Share Market Today News Update: શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી ચાર દિવસ બાદ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 53 પોઇન્ટ ઘટી 82391 જ્યારે નિફ્ટી માત્ર 1 પોઇન્ટ વધી 25104 બંધ થયો છે. સેન્સેક્સની વિકસી એક્સપાયરીના દિવસે બેન્કિંગ શેર તૂટ્યા છે જ્યારે આઈટી શેરમાં તેજી જોવા મળી છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ફ્લેટ બંધ થયા છે.
શેરબજાર મંગળવારે ઉછાળે ખુલ્યા બાદ સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે. એશિયન સ્ટોક માર્કેટના મિશ્ર સંકેત અને ઘરઆંગણે બેન્કિંગ સ્ટોકમાં વેચવાલીથી માર્કેટ સેન્ટિમેન્ટ પ્રભાવિત થયું છે. તો આઈટી, મેટલ ઇન્ મીડિયા ઇન્ડેક્સમાં તેજી જોવા મળી છે. બીજી બાજુ બુલિયન માર્કેટમાં એમસીએક્સ સોના ચાંદી વાયદા પણ ઘટ્યા છે.
સેન્સેક્સ અને નિફ્ટી વધીને ખુલ્યા બાદ ફ્લેટ
બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 82445 સામે મંગળવારે 198 પોઇન્ટ વધીને 82643 ખુલ્યો હતો. જો કે બેન્કિંગ અને ફાઈનાન્સ શેરમાં વેચવાલીથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્તા સેન્સેક્સ 82240 સુધી તૂટ્યો હતો. અલબત્ત આઈટી અને ટેક્નોલોજી સ્ટોકમાં તેજીથી માર્કેટ નીચા સ્તરેથી રિકવર થઇ 82480 લેવલ આસપાસ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25103 સામે આજે 25196 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 22 પોઇન્ટ વધીને 25125 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.
ICICI બેન્કે થાપણદર ઘટાડ્યા
આઈસીઆઇસીઆઈ બેંકે થાપણદર 0.25 ટકા ઘટાડ્યા છે. આ નવા થાપણદર 10 જૂનથી લાગુ થશે. થાપણદરમાં ફેપાર 3 કરોડ રૂપિયાથી ઓછી થાપણો પર લાગુ થશે અને તે થાપણ મુદત અને ગ્રાહકના પ્રકાર પર આધારિત છે. 7 થી 45 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પર હવે 3 ટકા વ્યાજદર મળશે. તો સામાન્ય નાગરિકો માટે સૌથી ઉંચો થાપણદર 6.60 ટકા છે, જે 2 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પર લાગુ થાય છે. તો આ મુદ્દતની સમાન સમયગાળાની બેન્ક એફડી પર વરિષ્ઠ નાગરિકોને 7.10% સુધી વ્યાજદર મળશે.