/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Share-Market-3.jpg)
Share Market : શેરબજાર. (Photo: Freepik)
Share Market Today News Highlight: સેન્સેક્સ નિફ્ટી રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ બાદ મંગળવારે સાધારણ વધીને બંધ થયા હતા. સેન્સેક્સ 91 પોઇન્ટ વધી 83697 અને નિફ્ટી 25 પોઇન્ટ વધી 25541 બંધ થયા છે. વિકલી એક્સપાયરીના દિવસે સેન્સેક્સ 83572 થી 83874 રેન્જમાં ટ્રેડ થયો હતો. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ સતત 7 દિવસની તેજી બાદ મંગળવારે ઘટ્યા છે. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં ઓઇલ ગેસ, મેટલ ઇન્ડેક્સ વધ્યા હતા. જ્યારે એફએમસીજી, રિયલ્ટી અને આઇટી સ્ટોક દબાણ હેઠળ હતા.
શેરબજાર માટે જુલાઇ મહિનાની શરૂઆત એકંદરે પોઝિટિવ રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા છે. એશિયન બજારોમાંથી સકારાત્મક સંકેત અને ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સાં મજબૂત ટ્રેન્ડથી ભારતીય શેરબજાર પણ પોઝિટિવ ઝોનમાં ટ્રેન્ડ કરી રહ્યા છે. ડોલર ઇન્ડેક્સ 40 મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યતા ભારતીય રૂપિયો સતત મજબૂત થઇ રહ્યો છે.
સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા
મંગળવારે સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 83606 સામે સાધારણ વધીને 83685 ખુલ્યો હતો. રિલાયન્સ, ટાટા મોટર્સ અને એશિયન પેઇન્ટ્સ જેવા પસંદગીના બ્લુચીપ સ્ટોકમાં તેજીથી સેન્સેક્સ ઓપનિંગ સેશનમાં જ 200 પોઇન્ટ વધી 83800 લેવલ કુદાવી ગયો હતો. નિફ્ટી પાછલા બંધ 25,517 સામે મંગળવારે 25,551 ખુલ્યો હતો. સોમવારે યુએસ શેરબજારના બેન્ચમાર્ક ડાઉ જોન્સ અને નાસ્ડેક રેકોર્ડ હાઇ લેવલ પર બંધ થયા છે.
ડોલર ઇન્ડેક્સ 40 મહિનાને તળિયે,રૂપિયો 14 પૈસા મજબૂત ખુલ્યો
યુએસ ડોલરની નરમાઇથી ભારતીય રૂપિયો સતત મજબૂત થઇ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ 40 મહિનાની નીચી સપાટીએ ઉતરી ગયો છે. જેના પગલે ફોરેન કરન્સી માર્કેટમાં મંગળવારે ડોલર સામે રુપિયો 14 પૈસા વધીને 85.61 ખુલ્યો હતો. જ્યારે સોમવારે 85.75 બંધ થયો હતો. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખર્ચ બિલથી રાજકોષીય ચિંતાઓ વધી ગઈ હતી અને ટ્રેડ ડીલ્સ અંગેની અનિશ્ચિતતા સેન્ટિમેન્ટ પર દબાણ કરી રહી હોવાથી ડોલર ઇન્ડેક્સ 40 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
- Jul 01, 2025 16:22 IST
માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ, માર્કેટ વેલ્યૂએશન સહેજ વધી
મંગળવારે બીએસઇ પર 2021 શેર વધીને જ્યારે 1989 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ સાધારણ પોઝિટિવ રહી હતી. બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 461.26 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે સોમવારાની 461.13 લાખ કરોડ રૂપિયાની વેલ્યૂએશન કરતા સહેજ વધારે છે.
- Jul 01, 2025 16:15 IST
સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ બંધ, મિડકેપ સ્મોલકેપમાં આગેકૂચ યથાવત
સેન્સેક્સ નિફ્ટી રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ બાદ મંગળવારે સાધારણ વધીને બંધ થયા હતા. સેન્સેક્સ 91 પોઇન્ટ વધી 83697 અને નિફ્ટી 25 પોઇન્ટ વધી 25541 બંધ થયા છે. વિકલી એક્સપાયરીના દિવસે સેન્સેક્સ 83572 થી 83874 રેન્જમાં ટ્રેડ થયો હતો. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ સતત 7 દિવસની તેજી બાદ મંગળવારે ઘટ્યા છે. જ્યારે એફએમસીજી, રિયલ્ટી અને આઇટી સ્ટોક દબાણ હેઠળ હતા.
- Jul 01, 2025 11:19 IST
વોલેટાઇલ માર્કેટમાં ડિફેન્સ અને IT શેર વધ્યા
સેન્સેક્સ નિફ્ટી પોઝિટિવ ઓપનિંગ બાદ ઉંચા સ્તરેથી સહેજ નીચે આવ્યા છે. હાલ માર્કેટ રેન્જ બાઉન્ડ છે. આજે ડિફેન્સ સ્ટોકમાં તોફાની તેજીથી ઇન્ડેક્સ લગભગ દોઢ ટકા વધ્યો છે. BEL 3 ટકા વધી રેકોર્ડ હાઇ થયો છે. તો આઈટી સ્ટોકમાં લેવાલી જોવા મળી રહી છે. આઈટી ઈન્ડેક્સ અડધો ટકા વધ્યો છે. જો કે ફાર્મા અને મેટલ શેર દબાણ હેઠળ હતા.
- Jul 01, 2025 09:41 IST
ડોલર ઇન્ડેક્સ 40 મહિનાને તળિયે,રૂપિયો 14 પૈસા મજબૂત ખુલ્યો
યુએસ ડોલરની નરમાઇથી ભારતીય રૂપિયો સતત મજબૂત થઇ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ 40 મહિનાની નીચી સપાટીએ ઉતરી ગયો છે. જેના પગલે ફોરેન કરન્સી માર્કેટમાં મંગળવારે ડોલર સામે રુપિયો 14 પૈસા વધીને 85.61 ખુલ્યો હતો. જ્યારે સોમવારે 85.75 બંધ થયો હતો. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખર્ચ બિલથી રાજકોષીય ચિંતાઓ વધી ગઈ હતી અને ટ્રેડ ડીલ્સ અંગેની અનિશ્ચિતતા સેન્ટિમેન્ટ પર દબાણ કરી રહી હોવાથી ડોલર ઇન્ડેક્સ 40 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
- Jul 01, 2025 09:36 IST
સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા
મંગળવારે સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 83606 સામે સાધારણ વધીને 83685 ખુલ્યો હતો. રિલાયન્સ, ટાટા મોટર્સ અને એશિયન પેઇન્ટ્સ જેવા પસંદગીના બ્લુચીપ સ્ટોકમાં તેજીથી સેન્સેક્સ ઓપનિંગ સેશનમાં જ 200 પોઇન્ટ વધી 83800 લેવલ કુદાવી ગયો હતો. નિફ્ટી પાછલા બંધ 25,517 સામે મંગળવારે 25,551 ખુલ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us