/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/IPO-4.jpg)
IPO: આઈપીઓ (Photo: Freepik)
Share Market IPO Opon And Share Listing This Week: આઈપીઓ શેરબજારમાં કમાણી કરવાનો સરળ મોકો છે. 23 સપ્ટેમ્બરથી શરૂ થનાર નવા સપ્તાહમાં નવા 11 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 2 મેઇન બોર્ડ સેગમેન્ટના પબ્લિક ઇસ્યુ છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 5 આઈપીઓમાં નવા સપ્તાહે રોકાણ કરવાની તક મળશે. તેમજ નવા સપ્તાહે 14 કંપનીના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થવાના છે. તો ચાલો જાણીયે નવા સપ્તાહે કઇ કઇ કંપનીઓના આઈપીઓ ખુલી રહ્યા છે
IPO Open This Week : આગામી સપ્તાહે નવા 11 આઈપીઓ ખુલશે
Manba Finance IPO: માનબા ફાઇનાન્સ આઈપીઓ
માનબા ફાઇનાન્સ આઈપીઓ 23 સપ્ટેમ્બરે ખુલશે અને 25 સપ્ટેમ્બર બંધ થવાનો છે. આઈપીઓ ઇસ્યુ માટે પ્રાઇસ બેન્ડ 114 - 120 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 125 શેર રાખવામાં આવી છે. કંપની આઈપીઓ મારફતે 150.84 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. માનબા ફાઇનાન્સ શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઇ પર 30 સપ્ટેમ્બરના રોજ થશે.
Rapid Valves (India) IPO: રેપિડ વાલ્વ (ઈન્ડિયા) આઈપીઓ
રેપિડ વાલ્વ (ઈન્ડિયા) આઈપીઓ 23 સપ્ટેમ્બર ખુલશે. 30.41 કરોડ રૂપિયાનો આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ પ્રતિ શ 210 - 222 રૂપિયા છે. આઈપીઓ લોટ સાઇઝ 600 શેર છે. આ આઈપીઓ 25 સપ્ટેમ્બર બંધ થશે. શેર લિસ્ટિંગ 30 સપ્ટેમ્બરના રોજ એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર થશે.
WOL 3D IPO: વોલ 3ડી આઈપીઓ
વોલ 3ડી આઈપીઓ 23 સપ્ટેમ્બરે ખુલશે અને 25 સપ્ટેમ્બરે બંધ થશે. આ આઈપીઓની સાઇઝ 25.56 કરોડ રૂપિયા છે. આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ બેન્ડ 142-150 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 1000 શેર છે. આ શેર 30 સપ્ટેમ્બર એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/IPO-Investment-Tips.jpg)
Thinking Hats Entertainment Solutions IPO: થિંકિંગ હેટ્સ એન્ટરટેઇન્મેન્ટ સોલ્યુશન્સ આઈપીઓ
થિંકિંગ હેટ્સ એન્ટરટેઇન્મેન્ટ સોલ્યુશન્સ આઈપીઓ 25 સપ્ટેમ્બર ખુલશે. 15.09 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્ય પ્રાઇસ શેર દીઠ 42 - 44 રૂપિયા રાખવામાં આવી છે. આઈપીઓ શેર લોટ સાઈઝ 3000 શેર છે. આ આઈપીઓ 27 સપ્ટેમ્બરના રોજ બંધ થયા બાદ શેર 3 ઓક્ટોબર એનએસઇ એસએમઇ પર લિસ્ટ થશે.
Unilex Colors and Chemicals IPO: યુનિલેક્સ કલર્સ એન્ડ કેમિકલ્સ આઈપીઓ
યુનિલેક્સ કલર્સ એન્ડ કેમિકલ્સ આઇપીઓ 25 સપ્ટેમ્બરે ખુલશે અને 27 સપ્ટેમ્બર બંધ થશે. 31.32 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 82 - 87 રૂપિયા છે અને લોટ 1600 શેર છે. આ શેર 3 ઓક્ટોબર એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
TechEra Engineering IPO: ટેકએરા એન્જિનિયરિંગ આઈપીઓ
ટેકએરા એન્જિનિયરિંગ આઈપીઓ 25 સપ્ટેમ્બરે ખુલશે અને તમે 27 સપ્ટેમ્બર સુધી રોકાણ કરી શકાય છે. 35.90 કરોડ રૂપિયાના આ આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 75 - 82 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 1600 શેર છે. આ શેર 3 ઓક્ટોબર એનએસઇ એસએમઇ પર લિસ્ટ થશે.
KRN Heat Exchanger IPO: કેઆરએન હીટ એક્સ્ચેન્જર IPO
કેઆરએન હીટ એક્સ્ચેન્જર આઈપીઓ 25 સપ્ટેમ્બર ખુલશે. રોકાણકારો 27 સપ્ટેમ્બર સુધી બિડિંગ કરી શકશે. આ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 209 - 220 રૂપિયા પ્રતિ શેર રાખી છે. આઈપીઓ લોટ સાઈઝ 65 શેર છે. કંપની આઈપીઓ મારફતે 341.95 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. કંપનીનું શેર લિસ્ટિંગ 3 ઓક્ટોબર બીએસએઇ અને એનએસઇ પર થશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/IPO-Share-Open-Listing-Date.jpg)
Forge Auto International IPO: ફોર્જ ઓટો ઈન્ટરનેશનલ આઈપીઓ
ફોર્જ ઓટો ઇન્ટરનેશનલ આઈપીઓ 26 સપ્ટેમ્બર ખુલશે અને 30 સપ્ટેમ્બર બંધ થશે. 31.10 કરોડ રૂપિયાના આઈપીઓ ઇસ્યુ માટે પ્રાઇસ પ્રાઇસ બેન્ડ 102 - 108 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 1200 શેર નક્કી કરી છે. આ શેરનું લિસ્ટિંગ એનએસઇ એસએમઇ પર 4 ઓક્ટોબરે થશે.
Sahasra Electronics Solutions IPO: સહસ્ત્ર ઇલેક્ટ્રોનિક્સ સોલ્યુશન્સ આઈપીઓ
સહસ્ત્ર ઈલેક્ટ્રોનિક્સ સોલ્યુશન્સ આઈપીઓ 26 સપ્ટેમ્બર ખુલશે. રોકાણકારોને 30 સપ્ટેમ્બર સુધી સબ્સક્રાઇબ કરવાની તક મળશે. 186.16 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 269 - 283 પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 400 શેર છે. આ શેરનું લિસ્ટિંગ 4 ઓક્ટોબર એનએસઇ એસએમઇ પર થશે.
Divyadhan Recycling Industries IPO: દિવ્યધન રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ
દિવ્યધન રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ 26 સપ્ટેમ્બરે ખુલી 30 સપ્ટેમ્બર બંધ થશે. કંપની આઈપીઓ વડે 24.17 કરોડ રૂપિયા એક્ત્ર કરશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ શેર દીઠ 60 - 64 રૂપિયા અને લોટ સાઈઝ 2000 શેર છે. આઈપીઓ શેર લિસ્ટિંગ 4 ઓક્ટોબર એનએસઇ એસએમઇ પર થશે.
Saj Hotels IPO : સાજ હોટેલ્સ આઈપીઓ
સાજ હોટેલ્સ આઈપીઓ 27 સપ્ટેમ્બરે ખુલશે અને 1 ઓક્ટોબરે બંધ થશે. 27.63 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 65 પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે. આ શેર 7 ઓક્ટોબર એનએસઇ એસએમઇ પર લિસ્ટ થશે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/ipo-initial-public-offering.jpg)
5 આઈપીઓમાં રોકાણની છેલ્લી તક
શેરબજારના રોકાણકારોને પાછલા સપ્તાહે ખુલેલા 5 આઈપીઓમાં નવા સપ્તાહે રોકાણ કરવાની તક મળશે. કલાના ઇસ્પાત આઈપીઓ 23 સપ્ટેમ્બર બંધ થવાનો છે. તો આવી અંશ ટેક્સટાઇલ આઈપીઓ, ફોનિક્સ ઓવરસીઝ, બાઈકવો ગ્રીનટેક આઈપીઓ અને એસડી રિટેલ આઈપીઓ 24 સપ્ટેમ્બર બંધ થવાના છે.
નવા સપ્તાહે 14 કંપનીના શેર લિસ્ટિંગ થશે (IPO Stock Listing This Week On Share Market)
શેરબજારમાં 23 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા નવા સપ્તાહ દરમિયાન સ્ટોક એક્સચેન્જ નવા 14 શેરનું લિસ્ટિંગ થવાનું છે. 24 સપ્ટેમ્બરના રોજ બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર પર પોપ્યુલર ફાઉન્ડેશન્સ લિસ્ટ થશે. તો ડેક્કન ટ્રાન્સકોન લીઝિંગ, એન્વારોટેક સિસ્ટમ્સ, પેલાટ્રો, Osel ડિવાઇસીસના શેર એનએસઇ એસએમઇ પર લિસ્ટ થશે. તો મેઈનબોર્ડ સેગમેન્ટમાં વેસ્ટર્ન કેરિયર્સ (ઈન્ડિયા), આર્કાડે ડેવલપર્સ અને નોર્ધન આર્ક કેપિટલના શેર 24 સપ્ટેમ્બર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટ થશે.
આ પણ વાંચો | IPO રોકાણ પહેલા તમારી જાતને પુછો આ 3 સવાલ, શેરબજારમાં નહીં થાય ક્યારેય નુકસાન
25 સપ્ટેમ્બર પેરામાઉન્ટ સ્પેશિયાલિટી ફોર્જિંગ્સ શેર 25 ડિસેમ્બર એનએસઇ એસએમઇ પર લિસ્ટ થશે.
26 સપ્ટેમ્બર કલાના ઇસ્પાતનો શેર એનએસઇ એસએમઇ પર લિસ્ટ થશે.
27 સપ્ટેમ્બર ફોનિક્સ ઓવરસીઝ, અવી અંશ ટેક્સટાઇલ, એસડી રિટેલ અને બાઈકવો ગ્રીન ટેક શેર એનએસઇ એસએમઇ પર લિસ્ટ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us