Share Market IPO: આઈપીઓ રોકાણ માટે સોનેરી તક, આ સપ્તાહે 13 આઈપીઓ ખુલશે, 8 શેર લિસ્ટેડ થશે

Share Market IPO Open Listing In This Week: શેરબજારમાં ચાલુ સપ્તાહે 13 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, ક્રોસ અને ટોલિન્સ ટાયર્સ સામેલ છે. તેમા રોકાણકારોને તગડું રિટર્ન મળી શકે છે. બીજુ બાજુ ચાલુ સપ્તાહે 8 શેર લિસ્ટેડ થવાના છે.

Written by Ajay Saroya
September 09, 2024 10:57 IST
Share Market IPO: આઈપીઓ રોકાણ માટે સોનેરી તક, આ સપ્તાહે 13 આઈપીઓ ખુલશે, 8 શેર લિસ્ટેડ થશે
IPO: આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર દ્વારા કંપનીઓ મૂડીબજારમાંથી ભંડોળ એક્ત્ર કરે છે. (Photo: Freepik)

Share Market IPO Open Listing In This Week: શેરબજારમાં આઈપીઓ રોકાણ માટે સુવર્ણ તક આવી છે. આજે 9 સપ્ટેમ્બરથી શરૂ થનાર નવા સપ્તાહમાં 1 કે 2 નહીં એક સાથે 13 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા બજાજ હાઉસિંગ ફાઈનાન્સ, ક્રોસ લિમિટેડ, ટોલિન્સ ટાયર જેવા આઈપીઓ સામેલ છે. તો બીજી બાજુ 8 કંપનીઓના સ્ટોક શેરબજારમાં લિસ્ટ થશે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 3 આઈપીઓમાં પણ ચાલુ સપ્તાહે રોકાણ કરવાની તક મળશે. ચાલો જાણીયે આ સપ્તાહમાં કઇ કઇ કંપનીના આઈપીઓ ખુલ્યા છે અને ક્યા આઈપીઓ શેર લિસ્ટ થશે.

Bajaj Housing Finance IPO: બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓ

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીનો આઈપીઓ 9 સપ્ટેમ્બર ખુલશે અને 11 સપ્ટેમ્બર બંધ થશે. કંપનીના 6560 કરોડ રૂપિયાના આઈપીઓમાં શેર ઇસ્યુ પ્રાઇસ પ્રતિ શેર 66 થી 70 રૂપિયા છે. આઈપીઓ લોટ સાઇઝ 214 શેર છે. આ શેર 16 સપ્ટેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જ બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થશે.

bajaj housing finance ipo | bajaj housing finance ipo Date | bajaj housing finance ipo issue price | bajaj housing finance ipo listing date | bajaj housing finance ipo allotment date | bajaj group ipo | upcoming ipo news | ipo news | share market news
Bajaj Housing Finance IPO: બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓ માટે 11 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે.

Kross IPO: ક્રોસ લિમિટેડ આઈપીઓ

ક્રોસ આઈપીઓ 9 સપ્ટેમ્બરે ખુલશે અને 11 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે. આઈપીઓ શેર માટે પ્રાઇસ બેન્ડ 228 – 240 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આઈપીઓ લોટ સાઇઝ 62 શેર છે. 500 કરોડ રૂપિયાનો આ આઈપીઓ શેર 16 સપ્ટેમ્બરે બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે.

Tolins Tyres IPO: ટોલિન્સ ટાયર્સ આઈપીઓ

ટોલિન્સ ટાયર્સ આઈપીઓ 9 સપ્ટેમ્બરે ખુલશે અને 11 સપ્ટેમ્બરે બંધ થશે. 230 કરોડ રૂપિયાના આ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 215-226 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 66 શેર છે. આ આઈપીઓ શેરનું 16 સપ્ટેમ્બર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટિંગ થશે.

Gajanand International IPO: ગજાનંદ ઈન્ટરનેશનલ આઈપીઓ

ગજાનંદ ઈન્ટરનેશનલ આઈપીઓ માટે 9 થી 11 સપ્ટેમ્બર દરમિયાન અરજી કરી શકાશે. 20.65 કરોડ રૂપિયાના આઈપીઓ માટે શેર પ્રાઇસ બેન્ડ 36 રૂપિયા પ્રતિ શેર છે. આઈપીઓ લોટ લાઇઝ 3000 શેર છે. આ કંપનીનો શેર 16 સપ્ટેમ્બરના રોજ શેરબજારમાં લિસ્ટેડ થવાની સંભાવના છે.

Share Samadhan IPO : શેર સમાધાન આઈપીઓ

શેર સમાધાન કંપનીનો 24.06 કરોડ રૂપિયાનો આઈપીઓ ઈશ્યૂ 9 સપ્ટેમ્બર ખુલશે અને 11 સપ્ટેમ્બર બંધ થશે. કંપની આઈપીઓ મારફતે 24.06 કરોડ એક્ત્ર કરશે. કંપનીઓ શેર દીઠ આઈપીઓ ઈસ્યુ પ્રાઇસ 70 થી 74 રૂપિયા નક્કી કરી છે. આ કંપનીનો આઈપીઓ શેરનું 16 સપ્ટેમ્બર સ્ટોક એક્સચેન્જ બીએસઈ એસએમઈ પર લિસ્ટિંગ થવા સંભવ છે.

Shubhshree Biofuels Energy IPO: શુભશ્રી બાયોફ્યુઅલ્સ એનર્જી આઈપીઓ

શુભશ્રી બાયોફ્યુઅલ્સ એનર્જી આઈપીઓ માટે 9 સપ્ટેમ્બર થી 11 સપ્ટેમ્બર સુધી સબ્સક્રિપ્શન માટે ખુલશે. 16.56 કરોડના આઈપીઓ ઇસ્યુ માટે શેર દીઠ પ્રાઇસ બેન્ડ 113 થી 119 રૂપિયા રાખવામાં આવી છે. આઈપીઓ લોટ સાઇઝ 1200 શેર છે. આ આઈપીઓ શેર 16 સપ્ટેમ્બર એનએસઈ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

Aditya Ultra Steel IPO: આદિત્ય અલ્ટ્રા સ્ટીલ આઈપીઓ

આદિત્ય અલ્ટ્રા સ્ટીલ આઈપીઓ 9 સપ્ટેમ્બર ખુલશે અને 11 સપ્ટેમ્બર બંધ થવાનો છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 59-62 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 2000 શેર છે. કંપની આઈપીઓ મારફતે 45.88 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ એસએમઇ કંપનીનો આઈપીઓ શેર 16 સપ્ટેમ્બર એનએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે.

IPO | IPO price date | IPO Investment | Initial public offering | upcoming ipo list | ipo listing date | share market ipo investment | ipo issue price vs listing price | stock market ipo
IPO : આઈપીઓ (Photo: Freepik)

Trafiksol ITS Technologies IPO: ટ્રાફિકસોલ આઇટીએસ ટેક્નોલોજીસ આઇપીઓ

ટ્રાફિકસોલ આઇટીએસ ટેક્નોલોજીસ આઇપીઓ 10 સપ્ટેમ્બર ખુલશે અને 12 સપ્ટેમ્બર બંધ થશે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 66-70 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 2000 શેર છે. આઈપીઓ મારફતે કંપની 44.87 કરોડ રૂપિયા ઉભા કરવાન છે. આઈપીઓ શેર ૧7 સપ્ટેમ્બર બીએસઈ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે.

SPP Polymers IPO: એસપીપી પોલિમર્સ આઈપીઓ

એસપીપી પોલિમર્સ આઈપીઓ 10 સપ્ટેમ્બરે ખુલશે અને 12 સપ્ટેમ્બર સુધી રોકાણ કરી શકાય છે. 24.49 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 59 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. આઈપીઓ લોટ સાઇઝ 2000 શેર છે. આ એસએમઇ કંપનીનો આઈપીઓ શેર 17 સપ્ટેમ્બર એનએસઈ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થશે.

P N Gadgil Jewellers IPO: પી એન ગાડગિલ જ્વેલર્સનો આઈપીઓ

પીએન ગાડગિલ જ્વેલર્સ આઈપીઓ 10 સપ્ટેમ્બર ખુલશે અને 12 સપ્ટેમ્બર બંધ થશે. 1100 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 456-480 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. લોટ સાઇઝ 31 શેર છે આ આઈપીઓ શેર 17 સપ્ટેમ્બરે બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે.

Innomet Advanced Materials IPO: ઇનોમેટ એડવાન્સ્ડ મટિરીયલ્સ આઈપીઓ

ઇનોમેટ એડવાન્સ્ડ મટિરીયલ્સ આઈપીઓ 11 સપ્ટેમ્બર ખુલીને 13 સપ્ટેમ્બર બંધ થવાનો છે. 34.24 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 100 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 1200 શેર છે. આ આઈપીઓ શેર 18 સપ્ટેમ્બર એનએસઈ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થવાની સંભાવના છે.

Excellent Wires and Packaging IPO: એક્સીલેન્ટ વાયર્સ એન્ડ પેકેજિંગ લિમિટેડ આઈપીઓ

એક્સીલેન્ટ વાયર્સ એન્ડ પેકેજિંગ લિમિટેડ આઈપીઓ 11 સપ્ટેમ્બર ખુલી રહ્યો છે. આઈપીઓ માટે અરજી કરવાનો છેલ્લો દિવસ 13 સપ્ટેમ્બર છે. 12.60 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 90 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 1600 શેર છે. આ આઈપીઓ શેર 19 સપ્ટેમ્બર એનએસઈ એસએમઈ પર લિસ્ટ થશે.

Envirotech Systems IPO: એન્વાયરોટેક સિસ્ટમ્સનો આઈપીઓ

એન્વાયરોટેક સિસ્ટમ્સનો આઈપીઓ 13 સપ્ટેમ્બરે ખુલશ અને 17 સપ્ટેમ્બર બંધ થવાનો છે. 30.24 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 53 થી 56 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 2000 શેર છે. આ આઈપીઓ શેર 20 સપ્ટેમ્બર એનએસઈ એસએમઇ પર લિસ્ટિંગ થવાનો છે.

IPO | ipo Investment Tips | wealth destroyer ipo | largest ipo in India
IPO: આઈપીઓ (Photo – Freepik)

3 આઈપીઓમાં રોકાણ કરવાની આજે છેલ્લી તક

Shree Tirupati Balajee IPO: શ્રી તિરુપતિ બાલાજી આઈપીઓ:

શ્રી તિરુપતિ બાલાજી આઈપીઓમાં રોકાણ કરવાની આજે છેલ્લી તક છે. 5 સપ્ટેમ્બર ખુલેલો 169.65 કરોડ રૂપિયાનો આઈપીઓ 9 સપ્ટેમ્બર બંધ થવાનો છે. આઇપીઓ પ્રાઇસ બેન્ડ 78 થી 83 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 180 શેર છે. આઈપીઓ શેર 12 સપ્ટેમ્બર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થશે.

My Mudra Fincorp IPO: માય મુદ્રા ફિનકોર્પ આઈપીઓ

માય મુદ્રા ફિનકોર્પ આઈપીઓ 5 સપ્ટેમ્બર ખુલ્યો હતો અને 9 સપ્ટેમ્બર બંધ થશે. આઈ આઈપીઓ અત્યાર સુધીમાં 13.65 ગણો ભરાયો છે. 33.26 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 104 – 110 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 1200 શેર છે. આ આઈપીઓ શેર 12 સપ્ટેમ્બરે એનએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

Vision Infra Equipment Solutions IPO: વિઝન ઇન્ફ્રા ઇક્વિપમેન્ટ સોલ્યુશન્સ આઇપીઓ

વિઝન ઇન્ફ્રા ઇક્વિપમેન્ટ સોલ્યુશન્સ આઇપીઓ 10 સપ્ટેમ્બર બંધ થવાનો છે. 106.21 કરોડ રૂપિયાનો આઈપીઓ 6 સપ્ટેમ્બર ખુલ્યા બાદ અત્યાર સુધી 2 ગણો ભરાયો છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 155 થી 163 રૂપિયા પ્રતિ શેર છે અને લોટ સાઇઝ 800 શેર છે. આઈપીઓ શેર 13 સપ્ટેમ્બર એનએસઈ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

આ પણ વાંચો | બજાજ હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓ સોમવાર ખુલશે, 4 મુદ્દામાં જાણો કંપનીની તાકાત અને નબળાઇ

કઈ કંપનીઓનું લિસ્ટિંગ થશે?

ચાલુ સપ્તાહે શેરબજારમાં બીએસઇ, એનએસઇ અને એસએમઈ પ્લેટફોર્મ પર 8 કંપનીના આઈપીઓ શેર લિસ્ટેડ થવાના છે. જેમા ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગ, જયામ ગ્લોબલ ફૂડ્સ સામેલ છે. 9 સપ્ટેમ્બર ગાલા પ્રિસિજન એન્જિનિયરિંગ બીએસઈ અને એનએસઈ ઉપર તો જયામ ગ્લોબલ ફૂડ્સ શેર એનએસઈ એસએમઈ પર લિસ્ટ થયા છે. 10 સપ્ટેમ્બર નેચરવિંગ્સ હોલિડેઝ શેર બીએસઈ એસએમઇ પર લિસ્ટ થવાના છે. 11 સપ્ટેમ્બર એનએસઈ એસએમઇ પ્લેટફોર્મ પર નમો ઇવેસ્ટ મેનેજમેન્ટ અને બીએસઇ એસએમઇ પર મેક કોન્ફરન્સ અને ઇવેન્ટ્સ શેરનું લિસ્ટિંગ થવાનું છે. શ્રી તિરુપતિ બાલજી શેર 12 સપ્ટેમ્બરના રોજ બીએસઈ અને એનએસઈ ઉપર અને માય મુદ્રા ફિનકોર્પનો શેર એનએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. 13 સપ્ટેમ્બર વિઝન ઇન્ફ્રા ઇક્વિપમેન્ટ સોલ્યુશન્સનો શેર એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ ઉપર લિસ્ટેડ થવાનો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ