શેર બજારના Monsoon Stocks : ચોમાસામાં સારા વરસાદની આગાહી; આ 5 શેર ખરીદો, ઉંચુ રિટર્ન મળવાની શક્યતા

Monsoon Stocks : હવામાન વિભાગે દેશમાં ચોમાસા દરમિયાન સરેરાશ વરસાદની આગાહી કરી છે ત્યારે કૃષિ સંબંધિત કંપનીઓને માંગ વધવાની આશા છે.

Written by Ajay Saroya
June 07, 2023 19:01 IST
શેર બજારના Monsoon Stocks : ચોમાસામાં સારા વરસાદની આગાહી; આ 5 શેર ખરીદો, ઉંચુ રિટર્ન મળવાની શક્યતા
વરસાદની બિયારણ, ખાતર, કૃષિ સંશાધનો, ટ્રેક્ટર, પંપ સંબંધિત કંપનીઓના શેર પર સારી-માઠી અસર થતી હોય છે.

Share market Monsoon Stocks 2023: દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે જૂનના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં કેરળના દરિયા કિનારે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આવી પહોંચશે અને ત્યારબાદ નિર્ધારિત સમયસર સમગ્ર ભારતને આવરી લેશે તેવી અપેક્ષા છે. હાલના તબક્કે જ્યાં સારા ચોમાસાથી ખેતીને ફાયદો થશે તો બીજી તરફ ખેતી સાથે સંકળાયેલી કંપનીઓને અત્યારથી માંગ નીકળશે તેવી અપેક્ષા છે. સારી ખેતી એટલે ગ્રામીણ આવક પણ વધશે. હાલ સારો વરસાદ પડવાથી સંલગ્ન કંપનીઓને ફાયદો થશે અને તેના શેરમાં વધુ વધારો થવાની ધારણા છે.

IMD એ વરસાદ અંગે શું આગાહી કરી છે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે સામાન્ય કરતાં 96 ટકા વરસાદ થઈ શકે છે. તે લાંબા ગાળાના સરેરાશ 96 થી 104 ટકા હોઈ શકે છે. IMD અનુસાર લાંબા ગાળાના સરેરાશમાં 4%ની વધ-ઘટની સંભાવના છે. જો કે, સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ ચોમાસાની 67 ટકા શક્યતા છે. એટલે કે જો બધું બરાબર રહ્યું તો સામાન્ય કરતાં 100 ટકાથી વધુ વરસાદ પડી શકે છે. જો કે ચોમાસા દરમિયાન અલ નીનો સર્જાવાનું પણ જોખમ રહેલું છે. અલ નીનોનો ખતરો વર્ષ 2024ના અંત સુધી રહી શકે છે.

સામાન્ય ચોમાસાથી ક્યા-ક્યા ઉદ્યોગોને ફાયદો થશે

જો દેશમાં આ વખતે ચોમાસું સામાન્ય રહે તો ખેતીના કામકાજ વધતા બિયારણ, ખાતર, કૃષિ સંશાધનો, પંપ વગેરેની માંગમાં વધારો થશે. જો ગ્રામીણ આવક વધે તો ખરીદશક્તિ વધે છે. તેનાથી એફએમસીજી, ટુ વ્હીલર અને કન્ઝ્યુમર ગુડ્સની માંગ વધે છે. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલના જણાવ્યા અનુસાર ટુ-વ્હીલર, ઓટો, ગ્રામીણ ફાઇનાન્સિંગ, એગ્રોકેમિકલ અને પસંદગીની FMCG કંપનીઓને સારા ચોમાસાથી ફાયદો થશે.

બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલના મનપસંદ 5 મોનસૂન સ્ટોક

ફિનોલેક્સ પાઈપ્સ (Finolex Pipes)

હાલનો ભાવ: 171 રૂપિયા

સ્ટોક તેની 20 સપ્તાહની મૂવિંગ એવરેજ પર છે અને દૈનિક ધોરણે 100 EMAનો સપોર્ટ મળી રહ્યો છે. અહીંથી શેરમાં વૃદ્ધિ થવાની ચાલ દેખાઈ રહી છે. આ વર્ષે સ્ટોક લગભગ 11 ટકા ઘટ્યો છે, અહીંથી રિકવરી માટે સારી તક છે.

M&M ફાઇનાન્સ

વર્તમાન ભાવ: 300 રૂપિયા

M&M ફાઇનાન્સે દૈનિક ધોરણે પોલ એ્ડ ફ્લેગ પેટર્ન બનાવી છે, જે પોઝિટિવ ટ્રેન્ડ દર્શાવે છે.ચાલુ વર્ષે સ્ટોકમાં લગભગ 22 ટકાનો ઉછાળો આવ્યો છે અને તેમાં તેજી ચાલુ રહેવાની ધારણા છે.

TATA કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ

વર્તમાન કિંમત: 792 રૂપિયા

TATA કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો સ્ટોકે સાપ્તાહિક ધોરણે બ્રેકઆઉટ ઝોનને ફરીથી ટેસ્ટ કર્યું છે અને અહીંથી ઉચ્ચ સ્તર તરફ નવી મોમેન્ટ દેખાઇ રહી છે. તે સ્ટોકની મજબૂતાઈ દર્શાવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેણે 3 ટકા વળતર આપ્યું છે.

કોરોમંડલ ઇન્ટરનેશનલ

વર્તમાન કિંમત: 958 રૂપિયા

કોરોમંડલ ઈન્ટરનેશનલ કંપનીના શેર હાલમાં તેની 20-મહિનાની એવરેજનો સપોર્ટ લઈ રહ્યો છે. દૈનિક ધોરણે સરેરાશ ભાવથી સહેજ ઉપર ટ્રેડિંગ સાથે ઉપર તરફ આગળ વધી રહ્યો છે અને તેમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 6 ટકાનું વળતર મળ્યું છે.

બાટા ઇન્ડિયા (BATA INDIA)

વર્તમાન કિંમત: 1577 રૂપિયા

BATA INDIAના શેરે લોઅર ઝોનમાં એક બેઝ બનાવ્યો છે અને અહીંથી તે છેલ્લા 3 મહિનાથી ઉંચી સપાટી બનાવી રહ્યો છે. તેના શેરમાં પોઝિટિવ ટ્રેન્ડ દેખાઇ રહ્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં આ સ્ટોકમાં 5 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃ ઉંચુ ડિવિડન્ડ આપતી કંપનીઓની યાદી, આવા સ્ટોકમાં રોકાણથી કટોકટી કે મોંઘવારી વચ્ચે મળશે કમાણીનો મોકો

(સ્ત્રોત: મોતીલાલ ઓસવાલ) વેઇટેજ: બ્રોકરેજ હાઉસે બાસ્કેટમાંના તમામ 5 શેરોને 20% નું સમાન વેઇટેજ આપ્યું છે કારણ કે અમને લાગે છે કે ચોમાસાને કારણે તમામ સ્ટોક્સને સમાન રીતે ફાયદો થવો જોઈએ.

Disclaimer: અહીં અમે બ્રોકરેજ હાઉસના અહેવાલના આધારે શેર વિશે માહિતી આપી છે. બજારના જોખમને ધ્યાનમાં રાખીને, રોકાણ કરતા પહેલા નિષ્ણાતનો અભિપ્રાય લો. આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ