શેરબજારમાં ક્યા શેર ખરીદવા અને ક્યા વેચવા? એપ્રિલમાં મ્યુચ્યુઅલ ફંડના ટોપ 10 બાઇંગ અને સેલિંગ શેરની યાદી જુઓ અને પછી નક્કી કરો

Mutual Funds Investment Strategy : શેરબજારમાં લોકસભા ચૂંટણી દરમિયાન મોટી વધઘટ જોવા મળી છે. ક્યા શેર ખરીદવા અને ક્યા વેચવા તે અંગે રોકાણકારો મૂંઝવણમાં છે. એપ્રિલ 2024ની મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી જુઓ અને પછી રોકાણનો નિર્ણય લો.

Mutual Funds Investment Strategy : શેરબજારમાં લોકસભા ચૂંટણી દરમિયાન મોટી વધઘટ જોવા મળી છે. ક્યા શેર ખરીદવા અને ક્યા વેચવા તે અંગે રોકાણકારો મૂંઝવણમાં છે. એપ્રિલ 2024ની મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી જુઓ અને પછી રોકાણનો નિર્ણય લો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
investment tips | returns on investment | liquid funds returns | mutual funds returns | saving and investment tips

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઇક્વિટી માર્કેટની તુલનાએ ઓછું જોખમી હોય છે. (Photo - Freepik)

Mutual Funds Investment Strategy : શેરબજારમાં ચૂંટણીના માહોલ દરમિયાન ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. નિફ્ટી એ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ મહિના એપ્રિલમાં પોઝિટિવ ગ્રોથ દેખાડ્યો છે. એપ્રિલમાં માસિક ધોરણે એનએસઇ નિફ્ટી 1.2 ટકા અથવા 278 પોઈન્ટ વધીને 22605 લેવલ પર બંધ થયો હતો. આ સમયગાળા દરમિયાન શેરબજારે ઇન્ડેક્સે 22783 ઐતિહાસિક ટોચ બનાવી હતી. બેન્ચમાર્ક ઈન્ડેક્સ સતત ત્રીજા મહિને મજબૂત બંધ રહ્યો હતો.

Advertisment

જો કે, એપ્રિલમાં બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટીમાં ભારે વધઘટ જોવા મળી હતી અને પીક અને લો લેવલ વચ્ચેનો તફાવત 1000 પોઈન્ટથી વધુ હતો. લોકસભા ચૂંટણી 2024નો પ્રથમ તબક્કો 19મી એપ્રિલે શરૂ થયો હતો અને ત્યારથી શેરબજાર ક્યારેક ઉપર તો ક્યારેક નીચે જઈ રહ્યું છે. હાલમાં ચૂંટણીના માહોલમાં મ્યુચ્યુઅલ ફંડો એ તેમની સ્ટોક સ્ટ્રેટેજીમાં ફેરફાર કર્યા છે, જેના વિશે બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે એક રિપોર્ટ જાહેર કર્યો છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ચાલુ

રોકાણકારોએ એપ્રિલમાં મ્યુચ્યુઅલ ફંડમાં તેમના નાણાંનું રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હતું. એપ્રિલ 2024માં SIP દ્વારા ઈનફ્લો રૂ. 20370 કરોડની નવી ટોચે પહોંચ્યો હતો. માસિક ધોરણે 5.7 ટકા અને વાર્ષિક ધોરણે 48.4 ટકા વૃદ્ધિ જોવા મળી છે. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડના સંચાલન હેઠળની ઇક્વિટી એસેટ્સ એપ્રિલમાં માસિક ધોરણે 5.3 ટકા વધીને રૂ. 27 લાખ કરોડ થઈ છે.

Mutual Fund scheme | Mutual Fund investmet | mf direct plan | mf regular plan | best mutual funds scheme
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે કાળજીપૂર્વક યોગ્ય ફંડ સ્કીમ પસંદ કરવી જોઇએ. (Photo - Freepik)
Advertisment

આ સમયગાળા દરમિયાન ઇક્વિટી સ્કીમનું વેચાણ માસિક ધોરણે 10.6 ટકા વધીને રૂ. 65400 કરોડ થયું છે. રિડેમ્પશનની ગતિ પણ વધીને 40000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એપ્રિલ 2024માં DIIs તરફથી $530 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. જ્યારે FII એ આ સમયગાળા દરમિયાન 110 કરોડ ડોલરનું રોકાણ પાછું ખેંચ્યું છે.

મ્યુચ્યુઅલ ફંડો એ ક્યા સેક્ટરમાં રોકાણ વધાર્યું અને ઘટાડ્યું

એપ્રિલ 2024માં મ્યુચ્યુઅલ ફંડોએ અમુક સેક્ટરોમાં એલોટમેન્ટમાં વધારો કર્યો હતો અને કેટલાક સેક્ટરમાં ઘટાડો કર્યો હતો. જે સેક્ટરોમાં માસિક ધોરણે એલોટમેન્ટ વધાર્યું છે તેમાં ખાનગી બેંકો, મેટલ, ટેલિકોમ, યુટિલિટીઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ એસ્ટેટનો સમાવેશ થાય છે. જ્યારે ટેક્નોલોજી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર, રિટેલ, સિમેન્ટ, ઈન્સ્યોરન્સ અને ટેક્સટાઈલમાં વેઈટેજમાં થોડો ઘટાડો થયો છે.

એપ્રિલ 2024 માં, ખાનગી બેંકોમાં મ્યુચ્યુઅલ ફંડનું વેઇટેજ માસિક ધોરણે 0.3 ટકા વધ્યું અને વાર્ષિક ધોરણે 1.8 ટકા ઘટીને 17.2% થયું. મેટલ સેક્ટરમાં વધીને 31 મહિનાની ઊંચી સપાટી 2.7 ટકા (+30bp MoM, +70bp YoY) ના લેવલ પર પહોંચી ગયું છે. ટેક્નોલોજી સેક્ટરમાં વેઇટેજ ઘટીને 50 મહિનાની નીચી સપાટી 8 ટકા (-70bp MoM, -120bp YoY) થયું છે. તો હેલ્થકેર સેક્ટરમાં વેઇટેજ માસિક ધોરણે 0.3 ટકા ઘટીને 7.1% થઈ ગયું છે.

SIP | SIP Investment Tips | Mutual Funds SIP | SIP Scheme | sip return | Systematic Investment Plan
મ્યુચ્યુઅલ ફંડની એસપીઆઈ એ શેરબજારમાં રોકાણ કરવાની સૌથી સરળ રીત છે. (Photo - Freepik)

મ્યુચ્યુઅલ ફંડો એ ખરીદેલા ટોપ 10 શેર (Mutual Funds Top 10 Buying Shares List)

એચડીએફસી બેંક (HDFC Bank)

એક્સિસ બેંક (Axis Bank)

આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank)

એસીબીઆઈ (SBI)

ભારતી એરટેલ (Bharti Airtel)

એનટીપીસી (NTPC)

કોટક બેંક (Kotak Bank)

ભારત ઇલેક્ટ્રોનિક્સ (Bharat Electronics)

હિન્દાલ્કો (Hindalco)

પાવરગ્રીડ (Power Grid)

આ વાંચો | મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ એક જ પણ રિટર્નમાં તફાવત, જાણો રેગ્યુલર અને ડાયરેક્ટ પ્લાન વચ્ચેનો તફાવત

મ્યુચ્યુઅલ ફંડો એ વેચેલા ટોપ 10 શેર (Mutual Funds Top 10 Selling Shares List)

એલએન્ડટી (L&T)

એચસીએલ ટેક (HCL Tech)

બજાજ ફાઈનાન્સ (Bajaj Finance)

ઇન્ફોસિસ (Infosys)

સનફાર્મા (Sun Pharma)

પ્રેઝિસ્ટન્ટ સિસ્ટમ્સ (Persistent Systems)

સિપ્લા (Cipla)

સોના બીએલડબ્લ્યુ (Sona BLW)

ટીસીએસ (TCS)

ટાયટન કંપની (Titan Company)

Investment બિઝનેસ શેર બજાર