્નની ઓફર કરવી,
- રોકાણકારોને તેમના લૉગિન ક્રેન્ડેશિયલ (પાસવર્ડ સહિત) શેર કરવાનું કહીને રોકાણકારોના ટ્રેડિંગ એકાઉન્ટને હેન્ડલ કરવાની ઑફર
- ખાતરીપૂર્વકના નફાના ખોટા વચનો સાથે પ્રી-આઈપીઓ સબ્સ્ક્રિપ્શન સુવિધા ઓફર કરવાનો દાવો કરવો
- ડબ્બા ટ્રેડિંગ જેવી ગેરકાયદેસર ટ્રેડિંગ સેવાઓ પૂરી પાડવી,
- શેરબજારમાં ઓનલાઈન ટ્રેડિંગ કોર્સ, સેમિનાર અને મેન્ટરશિપ પ્રોગ્રામ દ્વારા પીડિતોને આકર્ષિત કરવા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ લાઈવ બ્રોડકાસ્ટનો લાભ લેવો.
વોટ્સએપ/ટેલિગ્રામ ગ્રુપમાં જોડાશો નહીં
એક્સચેન્જ રોકાણકારોને સાવધાની રાખવાની સલાહ આપે છે અને એવા કોઈપણ વોટ્સએપ/ટેલિગ્રામ ગ્રૂપમાં જોડાવાનું ટાળે છે જ્યાં માર્કેટ એનાલિસ્ટ સાથે અથવા કોઈપણ જે WhatsApp/ટેલિગ્રામ ગ્રૂપના સભ્યો માટે ઇન્સ્ટિટ્યૂશનલ એકાઉન્ટ સર્વિસ પ્રદાન કરે છે જેમાં ટ્રેડિંગ જેવી સર્વિસ હોય તેવી એપ ડાઉનલોડ કરવાનું ટાળો અપર સર્કિટ સ્ટોક્સ, ડિસ્કાઉન્ટેડ ભાવે બ્લોક ડીલ, IPO માં પ્રેફરન્શિયલ એલોટમેન્ટ વગેરે જેવી સર્વિસના દાવા કરતા હોય. તમે બોગસ ટ્રેડિંગ એપ્લિકેશન્સ મારફતે રજૂ કરવામાં આવેલા બોગસ ઇન્સ્ટિટ્યૂશનલ એકાઉન્ટ સર્વિસ દ્વારા અવાસ્તવિક રિટર્નના વચન આપનાર આંતરરાષ્ટ્રીય નાણાકીય કૌભાંડનો શિકાર થઇ શકો છો.
આ કૌભાંડોના પીડિતોને થર્ડ પાર્ટી બેંક એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવે છે અને આ એકાઉન્ટ માંથી ભંડોળ તરત જ ઉપાડી લેવામાં આવે છે, અને બોગસ ટ્રેડિંગ એપ્સમાં દેખાડેલો માત્ર કાગળ પરનો નફો બાકી રહે છે.
છેતરપિંડી કે સાયબર ફ્રોડ વિશે ફરિયાદ કરવા માટે હેલ્થ લાઇન
તેથી, રોકાણકારોને નકલી સંસ્થાકીય એકાઉન્ટ્સ દ્વારા સિક્યોરિટીઝ માર્કેટમાં ટ્રેડિંગ માંથી ઊંચા વળતરના કોઈપણ સોશિયલ મીડિયાના દાવા અંગે શંકાસ્પદ રહેવા અને શેરબજારની સલાહ/વિશ્લેષણનો શિકાર ન બનવા ચેતવણી આપવામાં આવે છે. www.sancharsaathi.gov.in ની મુલાકાત લઈને આવા શંકાસ્પદ કપટપૂર્ણ સંદેશાવ્યવહારની જાણ કરો અને જો તમે પહેલેથી જ પૈસા ગુમાવી દીધા હોય, તો ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી કરાયેલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ કરો.
લોભામણી સ્કીમ થી સાવચેત રહો
રોકાણકારોને પણ ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/ ચોક્કસ /બાંયધરીકૃત વળતર આપતી કોઈપણ વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ, રેફરલ, પ્રોડક્ટમાં સબ્સ્ક્રાઇબ ન કરવું, કારણ કે અધિકૃતતા અને અધિકૃત સ્ત્રોતની ચકાસણી કર્યા વિના આવું કરવું કાયદા દ્વારા પ્રતિબંધિત છે. વધુમાં, રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના ટ્રેડિંગ ક્રેડેન્શિયલ જેમ કે યુઝર્સ આઈડી / પાસવર્ડ અથવા અન્ય કોઈપણ સંવેદનશીલ માહિતી કોઈને આપવી નહી. રોકાણકારો માટે એ સમજવું અગત્યનું છે કે ઊંચું વળતર આપતા રોકાણમાં સામાન્ય રીતે છેતરપિંડી જેવા મોટા જોખમ હોય છે અને મૂડી બજારમાં ખાતરીપૂર્વકના વળતરની કોઈ ગેરેંટી હોતી નથી.
આ પણ વાંચો | યુનિફાઇડ પેન્શન યોજના OPS અને NPS થી કેટલી અલગ છે? નવી પેન્શન યોજના થી કેટલો ફાયદો થશે જાણો
સત્તાવાર વેબસાઇટ્સ પર માહિતી ચકાસો
રોકાણકારોને અત્યંત સાવધાની રાખવા, યોગ્ય ખંત રાખવા અને સેબી / NSE / BSE / MCX / MSE / NCDEX રજિસ્ટર્ડ મેમ્બર હોવાનો દાવો કરતી કોઈપણ એન્ટિટીની નોંધણીની સ્થિતિ ચકાસવા વિનંતી કરવામાં આવે છે. એ પણ નોંધવું જોઇએ કે શેરબજાર એક્સચેન્જોએ રિજસ્ટર્ડ મેમ્બર અને તેમના અધિકૃત વ્યક્તિઓની વિગતો, વાસ્તવિક ટ્રેડિંગ એપ્લિકેશન્સ અને વેબસાઇટ્સ તપાસવા માટે નીચે આપેલ તેમની વેબસાઇટ પર એક સુવિધા પ્રદાન કરી છે. વધુમાં, ટ્રેડિંગ મેમ્બર્સ દ્વારા એક્સચેન્જમાં જાહેર કરાયેલા રોકાણકારો પાસેથી/તેમને નાણાં મેળવવા/ચુકવવા માટે ક્લાયન્ટ બેંક એકાઉન્ટ્સ તરીકે નિયુક્ત કરાયેલા નિયુક્ત બેંક ખાતાઓ પણ ઉપરોક્ત લિંક હેઠળ પ્રદર્શિત થાય છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ એન્ટિટી સાથે વ્યવહાર કરતી વખતે અધિકૃત વેબસાઇટ્સની મુલાકાત લઈને સાચી વિગતો તપાસે.